1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

તમારા નામ પર લેવાયેલા સિમથી થશે ફ્રોડ તો તમે પણ જવાબદાર! ટેલિકોમ વિભાગની ચેતવણી

ભારતમાં વધી રહેલા સાઇબર ફ્રોડને ધ્યાનમાં રાખીને દૂરસંચાર વિભાગ (DoT) એ ચેતવણી જાહેર કરી છે. હવે જો તમારા નામ પર લેવાયેલી સિમ કાર્ડનો ઉપયોગ કોઈ સાઇબર ક્રાઇમ અથવા ગેરકાયદે પ્રવૃત્તિમાં થાય છે, તો માત્ર ગુનેગાર જ નહીં, પણ મૂળ સિમ યુઝરને પણ જવાબદાર ગણાવી કાર્યવાહી થઈ શકે છે. DoTએ જણાવ્યું છે કે, IMEIથી છેડછાડ કરેલા […]

ભારતનું અસલી સુપરફૂડ એટલે દેશી ઘી, તેના અદભૂત ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો

દેશી ઘીને ભારતનો અસલી સુપરફૂડ ગણાવવામાં આવ્યો છે, જે સદીઓથી તાકાત અને લાંબી ઉંમરનું પ્રતીક છે. તેમાં રહેલા ઓમેગા-3 અને વિટામિન K2 જેવા પોષક તત્વો તેને સંપૂર્ણ ઔષધિ બનાવે છે, જે પાચન સુધારે છે, મગજને પોષણ આપે છે અને સાંધાને મજબૂત કરે છે. આયુર્વેદ તેને ‘યોગવાહી’, ‘રસાયણ’ અને ત્રણેય દોષોને સંતુલિત કરનારું શ્રેષ્ઠ સ્નિગ્ધ તત્વ […]

ગુજરાતઃ યુનિટી માર્ચ અંતર્ગત યોજાનારી રાષ્ટ્રીય પદયાત્રાની સાક્ષી બનશે 5 નદી

અમદાવાદઃ યુનિટી માર્ચ અંતર્ગત યોજાનારી “રાષ્ટ્રીય પદયાત્રા” એકતા અને અખંડિતતાનું પ્રતિબિંબ તો બનશે સાથે જ આ ઐતિહાસિક રાષ્ટ્રીય પદયાત્રાની સાક્ષી રાજ્યના ઇતિહાસ અને સંસ્કૃતિની ધરોહર સમાન પાંચ સરિતાઓ પણ બનશે. કરમસદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી યોજાનારી આ રાષ્ટ્રીય પદયાત્રા આણંદ, વડોદરા અને નર્મદા એમ ત્રણ જિલ્લામાંથી પસાર થશે, ત્યારે ગુજરાતની પાંચ પવિત્ર અને સાંસ્કૃતિક રીતે મહત્ત્વની […]

નૌસેનાના તમામ જહાજો ભારતીય શિપયાર્ડ્સમાં જ તૈયાર થાય છે: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે ભારતીય નૌસેનાના તમામ નિર્માણાધીન જહાજો ભારતીય શિપયાર્ડ્સમાં સ્વદેશી રીતે તૈયાર થઈ રહ્યા છે, જે ‘આત્મનિર્ભર ભારત’ વિઝનનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે નૌસેનાની 262 ડિઝાઇન પરિયોજનાઓ અદ્યતન તબક્કે છે, અને ભારતીય શિપયાર્ડ્સ આ દાયકામાં 100% સ્વદેશી સામગ્રીના ઉપયોગ તરફ આગળ વધી રહ્યા છે. તેમણે ભારતની સમુદ્રી […]

સગાઈના ફોટા-વીડિયો ડિલીટ કર્યા બાદ ચર્ચામાં સ્મૃતિ મંધાના: પલાશ મુચ્છલ સાથેના લગ્ન ટળ્યાં

મુંબઈઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપકપ્તાન અને લોકપ્રિય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કમ્પોઝર તથા ફિલ્મમેકર પલાશ મુચ્છલ 23 નવેમ્બરે લગ્નગ્રંથિથી જોડાવવાના હતા. બંનેની પ્રી-વેડિંગ સેરેમની ધામધૂમથી ચાલી રહી હતી. પરંતુ સંગીત નાઇટ દરમિયાન સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને હાર્ટ એટેક આવતા લગ્નને તાત્કાલિક મુલતવી રાખવામાં આવ્યા હતા. હાલમાં પલાશની બહેન અને જાણીતી સિંગર પલક મુચ્છલે […]

શિયાળામાં આરોગ્ય માટે ફાયદાકારક ડ્રાયફ્રુડ લાડુ ટ્રાય કરો, જાણો રેસીપી

શિયાળામાં તાપમાન ઘટતાં લોકોમાં આરોગ્ય સંબંધિત તકલીફો વધતી જોવા મળે છે. ખાસ કરીને 40 વર્ષથી ઉપરના લોકોમાં હાડકાંનો દુખાવો, સાંધાનો દુખાવો અને કમરના દુખાવાની ફરિયાદ સામાન્ય બની જાય છે. આવી સમસ્યાઓમાં રાહત મેળવવા માટે દવાઓ પર આધાર રાખવાની સાથે કુદરતી અને સ્વાદિષ્ટ ઉપચાર તરીકે ‘ડ્રાયફ્રૂટ લાડુ’ ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. શિયાળામાં તેનો નિયમિત […]

આપણી વચ્ચે એક એવા સંગ્રાહક છે જે જ્ઞાન અને માહિતીનો સંગ્રહ કરે છે, નામ છે…

શું તમારે છેક 1900ના વર્ષમાં કોઈ સામયિકમાં છપાયેલી કોઈ વિગત મેળવવી છે? શું તમારે વિજ્ઞાન, રમતગમત, સિનેમા, સાહિત્ય, બાળ સાહિત્ય – વિશે વર્ષો કે દાયકાઓ પહેલાં પ્રકાશિત માહિતી જોઈએ છે? શું તમે 600 પ્રકારનાં 35,000થી વધુ સામયિકોનો સંગ્રહ એક જગ્યાએ જોયો છે? અલકેશ પટેલઃ અમદાવાદ, 25 નવેમ્બર, 2025: A collector among us who collects knowledge […]

દિલ્હી બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ખુલાસો: ડોક્ટર મોડ્યુલ હમાસની વ્યુહરચના અપનાવી રહ્યું હતું

નવી દિલ્હીઃ લાલકિલ્લા બોમ્બ વિસ્ફોટ કેસમાં તપાસ આગળ વધતી જતા અનેક ચોંકાવનારા બનાવો બહાર આવી રહ્યા છે. એનઆઈએને એવા મહત્વપૂર્ણ વીડિયો મળ્યા છે, જે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને ફિલિસ્તીની આતંકી ટીમ હમાસ વચ્ચેનાં ઊંડા અને કાર્યાત્મક સંબંધોને ઉજાગર કરે છે. સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ મુજબ આ સંપૂર્ણ કાવતરાની સ્ક્રિપ્ટ ફેબ્રુઆરીમાં જ તૈયાર કરી દેવાઈ હતી, જો […]

છત્તીસગઢઃ પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) ના 15 સભ્યોએ આત્મસમર્પણ કર્યું

આત્મસમર્પણ કરનારોમાં પાંચ મહિલાઓનો પણ સમાવેશ છત્તીસગઢમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 650 માઓવાદીઓએ કર્યું આત્મસમર્પણ નવી દિલ્હીઃ દેશમાં નક્સલવાદી પ્રવૃતિઓને ડામવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન છત્તીસગઢમાં પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) ના 15 સભ્યોએ આત્મસમર્પણ કર્યું હતું. તેમના પર આશરે 50 લાખ રૂપિયાનું ઈનામ હતું. આત્મસમર્પણ કરનારાઓમાં 10 પુરુષો […]

વ્યક્તિગત ધાર્મિક આસ્થા આધારે રેજિમેન્ટના ધર્મસ્થળમાં નહીં જનાર વ્યક્તિ સેનામાં રહેવા યોગ્ય નથીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટએ એક કેસમાં મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા જણાવ્યું છે કે ભારતીય સેના સંપૂર્ણપણે ધાર્મનિરપેક્ષ છે અને ત્યાં સર્વોચ્ચ મહત્વ અનુશાસનનું છે. વ્યક્તિગત ધાર્મિક આસ્થા આધારે રેજિમેન્ટના ધર્મસ્થળમાં જવાનું નકારનાર વ્યક્તિ સેનામાં રહેવા યોગ્ય નથી. આ સ્પષ્ટ અવલોકનો સાથે, મુખ્ય ન્યાયાધીશ સુર્ય કાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેંચે સેનામાંથી બરખાસ્ત કરવામાં આવેલા એક અધિકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code