1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

અમદાવાદમાં બે જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા, 13 સ્થળો ઉપર સર્ચ-સર્વે

આઈટીના 75થી વધારે અધિકારીઓ દરોડામાં જોડાયાં પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ-સર્વેની કામગીરી હાથ ધરાઈ દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવવાની આશા અમદાવાદઃ ગુજરાતમાં આવકવેરા વિભાગે ફરી એકવાર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાજમાં જાણીતા બે જૂથ ઉપર દરોડા પાડ્યાં હતા. ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા જૂથ ઉપર દરોડાને પગલે આ વ્યવસાય સાથે જોડાયેલા અન્ય જૂથના સંચાલકોમાં […]

યૂટ્યૂબે એક માસમાં ભારતમાં ડિલીટ કર્યા 22 લાખ વીડિયો, બંધ કરી 2 કરોડ ચેનલ

નવી દિલ્હી: ગૂગલના વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યૂટ્યૂબે મોટી કાર્યવાહી કરીને પોતાના પ્લેટફોર્મ પરથી 22.5 લાખ વીડિયોને ડિલીટ કર્યા છે.યૂટ્યૂબે આ કાર્યવાહી ઓક્ટોબરથી ડિસેમ્બર, 2023 વચ્ચે કરી છે. યૂટ્યૂબ દ્વારા કહેવામાં આવ્યું છે કે કમ્યુનિટી ગાઈડલાઈનના ઉલ્લંઘનના કારણે આ વીડિયોને ડિલીટ કરવામાં આવ્યા છે. વૈશ્વિક સ્તરે યૂટ્યૂબે 90 લાખ વીડિયો સામે આવી કાર્યવાહી કરી છે. રિપોર્ટ […]

નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)ના મહાનિર્દેશક તરીકે IPS સદાનંદ વસંતની નિમણુંક

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા મોટા વહીવટી ફેરબદલમાં, IPS અધિકારી સદાનંદ વસંતને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત IPS પિયુષ આનંદને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના ડીજી બનાવવામાં આવ્યા છે. બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા આ નિમણૂકો સંબંધિત એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. IPS રાજીવ કુમાર શર્માને […]

ઈડીની કસ્ટડીમાં રહેલા દિલ્હીના સીએમ કેજરીવાલની તબિયત લથડી, સુગર લેવલ 46 સુધી ઘટયું

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે. સૂત્રો મુજબ, ઈડી કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે. તેમનું સુગર લેવલ ઉપર-નીચે થઈ રહ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સુગર લેવલ 46 સુધી ઘટયું છે. ડૉક્ટરોનું કહેવું છે કે સુગર લેવલનું આટલું નીચે જવું ઘણું ખતરનાક છે. આ પહેલા બુધવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે […]

કેજરીવાલ પર અમેરિકાની પ્રતિક્રિયાથી નારાજ થયું ભારત, MEAએ અમેરિકાના રાજદૂતને 45 મિનિટ પુછયા સવાલ

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર અમેરિકાની ટીપ્પણીને લઈને ભારતે આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. કેજરીવાલ પર ટીપ્પણી બાદ ભારતે બુધવારે દિલ્હીમાં અમેરિકાના દૂતાવાસના કાર્યવાહક ઉપપ્રમુખ ગ્લોરિયા બર્બેનાને તલબ કર્યા હતા. ગ્લોરિયા સાથે વિદેશ મંત્રાલયના અધિકારીઓની બેઠક લગભગ 40થી 45 મિનિટ ચાલી હતી. તે દરમિયાન ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે આ આંતરિક […]

દિલ્હી લીકર પોલીસી પ્રકરણમાં EDના પંજાબ અને ચંદીગઢમાં અનેક સ્થળો ઉપર દરોડા

નવી દિલ્હીઃ ઈડીએ દિલ્હીની લીકર પોલીસી કોંભાડમાં તપાસને વધારે વેગવંતી બનાવી છે. દરમિયાન આજે ઈડી દ્વારા પંજાબ અને ચંદીગઢમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઈડીની કાર્યવાહીમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ ઈડીની કાર્યવાહીને પગલે લીકર પોલીસીમાં સંડોવાયેલા લોકોમાં ફફટાડ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમોએ આજે પંજાબ […]

મુસ્લિમ વોટ માટે ઈઝરાયલી પીએમ નેતન્યાહૂ સાથે સંબંધ તોડી રહ્યા છે અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન!

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેન અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની વચ્ચેના સંબંધ સોમવારે ગાઝાપટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે સૌથી નીચલા સ્તરે પહોંચી ગાય છે અને અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવને લઈને ઈઝરાયલમાં ભારે નારાજગી છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાએ ગાઝા યુદ્ધવિરામ પ્રસ્તાવને પારીત થવા દીધો છે, તેને લઈને ઈઝરાયલ તરફથી અમેરિકાને લઈને આકરી પ્રતિક્રિયા આવી છે અને ઈઝરાયલી […]

IPL 2024: ધીમી ઓવર રેટના કારણે શુભમન ગિલને રૂ. 12 લાખનો દંડ

બેંગ્લુરુઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં મંગળવારે ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) સામેની મેચ દરમિયાન ધીમી ઓવર રેટ માટે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આઇપીએલે  જણાવવામાં આવ્યું હતું કે, “આઇપીએલની આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર રેટના ગુનાને લગતો આ સીઝનનો શુભમન ગિલની ટીમનો પ્રથમ ગુનો હતો, તેથી કેપ્ટનને રૂ. […]

અન્ય પુરુષ સાથે પત્ની દ્વારા સંબંધ બનાવવો ગુનો નથી, હાઈકોર્ટે આવું શા માટે કહ્યું?

જયપુર: રાજસ્થાનમાં એક પતિએ પોતાની પત્નીના અપહરણની ફરિયાદ  કરી હતી. પરંતુ જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો તો પત્નીએ કહ્યું કે તેનું કોઈએ અપહરણ કર્યું નથી. પરંતુ તે પોતાની મરજીથી તે શખ્સ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહે છે, કે જેની વિરુદ્ધ તેના પતિએ મામલો નોંધાવ્યો છે. આના પર રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું છે કે આ કોઈ ગુનો નથી. […]

યુપીના મુરાદાબાદ પર મહાગુંચવાડો: હવે સમાજવાદી પાર્ટીએ રુચિ વીરાને નામાંકન કરવાથી રોક્યા, એસ.ટી. હસનના બદલે ફાઈનલ થયું હતું નામ

મુરાદાબાદ: સમાજવાદી પાર્ટીમાં મુરાદાબાદ બેઠકને લઈને સતત અસમંજસતા બનેલી છે. સૂત્રો મુજબ, હવે પાર્ટીએ આઝમખાન ખેમાની રુચિ વીરાને નામાંકન કરવાથી રોક્યા છે. મંગળવારે સાંજે પાર્ટીએ રુચિ વીરાને આજે નામાંકન કરવાનું કહ્યું હતું. જ્યારે એસટી હસન ગઈકાલે બપોરે જ મુરાદાબાદથી નામાંકન દાખલ કરી ચુક્યા છે. રુચિ વીરાના નામ બાદ મુરાદાબાદમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ મોટો વિરોધ કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code