1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ભાવનગરના કોળિયાક હાઈવે પર તોતિંગ વૃક્ષ બોલેરો કાર પર તૂટી પડ્યુ, પ્રવાસીઓનો બચાવ

બોલેરો કાર વૃક્ષ નીચે દબાઈ ગઈ, બોલેરો કારમાંથી 8 પ્રવાસીને બહાર કઢાયા, હાઈવે દોઢ કલાક સુધી બંધ રહેતા ટ્રાફિકજામ સર્જાયો ભાવનગરઃ શહેર નજીક કોળીયાક-હાથબ હાઈવે પર બોલેરો કાર પસાર થઈ રહી હતી. ત્યારે રોડ સાઈડ પરનું એક તોતિંગ વૃક્ષ બોલેરો કાર પર તૂટી પડ્યુ હતુ. આ દુર્ઘટના સમયે બોલેરા કારમાં સવાર આઠ પ્રવાસીઓ કારમાં દબાયા […]

રાજકોટમાં સોની બજારમાંથી પકડાયેલા 3 આતંકીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

એટીએસએ જુલાઈ 2023માં રાજકોટથી ત્રણ આતંકીને ઝડપી લીધા હતા, ત્રણેય આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ઉપરાંત 10 હજારનો દંડ પણ ફટકાર્યો, આરોપીના મોબાઈલ ફોનમાં દેશ વિરોધી પ્રવૃતિના પુરાવા મળ્યા હતા, રાજકોટઃ શહેરના સોની બજારમાં નોકરી કરતા અને અલ-કાયદાનો પ્રચાર કરતા ત્રણ આતંકીને ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડ ( ATS)એ બે વર્ષ પહેલા એટલે કે, 26 જુલાઈ 2023ના […]

સુરતમાં રત્નકલાકારોને શિક્ષણ સહાય યોજનામાં 26000 ફોર્મ રદ કરાતા કલેકટરને રજુઆત

ફોર્મ રદ કરવાના મુદ્દે ફેર વિચારણા કરવા ડાયમંડ વર્કર યુનિયનની માગ, સુરતમાં 76,000 જેટલા ફોર્મ ભરાયા હતા, જેમાંથી 50,241 ફોર્મ મંજૂર કરાયા, રત્નકલાકારોના પરિવારોને આર્થિક સહાયની તાતી જરૂર છે સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી વ્યાપક મંદીનો દૌર ચાલી રહ્યો છે. અનેક રત્નકલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. આથી રત્નકલાકારોના બાળકોના શિક્ષણ હિતને ધ્યાનમાં રાખીને […]

વડોદરા હાઈવે પર આયસર ટેમ્પાએ અડફેટે લેતા સાયકલસવારનું મોત

અકસ્માતમાં ઘવાયેલો યુવાન તડફતો રહ્યો પણ લોકો મદદે ન આવ્યા, શ્રમિક યુવાન મજૂરી કામ કરી ગુજરાન પરિવારનું ગુજરાન ચલાવતો હતો, પોલીસે ટેમ્પાચાલકની કરી ધરપકડ વડોદરાઃ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ વડોદરા નજીક હાઈવે પર બન્યો હતો. જેમાં તરસાલી બાયપાસથી જાંબુઆબ્રિજ તરફ જતા માર્ગ પર બાલાજી પેટ્રોલ પંપની સામે […]

વેરાવળના સિડોકર ગામે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ઈલેક્ટ્રિક શોર્ટ લાગતા ત્રણના મોત

મોમાઈ માતાજીના મઢ ખાતે પુંજ ઉત્સવ પ્રસંગે શોકાંત ઘટના બની, વરસાદ થતાં ઇલેટ્રિક્ટ પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે દુર્ઘટના સર્જાઈ, પૂર્ણાહુતિના દિવસે થયેલી દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઇ વેરાવળઃ ગીર સામનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સિડોકર ગામે રબારી સમાજના આસ્થાના કેન્દ્ર એવા મોમાઈ માતાજીના મઢ ખાતે પુંજ ઉત્સવ પ્રસંગે વીજળીને કરંટ લાગતા એક કિશોર સહિત ત્રણના […]

સુરેન્દ્રનગરના સરા-ધ્રાંગધ્રા રોડ કાર પલટી ખાઈ જતા બે મહિલા સહિત ત્રણના મોત

અમદાવાદઃ સુરેન્દ્રનગરના સરા-ધ્રાંગધ્રા રોડ પર અકસ્માતની ઘટના બની છે. જેમાં શિફ્ટ ગાડી પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મૃતકને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ પીએમ માટે લાવામાં આવ્યા છે. સરા-ધ્રાંગધ્રા રોડ પર અકસ્માતની ઘટનામાં બબુબેન છનાનાઈ દેવસીભાઈ જેજરીયા (ઉં.વ. 50), ભાનુબેન રમેરાભાઈ જેઠાભાઈ જેજરીયા (ઉં.વ. 35) […]

રાજનાથસિંહ બે દિવસ ગુજરાતનાં કચ્છની મુલાકાતે આવશે

અમદાવાદઃ દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ ગુજરાતના કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. બે દિવસનાં રોકાણ દરમિયાન સંરક્ષણ મંત્રી ભુજમાં મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લક્કીનાળાં ખાતે સુરક્ષા દળોની સંયુક્ત કવાયત, શત્રપૂજા અને નવીન સુવિધાનાં લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથાસિંહ આજે સાંજે 7.30 કલાકે ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિ કાર્યક્રમમાં હાજરી આપવા સાથે […]

ટ્યુશન ક્લાસિસ પર નિયંત્રણ માટે કાયદો બનાવવા 8 સભ્યોની કમિટીની રચના

ખાનગી ટ્યુશન ક્લાસિસ પર નિયંત્રણ માટે મુસદ્દો તૈયાર કરાશે, ગુજરાત શિક્ષણ બોર્ડના વડપણ હેઠળ સમિતિની રચના, શિક્ષણ વિભાગે જાહેર કર્યું નોટિફિકેશન ગાંધીનગરઃ ગુજરાતમાં ટ્યુશન ક્લાસિસ નિયંત્રણ લાવવા ઘણા સમયથી માગ ઊઠી હતી. ત્યારે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસ પર નિયંત્રણ લાવવા માટે ટૂંક સમયમાં જ એક કાયદો લાગુ […]

ગુજરાતઃ ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની લઘુતમ ટેકાના ભાવે સરકાર ખરીદી કરાશે

અમદાવાદઃ આવતીકાલ તા. 1 થી 31 ઓકટોબર 2025 સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ નોંધણી કરવામાં આવશે. આ કૃષિ પાકોની ટેકાના ભાવે ખરીદી તા. 1 નવેમ્બર 2025 થી તા.30 જાન્યુઆરી 2026 સુધી કરવામાં આવશે. રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની […]

ગાંધીનગરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો

મહિલા કોન્સ્ટેબલ અમદાવાદમાં ફરજ બજાવતી હતી, મહિલા કોન્સ્ટેબલ ફોન ઉપાડતી ન હોવાથી ભાઈએ પાડોશીને તપાસ કરવા કહ્યુ, પાડોશીએ મહિલાનો મૃતદેહ જોતા પોલીસને જાણ કરી  ગાંધીનગરઃ શહેરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી રહેતી અને અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો તેના ઘરમાં નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળતા પોલીસે એફએસએલની મદદથી મૃત્યુ સંદર્ભે તપાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code