1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વડોદરામાં પોલીટેકનિક પાસે એસટી બસ પર તોતિંગ વૃક્ષ ધડાકા સાથે તૂટી પડ્યું

યુનિવર્સિટી હોસ્ટેલના વિદ્યાર્થીઓ બહાર દોડી આવી ફાયરબ્રિગેડને જાણ કરી, ઝાડ પડવાને કારણે રોડ પરથી પસાર થતા બે ટુ વ્હીલરચાલકો પણ ઘવાયા, રોડ બ્લોક થતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા વડાદરાઃ આફત ક્યારેય કહીને નથી આવતી, ત્યારે શહેરમાં એસટી બસ પસાર થઈ રહી હતી તે સમયે જ એક તોતિંગ ઝાડ એસટી બસ પર તૂટી પડ્યુ હતું. જોકે આ […]

સુરતથી યુપી, બિહાર અને ઝારખંડ જતી ટ્રેનોમાં દિવાળી અને છઠ્ઠના તહેવારોને લીધે બુકિંગ ફુલ

પરપ્રાંતના લોકોએ મહિનાઓ પહેલા જ બુકિંગ કરાવી દીધું, દિવાળી-છઠની 15 સ્પેશિયલ ટ્રેનો પણ પેક, પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા 15 દિવસમાં વધુ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરાશે સુરતઃ દિવાળીના તહેવારોને દોઢ મહિના જેટલો સમય બાકી છે, તેમજ યુપી, બિહાર સહિત રાજ્યોમાં છઠ્ઠના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. તેથી શહેરમાં રોજગાર-ધંધામાં સ્થાયી થયેલા બિહાર, યુપી અને ઝારખંડ સહિતના રાજ્યોના […]

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં કાલે બુધવારથી રવિવાર સુધી ભારે વરસાદની આગાહી

સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા, દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના, રાજ્યમાં નવરાત્રી દરમિયાન પણ વરસાદ પડવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 12 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. રાજ્યમાં ચોમાસાની સીઝનનો કૂલ 91.15 ટકા વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે આવતી કાલ બુધવારથી 7 સપ્ટેમ્બરને રવિવાર સુધી […]

અમદાવાદના 60થી વધુ પદયાત્રી સંઘો ભાદરવી પૂનમના દર્શન માટે અંબાજી જવા રવાના

પદયાત્રીઓ માટે હિંમતનગર સુધી 100થી વધુ કેમ્પ કાર્યરત, અંબાજી સુધી કુલ 250 ટેન્ટ, 30 મોબાઇલ ટોઇલેટ, 15 ભંડારા માટે ટેન્ટ શરૂ થયા, વ્યાસવાડી સંઘ અને લાલ દંડાવાળો સંઘ પણ અંબાજી જવા રવાના અમદાવાદઃ ભાદરવી પૂનમને હવે ચાર-પાંચ દિવસ બાકી રહ્યા છે, ત્યારે અનેક પગપાળા સંઘો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. અમદાવાદમાંથી 60 જેટલા સંઘો […]

અમદાવાદના સરખેજમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેકટરી પકડાઈ

પોલીસે બોટલો, કેમિકલ, મોટા બેરલો અને દારૂની કંપનીનાં સ્ટીકરો જપ્ત કર્યા, બોટલો પર બ્રાન્ડેડ કંપનીઓના રેપર લગાવીને નકલી દારૂ ભરી વેચાણ કરતા હતા, ત્રણ મહિનાથી મકાન ભાડે લઈને દારૂ બનાવવામાં આવતો હતો અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાયે રોજબરોજ લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડાય છે. બુટલેગરો હવે પરપ્રાંતમાંથી વિદેશી દારૂ લાવવાને બદલે બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર લગાવીને […]

અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટના થાંભલામાં વીજ કરંટથી યુવાનના મોતના કેસમાં કોન્ટ્રાકટર સામે FRI

એએમસીએ સ્ટ્રીટ લાઈટના પોલના મેઈન્ટેનન્સ માટે કોન્ટ્રાકટ આપેલો છે, સ્ટ્રીટ લાઈટના થાંભલાને અર્થિંગ આપવા સહિત અન્ય સુરક્ષા નહોતી, સ્ટ્રીટ લાઈટ અંગે મ્યુનિને મહિનામાં 5000થી વધુ ફરિયાદો છતાંયે પગલાં ન લેવાયા અમદાવાદઃ શહેરમાં સ્ટ્રીટ લાઈટ્સના મેન્ટેનન્સ માટે મ્યુનિ.કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ આપેલો છે. ત્યારે શહેરના ઘી કાંટા વિસ્તારમાં દૂધવાળી પોળ પાસે અઢી મહિના પહેલા વરસાદમાં સ્ટ્રીટ લાઈટના પોલમાં […]

અમદાવાદમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 2.56 કરોડનું સોનું પકડાયું

દુબઇથી ઇન્ડિગો ફ્લાઈટમાં પ્રવાસી 65 કિલો સોનાની પેસ્ટ મોજાંમાં છુપાવી આવ્યો હતો, કસ્ટમ વિભાગે એક પુરુષ અને બે મહિલા સહિત કુલ 3 પ્રવાસીની ધરપકડ કરી, કસ્ટમ એક્ટ 1962 હેઠળ તમામ મુદ્દામાલ જપ્ત કરાયા અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓ પાસેથી સોનું પકડવાના બનાવો અવારનવાર બને છે. ખાસ કરીને દૂબઈથી આવતી […]

રાજકોટ-ગોંડલ હાઈવે પર એસટી બસે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત

બાઇક ચાલકનું હેલ્મેટ પહેરવા છતાં માથું ફાટી ગયું, અકસ્માત બાદ એસટી બસ ડ્રાઈવર ફરાર, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી, રાજકોટઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે રાજકોટ-ગોંડલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર. ભરૂડી ગામના પાટિયા નજીક એસટી બસે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક […]

મુખ્યમંત્રીનો સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વર્ષો જૂના કેસનો ઉકેલ

જનતા અને શાસન વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવતી ગુજરાત સરકાર, મહુવાના ભરતભાઈનો જમીન માલિકીનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાઈ ગયો, છેલ્લા4 વર્ષમાં  સ્વાગતના માધ્યમથી  2,39,934 ફરિયાદોનું સફળતાપૂર્વક નિવારણ ગાંધીનગરઃ ગુજરાત સરકાર છેલ્લા બે દાયકામાં જનતા અને શાસન વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવતી વિવિધ પહેલોને અમલી બનાવવામાં મોખરે રહી છે. સુશાસનને પ્રોત્સાહિત કરનારી આવી જ એક પહેલ છે- SWAGAT એટલે કે […]

ગુજરાતમાં ઓગસ્ટ માસ દરમિયાન રૂ. 1.8 કરોડનો 46 ટન અખાદ્ય વસ્તુઓનો જથ્થો જપ્ત કરાયો

જપ્ત કરાયેલા ખાદ્ય જથ્થામાં ઘી, પામ ઓઈલ અને કુકીંગ મીડિયમ સામેલ, ભેળસેળયુક્ત અને ડુપ્લિકેટ ખોરાક વેચનારા સામે સતત કડક કાર્યવાહી કરાશે, તંત્ર દ્વારા ખાદ્ય ચીજ-વસ્તુઓના કુલ 28નમૂનાઓ લઈને પરીક્ષણ માટે મોકલાયા ગાંધીનગરઃ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ સામે દરોડા સહિતની કામગીરી કરવામાં આવે છે. નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code