Homeગુજરાતીદેશ-વિદેશભૂપેન્દ્ર પટેલના હસ્તે ઓગણજ આંગણવાડી કેન્દ્ર-6 ખાતે બાળકોના વાલીઓને રાશન કિટનું વિતરણ

ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઓગણજ આંગણવાડી કેન્દ્ર-6 ખાતે બાળકોના વાલીઓને રાશન કિટનું વિતરણ

અમદાવાદ, 22 ઓક્ટોબર 2026: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવાકાર્યોના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના ઓગણજની આંગણવાડી કેન્દ્ર-૬ ખાતે બાળકોના વાલીઓને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે અને તેમના સ્વાસ્થ્યનું જતન થાય તે માટે આંગણવાડીમાં નોંધાયેલા બાળકોના વાલીઓને રાશન કિટ અર્પણ કરવામાં આવી હતી. બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતા આ સેવાકાર્ય દ્વારા બાળકલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત મ્યુનિસિપલ અધિકારીઓ, અગ્રણીઓ, કોર્પોરેટરો અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular