1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પાકિસ્તાનમાં મહિનામાં જેટલી કાર વેચાય છે તેનાથી વધારે કાર માત્ર એક જ દિવસમાં ભારતમાં વેચાય છે

નવી દિલ્હીઃ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે અને લોકો લોટ લેવા માટે પણ ફાંફામારી રહ્યાં છે. તેમ છતા ધનવાન લોકો પોતાના મોજશોખ પુરા કરવા માટે ખુલ્લા હાથે પૈસા ખર્ચે છે. ત્યારે ચોંકાવનારી વાત એ છે કે, પાકિસ્તાનમાં એક મહિનામાં જેટલી મોટરકાર વેચાય છે, તેનાથી વધારે મોટરકાર ભારતમાં માત્ર એક જ દિવસમાં વેચાય છે. […]

નાઇટ શિફ્ટ કરનાર કર્મચારીઓ રહે સાવધાન, 5 ખતરનાક રોગોનો ખતરો

નાઇટ શિફ્ટ કરનાર કર્મચારીએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આખી રાત જાગતા રહેવાથી તેમને પૂરતી ઊંઘ નથી મળતી અને તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે, જે ભવિષ્યમાં ગંભીર બની શકે છે. શું તમે પણ નાઇટ શિફ્ટ કરો છો, જો હા તો આજથી જ તમારા સ્વાસ્થ્યની ચિંતા કરવાનું શરૂ કરો, કારણ કે રાત્રે કામ […]

અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરાયા

મુંબઈઃ સ્વર કોકિલા લતા મંગેશકરનું 2022માં નિધન થયું હતું. તેમની યાદમાં પરિવાર અને ટ્રસ્ટ દ્વારા આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા એવી ચર્ચા હતી કે અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ મળશે. તેમના સિવાય સંગીત નિર્દેશક એઆર રહેમાન અને અભિનેતા રણદીપ હુડ્ડાને પણ આ વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ […]

યુસૈન બોલ્ટને, આગામી ICC પુરુષ ટી-20 વર્લ્ડ કપ 2024ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરાયા

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ, ઓલિમ્પિક લિજેન્ડ યુસૈન બોલ્ટને, આગામી આઈસીસી પુરુષ ટી-20 વર્લ્ડ કપ 2024ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે. જે 1થી 29 જૂન 2024 દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં રમાશે. બોલ્ટે રિયો ઓલિમ્પિક ગેમ્સ 2016માં સતત ત્રણ ગોલ્ડ મેડલ જીતીને, ઈતિહાસ રચ્યો હતો. વિશ્વવ્યાપી સ્ટારડમ તરફની તેની સફર 2008 માં બીજિંગમાં ઓલિમ્પિક […]

ભારત-નેધરલેન્ડ વચ્ચે ઓરલ પોલિયો રસીના ઉત્પાદન સંબંધિત ભાગીદારી અને સહકાર પર ચર્ચા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ નેધરલેન્ડના યુટ્રેચમાં વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપની બિલ્ટથોવન બાયોલોજિકલ્સના ઉત્પાદન એકમની મુલાકાત લીધી હતી.  તેમણે યુરોપિયન યુનિયનની રોગચાળાની સજ્જતા ભાગીદારી અને રસીના ઉત્પાદન પર સહકાર વિશે બિલ્ટોવનમાં પૂનાવાલા સાયન્સ પાર્ક (PSP) ના CEO જુર્ગેન ક્વિક અને જેફ ડી ક્લાર્ક સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ભારત બાયોટેક નેધરલેન્ડ સ્થિત બિલથોવન બાયોલોજિકલ બી.વી.ની […]

રાજીવ ગાંધીએ ઈન્દિરાજીની સંપત્તિ બચાવવા વિરાસત ટેક્સ રદ્દ કર્યો હતોઃ PM મોદી

ભોપાલઃ મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં એક જાહેરસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભૂતપૂર્વ વડા પ્રધાન (સ્વર્ગસ્થ) રાજીવ ગાંધીએ વિરાસત કાનૂન કરને નાબૂદ કરી દીધો હતો કારણ કે તેઓ તેમની વારસામાં મળેલી મિલકત સરકાર સાથે વહેંચવા માંગતા ન હતા. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ […]

બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ નડિયાદ નજીક 1486 મેટ્રીક ટન સ્ટિલનો 100 મીટર લાંબો બ્રિજ લોન્ચ કરાયો

અમદાવાદઃ દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશના પ્રથમ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. દરમિયાન રાજ્યના નડિયા નજીક આ પ્રોજેક્ટ હેઠળ બીજો 100 મીટર લાંબો સ્ટિલનો બ્રિજ લોન્ચ કરવામાં આવ્યો છે. 1486 મેટ્રીક ટન સ્ટિલનો ઉપયોગ બ્રિજના નિર્માણમાં કરાયો છે, આ બ્રિજ ભુજમાં સ્થિત વર્કશોપમાં તૈયાર કરવામાં […]

ઓડિશામાં સુરક્ષા જવાનો સાથે અથડામણમાં બે માઓવાદીઓ ઠાર મરાયાં

ઘટના સ્થળો ઉપરથી મારક હથિયારો મળ્યાં સુરક્ષા જવાનોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન તાજેતરમાં સુરક્ષા જવાનોએ છત્તીસગઢમાં 29 જેટલા નક્સલવાદીઓને ઠાર માર્યાં હતા. દરમિયાન ઓડિશાના બૌધ જિલ્લામાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં બે માઓવાદીઓ ઠાર મરાયાં હતા. સુરક્ષા […]

પીએમ મોદી અને રાહુલ ગાંધી સામે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ, ચૂંટણીપંચે બન્ને પક્ષ પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર દેશમાં રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે. ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ‘મોડલ કોડ ઓફ કન્ડક્ટ’ […]

બિહાર: JDU નેતાની ગોળી મારી હત્યા, સમર્થકોએ રસ્તો બ્લોક કરી વિરોધ નોંધાવ્યો

પટનાઃ પટનાના પુનપુનમાં જનતા દળ યુનાઈટેડ (JDU)ના યુવા નેતા સૌરભ કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ પટના-ગયા રોડ બ્લોક કરી દીધો હતો. પોલીસ હજુ સુધી હત્યારાઓની ઓળખ કરી શકી નથી. સૌરભકુમાર મિત્રો અને પરિવાર સાથે લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે મોટરસાઈકલ ઉપર આવેલા ચારેક શખ્સોએ તેમની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code