1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભારતઃ સ્પામ રોકવામાં નિષ્ફળ રહેતી ટેલિકોમ કંપનીઓને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ટેલિકોમ સેવા પ્રદાતાઓને ચેતવણી આપી છે કે જો તેઓ અનસોલિસિટેડ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ (UCC) અને SMS સાથે સંકળાયેલા સુધારેલા નિયમોનો અમલ કરવામાં નિષ્ફળ જાય તો તેમને 10 લાખ રૂપિયા સુધીના દંડની સજા ફટકારવામાં આવશે. ગ્રાહક સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના હેતુથી સરકાર દ્વારા આ ચેતવણી આપવામાં આવી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) […]

યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટરે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ પ્રવાસે છે. ફ્રાન્સની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચ્યાં હતા. અમેરિકામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ વચ્ચે બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર શ્રીમતી તુલસી […]

લખીમપુર નજીક ટ્રોલીની પાછળ કાર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ચારના મોત

લખનૌઃ લખીમપુર ખેરીના નિઘાસન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢખેરવા નિઘાસન સ્ટેટ હાઇવે પર હાજરા ફાર્મ પાસે એક કાર શેરડી ભરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ મિત્રોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે પંચર થયેલી ટ્રોલીનું સમારકામ કરી રહેલા એક મિકેનિકનો પણ આ અકસ્માતમાં જીવ ગયો હતો. ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા […]

‘ઇન્ડિયા ગોટ લેટેન્ટ’ વિવાદમાં સમય રૈના સહિત 30 લોકો સામે FIR દાખલ કરાઈ

મુંબઈઃ મહારાષ્ટ્ર સાયબર પોલીસે ‘ઇન્ડિયા ગોટ લેટેન્ટ’ કેસ અંગે એફઆઈઆર નોંધી છે. આ મામલે 30 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સાયબર પોલીસે ‘ઇન્ડિયા ગોટ લેટેન્ટ’ કેસ અંગે એફઆઈઆર નોંધી છે. એફઆઈઆરમાં નામ ધરાવતા તમામ લોકોને નોટિસ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરેકને તેમના નિવેદનો નોંધવા માટે બોલાવવામાં આવશે. મહારાષ્ટ્ર સાયબર પોલીસે યુટ્યુબને […]

બેડમિન્ટન એશિયા મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપમાં ભારતે મકાઉને 5-0થી હરાવ્યું

ગઈ આવૃત્તિના બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતે બુધવારે કિંગદાઓ સ્પોર્ટ્સ સેન્ટર કેન્સન જિમ્નેશિયમ ખાતે ગ્રુપ ડીમાં મકાઉને 5-0થી હરાવીને બેડમિન્ટન એશિયા મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપ 2025માં પોતાના અભિયાનની શરૂઆત કરી. આ શાનદાર વિજયથી ભારતનો નોકઆઉટ તબક્કામાં પ્રવેશ પણ નિશ્ચિત થઈ ગયો છે. 2023 ના બ્રોન્ઝ મેડલ વિજેતાઓ ગુરુવારે તેમના બીજા ગ્રુપ સ્ટેજ મેચમાં દક્ષિણ કોરિયા સામે ટકરાશે, […]

શનિવાર સુધીમાં બંધકો પાછા નહિ આવે તો ગાઝા યુદ્ધવિરામ સમાપ્ત થશે : ઇઝરાયલ

ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે, જો ગાઝામાં રાખવામાં આવેલા ઇઝરાયલી બંધકોને શનિવાર સુધીમાં પરત નહીં મોકલવામાં આવે તો હમાસ સાથેનો યુદ્ધવિરામ સમાપ્ત થઈ જશે અને ઇઝરાયલ ગાઝામાં “ભીષણ લડાઈ” ફરી શરૂ કરશે. એક વીડિયો સ્ટેટમેન્ટમાં, બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેમના કેબિનેટ મંત્રીઓએ બપોરે ચાર કલાક ચાલેલી બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપી હતી. […]

સંસદમાં વિપક્ષના સુત્રોચ્ચાર અને હંગામા મામલે અધ્યક્ષ ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હી: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગુરુવારે ગૃહમાં સૂત્રોચ્ચાર કરી રહેલા કોંગ્રેસના સભ્યોને કહ્યું કે તેમની પાર્ટીએ લાંબા સમય સુધી દેશ પર શાસન કર્યું છે અને હવે તેઓ “આયોજિત રીતે” હોબાળો કરીને સભ્યોના અધિકારો છીનવી લેવા માંગે છે. એક સમાચાર પર કોંગ્રેસ અને કેટલાક અન્ય વિપક્ષી પક્ષોના સભ્યો ગૃહમાં હોબાળો કરી રહ્યા હતા. ગૃહમાં પ્રશ્નકાળ […]

મહાકુંભમાં શ્રદ્ધાળુઓની પડી રહેલી અસુવિધાઓ મામલે અખિલેશ યાદવે સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર

લખનૌ: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે બુધવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર પ્રયાગરાજ પહોંચવામાં શ્રદ્ધાળુઓને પડી રહેલી અસુવિધા અંગે પ્રહારો કર્યા હતા, તેમજ કહ્યું કે શું રેલ મંત્રીએ 144 વર્ષ પછી મહાકુંભ માટે ત્રણ હજાર વિશેષ ટ્રેનો ચલાવવાનું વચન આપ્યું હતું? સમાજવાદી પાર્ટીના વડાએ […]

ભારત ન્યૂ યોર્ક ખાતે સામાજિક વિકાસ આયોગના 63મા સત્રમાં સામેલ

ભારતે 10 થી 14 ફેબ્રુઆરી, 2025 દરમિયાન ન્યુ યોર્ક, યુએસએ ખાતે યોજાયેલા સામાજિક વિકાસ આયોગ (CSoCD)ના 63મા સત્રમાં ભાગ લીધો હતો. આ સહભાગિતાનું નેતૃત્વ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુરે કર્યું હતું. આ સત્રનો ઉદ્દેશ્ય સામાજિક વિકાસ પડકારોને દબાવવા પર ચર્ચાઓ અને સહયોગને પ્રોત્સાહન આપવાનો હતો, જેમાં સમાવિષ્ટ સામાજિક નીતિઓને […]

યુપીના લખનૌમાં લગ્ન સમારંભમાં દીપડો ઘૂસી આવતા દુલ્હા-દુલ્હન જીવ બચાવવા ભાગ્યા

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના બુદ્ધેશ્વર વિસ્તારમાં એક લગ્ન સમારોહમાં યોજાઈ રહ્યો હતો દરમિયાન અચાનક એક દીપડો ધુસી આવતા નાસભાગ મચી ગઈ હતી. વરરાજા કલાકો સુધી પોતાની કારમાં અટવાયેલા રહ્યા હતા, વન વિભાગે ભારે જહેમત બાદ દીપડાને પકડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.. સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવે આ ઘટના પર સરકારની ટીકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code