1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

સંસાધનો શાંતિ અને વિકાસ માટે વપરાશમાં લાવો, UNના મહાસચિવ ગૂટેરેશની અપીલ

નવી દિલ્હી: યુનાઇટેડ નેશન્સમાં લાંબા સમયથી સુરક્ષા પરિષદમાં સુધારાના માટેની માંગ ચાલી રહી છે. આ વચ્ચે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગૂટેરેશે સુરક્ષા પરિષદને એક મહત્વપૂર્ણ અપીલ કરી છે કે, વિશ્વમાં શાંતિ અને વિકાસ માટે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ થવો જોઈએ. ગૂટેરેશે યુએન સુરક્ષા પરિષદની ભવિષ્ય પર ખુલ્લી ચર્ચામાં હનોઇથી વિડિયો કનેક્શન મારફતે પોતાના સંબોધનની શરૂઆત કરી છે. […]

સરકારના કર્મચારીઓ માટે લાઇફ સાયકલ અને બેલેન્સ્ડ લાઇફ સાયકલ જેવા રોકાણ વિકલ્પોના વિસ્તરણને મંજૂરી

નવી દિલ્હીઃ સરકારે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) અને યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાઇફ સાયકલ અને બેલેન્સ્ડ લાઇફ સાયકલ જેવા રોકાણ વિકલ્પોના વિસ્તરણને મંજૂરી આપી છે. આ પગલું ખાનગી ક્ષેત્રની જેમ વધુ લવચીક રોકાણ વિકલ્પો શોધતા કર્મચારીઓની લાંબા સમયથી ચાલી આવતી માંગને અનુરૂપ છે. આ વિકલ્પોનો ઉદ્દેશ્ય નિવૃત્તિ આયોજનમાં સુગમતા વધારવાનો […]

પાકિસ્તાનને PoK માં માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘનો બંધ કરવા જોઈએઃ ભારત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે પાકિસ્તાનને કહ્યું કે તે કાશ્મીર પર તેના ગેરકાયદેસર કબજા હેઠળના વિસ્તારોમાં માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘનો બંધ કરે. તેમણે 80મા સંયુક્ત રાષ્ટ્ર દિવસ નિમિત્તે આયોજિત ખુલ્લી ચર્ચા દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધતા આ નિવેદન આપ્યું હતું. પી. હરીશે પુનરોચ્ચાર કર્યો કે જમ્મુ અને કાશ્મીર હંમેશા ભારતનો અભિન્ન […]

આતંકવાદી ફંડિંગ અને મની લોન્ડરિંગ મામલે પાકિસ્તાનને FATF એ આપી ચેતવણી

ગ્લોબલ ટેરર ​​ફંડિંગ વોચડોગ, ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ જણાવ્યું છે કે પાકિસ્તાને સમજવું જોઈએ કે ઓક્ટોબર 2022 માં ગ્રે લિસ્ટમાંથી દૂર થવાનો અર્થ એ નથી કે તેના પર આતંકવાદી ફંડિંગ અથવા મની લોન્ડરિંગ માટે હવે નજર રાખવામાં આવશે નહીં. ફ્રાન્સમાં FATF ની બેઠક બાદ, સંગઠનના પ્રમુખ, એલિસા ડી એન્ડા માદ્રાઝોએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું […]

અમદાવાદમાં છઠ્ઠ મહાપર્વની સાબરમતી રિવરફ્રન્ટ પર વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ

અમદાવાદ : ઉત્તર ભારતમાં દિવાળી પછીના આસ્થાના મહાપર્વ છઠ્ઠ પૂજાનું વિશેષ મહત્તવ છે. આ તહેવાર માટે અમદાવાદમાં વસતા હજારો ઉત્તર ભારતીયો માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. શહેરના વિવિધ સ્થળો સહિત ઇન્દિરા બ્રિજ અને સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ્ઠ પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલે 26 ઑક્ટોબરે છઠ્ઠના દિવસે સાંજે […]

આગ્રામાં ગમખ્વાર માર્ગ 5ના મોત, 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાં

આગ્રાઃ ઉત્તરપ્રદેશના આગ્રામાં શુક્રવારે મોડી રાત્રે નગલા બૂઢી વિસ્તારમાં પૂરઝડપે પસાર થતી કાર અચાનક કાબૂ ગુમાવી ઘરની બહાર બેઠેલા લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં 5 લોકોનાં મોત થયા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક કાળી કાર ખૂબ તેજ ગતિએ આવી અને ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં રસ્તા કિનારે બેઠેલા લોકોને […]

દેશનું વિદેશી અનામત ભંડોળ 4.5 અબજ ડોલર વધીને 702 અબજ ડોલર ઉપર પહોંચ્યું

મુંબઈ: ભારતનું વિદેશી અનામત ભંડોળ નોંધપાત્ર રીતે વધ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, ગયા અઠવાડિયા દરમિયાન દેશનું વિદેશી અનામત ભંડોળ લગભગ 4.5 અબજ ડોલર વધીને 702 અબજ ડોલરનો આંકડો વટાવી ગયું છે. આંકડા મુજબ, સોનાના ભંડોળમાં પણ મજબૂત વધારો નોંધાયો છે. ગયા અઠવાડિયા દરમિયાન સોનાનું અનામત લગભગ 6.2 […]

મહારાષ્ટ્ર સરકારનો બાંગ્લાદેશી ઘૂસણખોરો પર કડક નિયંત્રણ માટે બ્લેક લિસ્ટ અને રેશન કાર્ડ ચકાસણીના આદેશ

મુંબઈ : મહારાષ્ટ્રમાં પ્રવેશતા બાંગ્લાદેશી ઘૂસણખોરો પર લગામ લગાવવા માટે રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. સરકારે બાંગ્લાદેશી નાગરિકોનું બ્લેક લિસ્ટ તૈયાર કરવા અને રેશન કાર્ડનું કડક વેરીફિકેશન કરવા માટે સૂચના જારી કરી છે. આ ઉપરાંત નવા રેશન કાર્ડ માટે પણ નવા માર્ગદર્શકો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં ગેરકાયદે રીતે આવેલા બાંગ્લાદેશી પ્રવાસીઓની વધતી સંખ્યા […]

પાકિસ્તાનમાં પ્રતિબંધિત તહરીક-એ-લબ્બૈકના 900 કટ્ટરપંથીઓની અટકાયત

પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકારના એક તાજેતરના નિર્ણય બાદ દેશમાં આતંકવાદીઓની સંખ્યા અચાનક વધી ગઈ છે. સરકારના એક આદેશના પરિણામે આશરે 2000 જેટલા કટ્ટરપંથી આતંકવાદી હવે પાકિસ્તાનની અંદર સક્રિય બન્યા છે. આ બધા જ લોકો તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP) નામના કટ્ટર ઇસ્લામી સંગઠન સાથે સંકળાયેલા છે. અહેવાલ મુજબ, પાકિસ્તાન સરકારે પંજાબ પ્રાંતની ભલામણ પર તહરીક-એ-લબ્બૈકને આતંકી સંગઠન […]

ટ્રમ્પના ટેરિફનો અસર : અમેરિકામાં રિટેલ મોંઘવારી સપ્ટેમ્બર માં 3% સુધી પહોંચી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ભારે ટેરિફ (આયાત શુલ્ક)ની સ્પષ્ટ અસર હવે અર્થતંત્ર પર દેખાવા લાગી છે. અમેરિકામાં આયાત થતી અનેક ચીજોની કિંમતોમાં વધારો થતાં સપ્ટેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર 3 ટકાએ પહોંચી ગયો છે. અમેરિકાના શ્રમ વિભાગે તાજેતરના મોંઘવારીના આંકડા જાહેર કર્યા હતા. આંકડા અનુસાર, ગ્રાહક કિંમત સૂચકાંક (CPI) આધારિત મોંઘવારી સપ્ટેમ્બરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code