1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

યુપીના મુરાદાબાદ પર મહાગુંચવાડો: હવે સમાજવાદી પાર્ટીએ રુચિ વીરાને નામાંકન કરવાથી રોક્યા, એસ.ટી. હસનના બદલે ફાઈનલ થયું હતું નામ

મુરાદાબાદ: સમાજવાદી પાર્ટીમાં મુરાદાબાદ બેઠકને લઈને સતત અસમંજસતા બનેલી છે. સૂત્રો મુજબ, હવે પાર્ટીએ આઝમખાન ખેમાની રુચિ વીરાને નામાંકન કરવાથી રોક્યા છે. મંગળવારે સાંજે પાર્ટીએ રુચિ વીરાને આજે નામાંકન કરવાનું કહ્યું હતું. જ્યારે એસટી હસન ગઈકાલે બપોરે જ મુરાદાબાદથી નામાંકન દાખલ કરી ચુક્યા છે. રુચિ વીરાના નામ બાદ મુરાદાબાદમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ મોટો વિરોધ કર્યો […]

મધ્યપ્રદેશમાં મહિલાનું ચીરહરણ, 4 મહિલાઓએ જ ઉતાર્યા પીડિતાના તન પરથી કપડાં!

ઈન્દૌર: મધ્યપ્રદેશના ઈન્દૌરમાં મહિલાઓની બર્બરતાનો વીડિયો સામે આવ્યો છે. ઈન્દૌરના ગૌતમપુરા ગામની ચાર મહિલાઓએ એક મહિલાને ખરાબ રીતે માર માર્યો છે મારપીટ બાદ મહિલાઓએ તેના કપડાં પણ ફાડી નાખ્યા છે. કારણ માત્ર એટલું હતું કે ગત દિવસોમાં પીડિતા પોતાની સાથે આરોપી મહિલાની સાસુને મંદસૌર લઈ ગઈ હતી. તેના પછથી આરોપી લક્ષ્મી ઘણી નારાજ હતી અને […]

બિહારઃ હોળી સ્પેશિયલ ટ્રેનના એસી કોચમાં આગ, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી

પટણાઃ બિહારના ભોજપુરમાં હોળી સ્પેશિયલ ટ્રેન (01410)ના એસી કોચ (M-9)માં અચાનક આગ ફાટી નીકળી હતી. ટ્રેનની સ્પીડ ઓછી હોવાને કારણે કેટલાક મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ દૂર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે, રેલવેનો દાવો છે કે, જે એસી કોચમાં આગ લાગી તેમાં કોઈ મુસાફરો નહોતા. દાનાપુરથી લોકમાન્ય તિલક (મુંબઈ) જતી […]

અમારા નેતાઓ પર પણ એક્શન, શા માટે આપીએ સાથ: કેજરીવાલ વિરુદ્ધ ઉતરી ઉત્તર પંજાબ કૉંગ્રેસ

ચંદીગઢ: આમ આદમી પાર્ટી સાથે પંજાબમાં ગઠબંધનનો ઈન્કાર કરનારી કોંગ્રેસનું પ્રદેશ યુનિટ હવે અરવિંદ કેજરીવાલના સમર્થનના પણ પક્ષમાં નથી. પંજાબ કોંગ્રેસનું કહેવું છે કે ઈડીની કસ્ટડીમાં ગયેલા અરવિંદ કેજરીવાલને સપોર્ટ કરવો જોઈએ નહીં. બંને પક્ષો પંજાબમાં તમામ 13 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે અને દિલ્હી 4-3ની સમજૂતી થઈ છે. આ પ્રકારે આમ આદમી પાર્ટી […]

જમ્મુ-કાશ્મીરમાંથી સુરક્ષા દળોને પરત બોલાવવા વિચારણા કરાશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં સશસ્ત્ર બળ અધિનિયમને હટાવવાની વિચારણા કરશે. એક સાક્ષાત્કાર દરમિયાન તેમણે કહ્યું કે, સરકાર અહીંથી જવાનોને પાછા બોલાવવા અને કાનૂન વ્યવસ્થાને જમ્મુ-કાશ્મીર પોલીસ પર છોડવાની યોજના બનાવી રહી છે. હાલ જમ્મુ-કાશ્મીર પોલીસ વિવિધ ઓપરેશનોનું નેતૃત્વ કરી રહી છે. એએફએસપીએ સશસ્ત્ર દળોના જવાનોને અધિકાર આપે […]

ચૂંટણી પહેલા નક્સલવાદ પર મહાપ્રહાર, છત્તીસગઢ એન્કાઉન્ટરમાં 6 નક્સલીઓ ઠાર

બીજાપુર: લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના બીજાપુરમાં જવાનો અને નક્સલીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે. આ અથડામણમાં જવાનોએ ગોળીબાર કરતા 6 નક્સલીઓ ઠાર થયા છે. આ ઘટનાની પુષ્ટિ એસપી જીતેન્દ્રકુમાર યાદવે કરી છે. છત્તીસગઢના બીજાપુરના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષાદળોની ટીમમાં કોબરા 210, 205 અને સીઆરપીએફ 229 બટાલિયન […]

Delhi Excise Policy Case: સીએમ કેજરીવાલને હાઈકોર્ટમાંથી આંચકો, રિમાન્ડને પડકારતી અરજી પર સુનાવણી ટળી

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ઈડી દ્વારા એરેસ્ટ કરાયેલા અને દિલ્હી ઉત્પાદ શુલ્ક નીતિ મામલામાં તેમને ઈડીની કસ્ટડીમાં મોકલવાના ટ્રાયલ કોર્ટના આદેશ વિરુદ્ધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી ટાળી દીધી છે. ઈડીનો દાવો હતો કે કેજરીવાલ દિલ્હી ઉત્પાદ શુલ્ક નીતિ ગોટાળા મામલામાં મુખ્ય ષડયંત્રકારી હતા. મામલામાં ઈડીની મની લોન્ડ્રિંગ તપાસ સીબીઆઈ દ્વારા 17 ઓગસ્ટ, 2022ના […]

ચૈત્ર નવરાત્રિનો 9મી એપ્રિલથી પ્રારંભ, જાણો ઘટસ્થાપના અને કલશ સ્થાપના મૂહૂર્ત

ધાર્મિક ગ્રંથો અનુસાર માતા દુર્ગા નવરાત્રિના નવ દિવસ ભક્તોની વચ્ચે ધરતી પર નિવાસ કરે છે. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલ 2024 થી શરૂ થઈ રહી છે, તે રામ નવમી પર સમાપ્ત થશે. આ વખતે ચૈત્ર નવરાત્રિ પર માતાજી ઘોડા પર સવાર થઈને આવશે. […]

ભારતીય તટરક્ષક દળનું જહાજ સમુદ્ર પહેરેદાર ફિલિપાઇન્સનાં મનિલાની ખાડીમાં પહોંચ્યું

નવી દિલ્હીઃ ભારતીય તટરક્ષક દળનું જહાજ સમુદ્ર પહેરેદાર, એક વિશિષ્ટ પ્રદૂષણ નિયંત્રણ જહાજ, ત્રણ દિવસની મુલાકાતે 25 માર્ચ, 2024ના રોજ ફિલિપાઇન્સના મનિલાની ખાડીમાં પહોંચ્યું. વિશિષ્ટ પ્રદૂષણ નિયંત્રણ જહાજોની યાત્રા એક વ્યાપક પહેલનો ભાગ છે, જેનો ઉદ્દેશ આઇસીજી દરિયાઇ પ્રદૂષણ પ્રતિભાવ ક્ષમતાઓનું પ્રદર્શન કરવાનો છે તથા ફિલિપાઇન્સ કોસ્ટ ગાર્ડ (પીસીજી) સાથે દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવા ઉપરાંત […]

ટ્રાઇએ ‘મશીન-ટુ-મશીન કમ્યુનિકેશન્સ માટે એમ્બેડેડ સિમના ઉપયોગ’ પર ભલામણો જાહેર કરી

નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ આજે ‘મશીન-ટુ-મશીન (એમ2એમ) કમ્યુનિકેશન્સ માટે એમ્બેડેડ સિમનો ઉપયોગ’ પર ભલામણો જાહેર કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) એ 9 નવેમ્બર, 2021ના રોજ તેના પત્ર દ્વારા, એમ2એમ કોમ્યુનિકેશન્સ માટે એમ્બેડેડ સિમના ઉપયોગ અંગે ટ્રાઇ એક્ટ, 1997 હેઠળ ટ્રાઇની ભલામણો માંગી હતી. આ સંદર્ભમાં, ટ્રાઇએ હિતધારકો પાસેથી ટિપ્પણીઓ / […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code