1. Home
  2. ગુજરાતી
  3. મધ્યપ્રદેશમાં મહિલાનું ચીરહરણ, 4 મહિલાઓએ જ ઉતાર્યા પીડિતાના તન પરથી કપડાં!
મધ્યપ્રદેશમાં મહિલાનું ચીરહરણ, 4 મહિલાઓએ જ ઉતાર્યા પીડિતાના તન પરથી કપડાં!

મધ્યપ્રદેશમાં મહિલાનું ચીરહરણ, 4 મહિલાઓએ જ ઉતાર્યા પીડિતાના તન પરથી કપડાં!

0
Social Share

ઈન્દૌર: મધ્યપ્રદેશના ઈન્દૌરમાં મહિલાઓની બર્બરતાનો વીડિયો સામે આવ્યો છે. ઈન્દૌરના ગૌતમપુરા ગામની ચાર મહિલાઓએ એક મહિલાને ખરાબ રીતે માર માર્યો છે મારપીટ બાદ મહિલાઓએ તેના કપડાં પણ ફાડી નાખ્યા છે. કારણ માત્ર એટલું હતું કે ગત દિવસોમાં પીડિતા પોતાની સાથે આરોપી મહિલાની સાસુને મંદસૌર લઈ ગઈ હતી. તેના પછથી આરોપી લક્ષ્મી ઘણી નારાજ હતી અને તેણે પોતાની સહેલીઓ સાથે મળીને મહિલા સાથે ક્રૂરતા આચરી હતી. ઘટનાનો વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં ચાર મહિલાઓ મારપીટ કરીને એક મહિલાના કપડાં ફાડતી જોવા મળી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ જ્યારે આની જાણકારી પોલીસ પાસે પહોંચી, તો ચારેય મહિલાઓને એરેસ્ટ કરીને અલગ-અલગ કલમો હેઠળ મામલો નોંધ્યો છે

પોલીસ મુજબ, ઘટના ઈન્દૌરના ગૌતમપુરા ગામના નિર્મલ ગામ બછોડની હોવાનું જણાવાય રહ્યું છે. જ્યાં રહેતી લક્ષ્મી નામની મહિલાએ ત્રણ અન્ય મહિલાઓ સાથે મળીને પીડિતાને ખરાબ રીતે માર માર્યો. મામલો માત્ર એટલો હતો કે લક્ષ્મીની સાસુને કેટલાક દિવસો પહેલા પીડિતા દ્વારા મંદસૌર લઈ જવામાં આવી હતી. આ વાતને લઈને લક્ષ્મી ઘણાં દિવસોથી પીડિતાથી નારાજ હતી.

સોમવારે લક્ષ્મી પોતાની અન્ય ત્રણ મહિલા સાથીઓ સાથે પીડિતાના ઘરે ગઈ અને પહેલા તેને દંડાથી મારતા નીચે ઘસડી લાવી અને પછી ચારેય મહિલાઓએ પીડિતાને નગ્ન કરી હતી. તેને ગામમાં ઘણાં કલાકો સુધી ફેરવવામાં આવી. વીડિયો વાયરલ થયા બાદ ગૌતમપુરા પોલીસે તમામ મહિલાઓની વિરુદ્ધ 354(એ) અને 452 સહીત અન્ય કલમો હેઠળ મામલો નોંધ્યો છે.

ત્યારે ગૌતમપુરા પોલીસનું માનીએ તો પીડિતા અને લક્ષ્મીનો વિવાદ માત્ર લક્ષ્મીના સાસુને અન્ય શહેરમાં લઈ જવાની વાતને લઈને હતો. પરંતુ ઘટના ચાર માસ પહેલાની હતી, જ્યારે પીડિતા દ્વાર લક્ષ્મીની સાસુને મંદસૌર લઈ જવામાં આવ્યા હતા. આ વાતને લઈને લક્ષ્મી ઘણાં દિવસથી નારાજ હતી અને અદાવત રાખીને સોમવારે બનેલી આ ઘટનામાં માનવતાને શર્મસાર કરવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code