1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

પ્રેસિડેન્ટ પુટિન દિલ્હીમાં રૂ. 170 કરોડના ભવ્ય આવાસમાં મહેમાનગતિ માણશે

નવી દિલ્હી, 4 ડિસેમ્બર, 2025 President Putin in Delhi વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો ભારતની મુલાકાતે આવે ત્યારે ક્યાં રહેતા હશે એવો પ્રશ્ન અનેકને થતો હશે. વડાપ્રધાન સહિત ભારતીય નેતાગીરી સાથેની મુલાકાતો કે પત્રકાર પરિષદનાં સ્થળ તો જાહેર થતાં હોય છે, પરંતુ આ વિદેશી નેતાઓ રોકાણ ક્યાં કરતા હશે તેની ખાસ કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. છતાં મોટાભાગના […]

કોહલીની ધમાકેદાર વાપસી: સદી ફટકારતા ODI રેન્કિંગમાં મોટો ફેરફાર

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચમાં વિરાટ કોહલીના બેટમાંથી શાનદાર સદી નીકળ્યા બાદ માત્ર મેદાન પર જ નહીં, પણ ICC રેન્કિંગમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. ICC દ્વારા 30 નવેમ્બર 2025ના રોજ જાહેર કરવામાં આવેલી નવી પુરુષ ODI બેટિંગ રેન્કિંગમાં વિરાટ કોહલીએ ટોપ-5માં ધમાકેદાર વાપસી કરી છે. નવી રેન્કિંગ મુજબ, ટીમ ઇન્ડિયાના […]

ઇસ્લામી કટ્ટરપંથનો મુખ્ય ઉદ્દેશ્ય વધુ ક્ષેત્ર અને લોકો પર નિયંત્રણ મેળવવાનો: US વિદેશમંત્રી રૂબિયો

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ચેતવણી આપી હતી કે ઇસ્લામી કટ્ટરપંથનો મુખ્ય ઉદ્દેશ્ય ‘વધુ ક્ષેત્ર અને લોકો પર નિયંત્રણ મેળવવાનો’ છે. તેમણે કહ્યું કે આ દુનિયા માટે ‘એક સ્પષ્ટ અને તત્કાળ જોખમ’ છે. રુબિયોએ ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે અમેરિકા માટે સૌથી મોટો ખતરો ઇસ્લામી કટ્ટરપંથથી છે. તેમના મતે, આ લોકો અમેરિકાને ધરતી […]

ભારતીય નેવી હિંમત અને મક્કમ ઈરાદાની ઓળખઃ પીએમ મોદી

નવી દિલ્હી: આજે ભારતીય નૌસેના દિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત તમામ મોટા નેતાઓએ નૌસૈનિકોને શુભેચ્છાઓ પાઠવી છે. નેતાઓએ નૌસેનાના બલિદાન અને સમુદ્રી સુરક્ષામાં તેના યોગદાનને બિરદાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભારતીય નૌસેનાને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, “ઇન્ડિયન નેવીના તમામ લોકોને નેવી ડેની ખૂબ ખૂબ […]

પુતિનની ભારત મુલાકાતઃ ભારત-રશિયા વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર થશે વાતચીત

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસના પ્રવાસે આજે ભારત પધારી રહ્યા છે. આ મુલાકાતને લઈને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી માં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે. રશિયન રાષ્ટ્રપતિના સ્વાગત માટે દિલ્હી સંપૂર્ણપણે તૈયાર છે. ભારત અને રશિયાની મિત્રતા ઘણી જૂની છે, તેથી પુતિનના આ પ્રવાસ દરમિયાન અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. […]

આધાર પ્રમાણીકરણ વ્યવહારોની સંખ્યા વાર્ષિક ધોરણે 8.47 ટકા વધી

નવી દિલ્હીઃ નવેમ્બર 2025 માં આધાર પ્રમાણીકરણ વ્યવહારોની સંખ્યા વાર્ષિક ધોરણે 8.47 ટકા વધીને 2.31 અબજ થઈ ગઈ છે.સરકારે જાહેર કરેલી માહિતી મુજબ, આ આંકડો આ નાણાકીય વર્ષના અન્ય કોઈપણ મહિનાની તુલનામાં સૌથી વધુ છે. આ વધારો દેશમાં ડિજિટલ અર્થતંત્રના વિકાસ અને કલ્યાણકારી યોજનાઓના અસરકારક વિતરણમાં આધારની મુખ્ય ભૂમિકા દર્શાવે છે.નવેમ્બર 2025 માં 282.9 મિલિયન […]

દક્ષિણ આફ્રિકા સામેની વન-ડેમાં કોહલીએ ફટકારી 53મી સદી, સચીનનો વધુ એક રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હીઃ ભારતીય વિસ્ફોટક બેસ્ટમેન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સીરિઝમાં સતત બીજી સદી ફટકારી છે. રાંધીમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં સદી ફટકાર્યા બાદ રાયપુરમાં બીજી વન-ડેમાં સદી ફટકારી છે. બીજી વન-ડેમાં પ્રથમ વિકેટ 40 રન ઉપર પડતા કોહલી બેટીંગ માટે મેદાનમાં ઉતર્યો હતો. કોહલીએ પોતાના અંદાજમાં ઈનીંગ્સને આગળ વધારીને સદી ફટકારી હતી. આમ એક […]

ગુજરાતને સતત વાંચતું રાખવા કોઈ પુસ્તકની “પરબ” માંડે છે તો કોઈ “અભિયાન” ચલાવે છે

(અલકેશ પટેલ) અમદાવાદ, 2 ડિસેમ્બર, 2025: The book lovers of Gujarat ગુજરાતીઓ મૂળભૂત રીતે વેપારી માનસ ધરાવે છે તેથી અહીં સાહિત્ય-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અન્ય કેટલાંક રાજ્યો જેટલી થતી નથી એવી સર્વસામાન્ય છાપ હંમેશાં રહી છે. તેમાં તથ્ય પણ છે. ગુજરાતી સાહિત્યકારો સર્જન તો કરે છે પરંતુ પછી તેમનાં સર્જનને પ્રજા સુધી લઈ જઈને, પ્રજાને તેમાં ઈન્વોલ્વ રાખવાની […]

સંચાર સાથી એપ ફરજિયાત નથી, તેને ડિલીટ કરી શકાશે: જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ સંચાર સાથી મોબાઇલ એપ ફરજિયાત નથી અને તેને ડિલીટ કરી શકાય છે, એમ કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે (2 ડિસેમ્બર) ગોપનીયતા વિવાદ વચ્ચે જણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા સિંધિયાએ જણાવ્યું હતું કે, એપ્લિકેશન રાખવી એ વ્યક્તિ પર નિર્ભર છે, અને તેને સ્માર્ટફોનમાંથી ડિલીટ કરી શકાય છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code