1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

લોકસભા ચૂંટણીઃ રાજકારણમાં પ્રવેશ કરવાનો બોલીવુડ અભિનેતા સંજ્ય દત્તનો ઈન્કાર

નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાનો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. દરમિયાન બોલીવુડના સુપર સ્ટાર સંજ્ય દત્ત લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવે તેવી અટકળો વહેતી થઈ હતી. દરમિયાન સંજય દત્તે આ અહેવાલોને નકારી કાઢ્યા છે અને તેને માત્ર અફવા ગણાવી છે. અભિનેતાએ કહ્યું કે તે કોઈપણ પાર્ટીમાં જોડાવો નથી. જો તે રાજકારણમાં આવશે તો તેની જાહેરાત તે પોતે […]

લોકસભા ચૂંટણીઃ યુવા અને શહેરી મતદારોને જોડવા માટે ચૂંટણીપંચે સોશિયલ મીડિયાની શક્તિનો લાભ લીધો

નવી દિલ્હીઃ દેશ 2024ની લોકસભાની ચૂંટણીઓ માટે તૈયારી કરી રહ્યો છે, ત્યારે ભારતીય ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘ટર્નિંગ 18’ અને ‘યુ આર ધ વન’ જેવા અનોખા અભિયાનો દ્વારા નાગરિકોને સામેલ કરવા માટે ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ની વ્યાપક થીમ અંતર્ગત એક રણનીતિ તરીકે એક અભિનવ યાત્રાની શરુઆત કરી છે. હાલમાં ઇસીઆઈ ફેસબુક, […]

ભારતમાલા પ્રોજેક્ટ હાઈવે પર ફાઈટર એરક્રાફ્ટ તેજસ, જેગુઆર, અને સુખોઈ-30નું ઉતરાણ

નવી દિલ્હીઃ ફાઈટર પ્લેન તેજસ, જેગુઆર અને સુખોઈ-30 સોમવારે રાજસ્થાનમાં ભારતમાલા પ્રોજેક્ટ હાઈવે 925A પર ઉતર્યા હતા. ભારત-પાકિસ્તાન બોર્ડર પર સાંચોર-બાડમેર જિલ્લાને અડીને આવેલા અગડવામાંથી પસાર થતા આ હાઈવે પર તેજસ પહેલું ઉતર્યું હતું. તેજસ સવારે લગભગ દસ વાગ્યે અહીં ઉતરાણ કર્યું હતું. આ પછી ફાઈટર જેટ જેગુઆર અને AN-32, C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને ફાઈટર સુખોઈ-30નું લેન્ડિંગ […]

ભ્રષ્ટાચારીઓ સામે કોઈપણ ભોગે કડક કાર્યવાહી કરવામાં આવશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છત્તીસગઢના પ્રવાસ દરમિયાન આજે જગદલપુર પહોંચ્યા હતા. અહીંથી તેઓ હેલિકોપ્ટર મારફતે અમાબલ ગામ પહોંચ્યા અને ભાજપની વિજય સંકલ્પ શંખનાદ રેલીને સંબોધિત કરી હતી. છત્તીસગઢમાં ચૂંટણીનો શંખનાદ કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચારીઓ સામે કોઈપણ ભોગે કડક કાર્યવાહી કરવામાં આવશે, આ મોદીની ગેરંટી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છત્તીસગઢે […]

મુસ્લિમ લીગવાળા કટાક્ષ પર પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી પંચ પહોંચી કૉંગ્રેસ, કાર્યવાહીની કરી માગણી

નવી દિલ્હી: કોંગ્રેસે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ તરફથી આપવામાં આવેલા નિવેદનોની ફરિયાદ ચૂંટણી પંચને કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના ઘોષણાપત્રને લઈને કહ્યુ હતુ કે આમા મુસ્લિમ લીગની છાપ જોવા મળી છે. હવે આની ફરિયાદને લઈને કોંગ્રેસ ચૂંટણી પંચના દરવાજે પહોંચી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે અજમેર અને સહારનપુરની […]

ED, CBI ચીફને હટાવવી માગણી સાથે ચૂંટણી પંચ બહાર ટીએમસીના ધરણાં, 10 ટીએમસી સાંસદોની અટકાયત

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગને લઈને ફરિયાદ કરવા માટે પહોંચેલા ટીએમસીના ઓછામાં ઓછા 10 સાંસદ ચૂંટણી પંચની બહાર ધરણા પર બેઠા. તેમા રાજ્યસભા અને લોકસભાના સાંસદ સામેલ છે. તેના થોડા સમય બાદ દિલ્હી પોલીસની ટીમ પહોંચી અને સાંસદોને કસ્ટડીમાં લીધા હતા. જાણકારી પ્રમાણે, ટીએમસી સાંસદોએ ચૂંટણી પંચ સમક્ષ માગણી કરી હતી કે કેન્દ્રીય […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં 7 મે મતદાનના દિવસે જાહેર રજા રહેશે, સરકારનો પરિપત્ર

અમદાવાદઃ દેશમાં લોકસભા 2024ની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પહેલા ચરણનું મતદાન 19 એપ્રિલના દિવસે થવાનું છે. આ વખતે પણ લોકસભા 2024ની ચૂંટણીનું સાત તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાતમાં ગુજરાતની 26 લોકસભા બેઠક અને વિધાનસભાની 5 બેઠક પર પેટાચૂંટણીનું મતદાન 7 મેએ ત્રીજા તબક્કામાં રોજ એક જ દિવસે થશે. ગુજરાત સરકારે 7 મેના લોકસભા 2024ની ચૂંટણી મતદાનને […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ ખંડેરમાં ફેરવાઈ

નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મિશને ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ, અલ-શિફાની મુલાકાત લીધી અને ત્યાંની પરિસ્થિતિને લઈ નિરિક્ષણ કર્યુ હતુ. WHOની ટીમને જાણવા મળ્યું કે, આ સૌથી મોટી હોસ્પિટલ છે જે એક સમયે આરોગ્ય સેવાઓની કરોડરજ્જુ હતી, તે રાખ થઈ ગઈ હતી અને ત્યાં ઘણા મૃતદેહો પડ્યા હતા. નોંધનીય છે કે, બે અઠવાડિયાના સૈન્ય […]

દિલ્હી એરપોર્ટ પર ન્યૂક્લિયર બોમ્બની ધમકી!, 2 એરેસ્ટ

નવી દિલ્હી: દિલ્હી પોલીસે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ન્યૂક્લિયર બોમ્બ લઈ જવાની ધમકી આપવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે. આરોપીઓએ સુરક્ષા તપાસ દરમિયાન ધમકી આપી હતી કે તેઓ ન્યૂક્લિયર બોમ્બ લઈ જઈ રહ્યા છે. તેના પછી ફ્લાઈટમાં દહેશત ફેલાય હતી. ઉતાવળે બંને પ્રવાસીઓને નીચે ઉતારી દેવામાં આવ્યા અને તેમને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યા […]

PM નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે ટિપ્પણી કરનાર સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી પર કરેલી ટિપ્પણીના મામલે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. સંજય સિંહે હવે ગુજરાતની નીચલી કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલનો સામનો કરવો પડશે. જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. નીચલી અદાલતે 2023માં અપરાધિક માનહાનિના કેસમાં સમન્સ જારી કર્યું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code