1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદઃ સરકારી બાબુઓ સામે પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, 1330 અધિકારી-કર્મચારી દંડાયા

અમદાવાદ, 3 જાન્યુઆરી 2026 : શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ કમિશનર દ્વારા એક અભૂતપૂર્વ અને અત્યંત કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સામાન્ય જનતાને શિસ્તના પાઠ ભણાવતા પહેલા સરકારી તંત્ર પોતે જ શિસ્તબદ્ધ બને તે હેતુથી શહેરની તમામ સરકારી કચેરીઓ પર ટ્રાફિક પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. આ ડ્રાઈવમાં હેલ્મેટ વગર ફરતા […]

NTPCએ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે MoA કર્યા

અમદાવાદ 03 જાન્યુઆરી 2026: NTPC લિમિટેડ – પશ્ચિમ ક્ષેત્ર-I મુખ્યાલય, મુંબઈએ રેડિયોથેરાપી સેવાઓને અપગ્રેડ કરવા માટે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) સાથે કરાર (MoA) પર હસ્તાક્ષર કર્યા છે. આ CSR પહેલ હેઠળ NTPCએ અમદાવાદમાં GCRIના સિદ્ધપુર સેટેલાઇટ સેન્ટરમાં રેડિયોથેરાપી સેવાઓને અપગ્રેડ કરવા માટે રૂ. 23.16 કરોડ મંજૂર કર્યા છે. આ સહાયનો ઉપયોગ હાઇ-એનર્જી લાઇનર […]

અમદાવાદ ખાતે વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ

અમદાવાદ 03 જાન્યુઆરી 2026: રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ આકસ્મિક દરોડા પાડીને ગેરકાયદેસર – બનાવટી દવાના વેચાણ સાથે સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ ખાતે વગર પરવાને દવાના વેચાણ અર્થે સંગ્રહ કરવામાં આવેલ આશરે રૂ. 40 લાખથી વધુની કિંમતની દવાઓ જપ્ત કરવામાં આવી છે. આ […]

ગુજરાતમાં ટાઢોડું: પારો 4 ડિગ્રી ગગડ્યો, નલિયા સૌથી ઠંડુ નગર બન્યું

અમદાવાદ, 3 જાન્યુઆરી 2026 : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં આવેલા પલટાને કારણે ઠંડીના જોરમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી જેટલું નીચું જતાં વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ વધતા જનજીવન પ્રભાવિત થયું છે. […]

ગુજરાતઃ જૈવિક હુમલાના ષડયંત્રની તપાસ હવે NIA કરશે

અમદાવાદ, 3 જાન્યુઆરી 2026: ગુજરાતમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ (ISKP) ના મોડ્યુલ દ્વારા આચરવામાં આવનાર ભયાનક આતંકી કાવતરાના કેસમાં હવે કેન્દ્રીય તપાસ એજન્સી NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) એ વિધિવત રીતે તપાસનો દોર સંભાળી લીધો છે. નવેમ્બર 2025 માં ગુજરાત એટીએસ (ATS) દ્વારા ઝડપાયેલા ત્રણ આતંકીઓના મનસૂબા એટલા ખતરનાક હતા કે જાણીને સુરક્ષા એજન્સીઓ પણ […]

જીવનની ચમક: સુરક્ષિત ભવિષ્ય અને સુખદ નિવૃત્તિ માટે એન્ડોવમેન્ટ પ્લાન

Endowment plan for a secure future ગુજરાતના હૃદય સમાન અમદાવાદ શહેરમાં, સાબરમતી નદીના શાંત કિનારે એક નાનું પણ સ્નેહથી ભરેલું મકાન હતું. આ મકાનમાં રહેતા હતા રાજુ અને તેમનો પરિવાર. રાજુ, જેની ઉંમર બત્રીસ વર્ષની હતી, તે એક મધ્યમ વર્ગીય કુટુંબનો આધારસ્તંભ હતો. એક નાની ફાર્મસી ચલાવીને તે માસિક પચ્ચીસ હજાર રૂપિયા કમાતો હતો. તેની […]

સાયબર માફિયાઓએ નિવૃત ભૂસ્તરશાસ્ત્રીને ડિજિટલ એરેસ્ટ કરી 40 લાખ પડાવ્યા

ગાંધીનગર,2 જાન્યુઆરી 2026: Cyber ​​mafia digitally arrests retired geologist and extorts Rs 40 lakh ગુજરાત સરકાર ઢોલ પીટીને સાયબર માફિયા સામે લોકોને જાગૃત કરી રહી છે, છતાંયે ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાની ચૂંગાલમાં ફસાય રહ્યા છે. ગાંઘીનગરમાં રહેતા નિવૃત ભૂસ્તરશાસ્ત્રીને સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા 40 લાખ પડાવ્યા છે. સાયબર પોલીસે ગુનો નોંધીને વધુ […]

બગદાણા ઘટના અંગે કોંગ્રેસના આક્ષેપ ભાજપે ફગાવ્યાઃ જુઓ વીડિયો

ભાવનગર, 2 જાન્યુઆરી, 2026 – Bagdana incident મહુવાના બગદાણામાં યુવાન નવનીત બાલધિયા પર થયેલા હિચકારા હુમલાની ઘટનાના પડઘા હવે સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. આ મામલે રાજકીય ગરમાવો વધ્યો છે અને કોંગ્રેસના આક્ષેપનો ભાજપના મુખ્ય પ્રવક્તાએ જવાબ આપ્યો છે. બીજી તરફ પૂર્વ મંત્રીઓ અને કોળી સમાજના અગ્રણીઓ પીડિતના ખબર-અંતર પૂછવા મહુવાની હનુમંત હોસ્પિટલે દોડી આવ્યા હતા. […]

સમય પ્રમાણે પરિવર્તનનો સિદ્ધાંત આ શતાયુ પુસ્તક પ્રકાશન સંસ્થાએ બરાબર અપનાવ્યો છે

[અલકેશ પટેલ] અમદાવાદ, 2 જાન્યુઆરી, 2026 – The century-old Gujarati book publishing house શ્રીમદ ભગવદ ગીતાનું ધ્રુવ વાક્ય- પરિવર્તન સંસારનો નિયમ છે– એ આમ તો માનવમાત્રએ અપનાવવા જેવું છે, પરંતુ બધા નથી આપનાવી શકતા. જે અપનાવે છે તે પ્રગતિના પંથે સતત આગળ વધતા રહે છે અને જે નથી અપનાવતા એ ઠેરના ઠેર રહે છે. આ નિયમ […]

અમદાવાદમાં દધિચિ બ્રિજ પર રોડની સપાટી ઉખડી જતા સળિયા દેખાયા

અમદાવાદ, 2 જાન્યુઆરી 2026: Rods were seen eroding the road surface on Dadhichi Bridge in Ahmedabad શહેરમાં સુભાષ બ્રિજ પર તિરોડા પડ્યા બાદ આશ્રમ રોડ પરના ઈન્કમટેક્સ ઓવરબ્રિજ પર જોઈન્ટ ખૂલી જવાની ઘટના બાદ દધિચિ બ્રિજ પર રોડની સપાટી ઉખડી જતા લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે. શહેરના વાડજ વિસ્તારને જોડતો 14 વર્ષ જૂનો મહર્ષિ દધીચિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code