1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

કંડલા-ગાંધીધામ હાઈવે પર ત્રણ વાહનો પલટી જતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો

નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાને લીધે ત્રણ વાહનો પલટી ગયો, અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવા ક્રેન લાવવામાં મુશ્કેલી પડી, સામખિયાળી ટોલગેટ પર ટ્રાફિકને હળવો કરવા પોલીસે જહેમત ઉઠાવી ભૂજઃ કચ્છમાં વરસાદને લીધે નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. જેમાં કંડલાના હનુમાન મંદિર નજીક ગત રાત્રે હાઈવે પરના ખાડાઓને કારણે ત્રણ ભારે વાહનો પલટી […]

સાંતલપુરના નજીક જર્જરિત રોડને લીધે ટોલટેક્સની ના પાડતા પરિવાર પર હુમલો કરાયો

થરાદના પરિવાર પર ટોલ કર્મચારીઓ ધોકા-લાકડી લઈને તૂટી પડ્યા, પિતા-પુત્ર સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોસ્પિટલ ખસેડાયા, પોલીસે ટોલનાકાના 6 કર્મચારીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી સાતલપુરઃ ભારતમાલા હાઈવે પર વરસાદને લીધે ઠેર ઠેર ખાડા પડ્યા છે. ત્યારે જર્જરિત હાઈવે હોવા છતાંયે વાહનચાલકોને સતલાસણા નજીક ટોલબુથ પર ટોલ ચુકવવો પડે છે. ઘણા વાહનચાલકો […]

અમદાવાદઃ બે વિસ્તારમાં રસ્તા ઉપર પડ્યાં ભુવા, AMC ની કામગીરી સામે ઉભા થયા સવાલો

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં ભુવો પડવાના બનાવો અટકતા નથી. આજે વહેલી સવારે બે અલગ અલગ વિસ્તારોમાં ભુવો પડતા એક તરફ લોકોમાં ગભરાટ ફેલાયો તો બીજી તરફ ટ્રાફિક વ્યવસ્થામાં પણ ભારે અવરોધ સર્જાયો. સુત્રોના જણાવ્યા અનુસાર હાટકેશ્વર વિસ્તારમાં ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ પર પડેલા ભુવામાં એક રિક્ષા ખાબકી ગઈ હતી. રિક્ષામાં ચાલક સહિત બે મહિલા મુસાફરો, એક બાળક […]

પંજાબના પૂર પીડિતોને મદદ માટે ગુજરાતથી રાહત સામગ્રી ટ્રેનને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

ગુજરાત સરકાર દ્વારા પંજાબના પૂરગ્રસ્તોને જીવનજરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલાઈ, CMએ ગાંધીનગરથી રાહત સામગ્રી ભરેલી ટ્રેનને પંજાબ જવા માટે લીલીઝંડી આપી, રાહત સામગ્રીમાં ખાદ્ય સામગ્રીના પેકેટ્સ, કપડાં, દવાઓ સહિત વસ્તુઓનો સમાવેશ ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં ગુજરાતે પંજાબના પૂર પીડિત લોકોની પડખે ઊભા રહિને મુશ્કેલીના સમયે જરૂરત મંદોની મદદ માટે આપદ ધર્મ નિભાવવાની ગુજરાતની પરંપરાને આગળ […]

ભાવનગર પરામાં રેલવેનું અત્યાધુનિક સુવિધા સભર ટર્મિનસ બનાવાશે

નવા ટર્મિનસની પ્રથમ તબક્કાની કામગીરી 3 વર્ષમાં પૂર્ણ કરાશે, નવુ ટર્મિનસ બનતા લાંબા અંતરની વધુ ટ્રેનો ભાવનગર ખાતે ફાળવવી શક્ય બનશે, રેલવે બોર્ડ દ્વારા નવા ટર્મિનલને મળી મંજુરી ભાવનગરઃ શહેરમાં મુખ્ય રેલવે ટર્મિનસ વર્ષો પહેલા બનાવેલું છે. હાલ આ રેલવે ટર્મિનસ પાસે ગીચ વિસ્તાર હોવાથી હવે નવુ ટર્મિનસ ભાવનગર પરા રેલવે સ્ટેશન પર બનાવવાનો નિર્ણય […]

રાજકોટ-ભાવનગર અને ખીરસરા-લોધિકા વચ્ચે કરોડોના ખર્ચે બનાવાયેલો હાઈવે ધોવાઈ ગયો

24 કરોડના ખર્ચે બનેલા રાજકોટ-ભાવનગર હાઈવે 5 મહિનામાં જ ધોવાઆ ગયો, માત્ર અઢી માસ પહેલાં 76 કરોડના ખર્ચે બનેલો ખીરસરા-લોધિકા રોડ તૂટી ગયો, માર્ગ અને મકાન વિભાગે એજન્સીને નોટિસ આપીને સંતોષ માની લીધો રાજકોટઃ કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા હાઈવે મહિનાઓમાં જર્જરિત બની ગયા છે. રાજકોટ ભાવનગર સ્ટેટ હાઈવે 5 મહિના પહેલા 24 કરોડના ખર્ચે બનાવેલો […]

વડોદરા-ગોરખપુર વચ્ચે ખાસ સાપ્તાહિક ટ્રેન 27મી સપ્ટેમ્બરથી દોડાવાશે

દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં ટ્રાફિકના ઘસારાને પહોંચી વળવા કરાયો નિર્ણય, સાપ્તાહિક ટ્રેન 27 સપ્ટેમ્બરથી 29 નવેમ્બર 2025 સુધી દોડશે, આઈઆરસીટીસીની વેબસાઇટ પર આજથી બુકિંગનો પ્રારંભ કરાયો વડોદરાઃ પશ્વિમ રેલવે દ્વારા દિવાળીના પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે ખાસ ટ્રેનો દોડાવવાનું આયોજન કર્યું છે. જેમાં દશેરા, દિવાળી અને છઠ પૂજાના તહેવારોની સીઝન દરમિયાન પ્રવાસીઓના ઘસારાને પહોંચી […]

વડોદરા તાલુકાના ચાંપાડ અને અનગઢ ગામે 11 ફુટના બે મહાકાય મગરોનું રેસ્ક્યુ કરાયું

ગળામાં ગાળિયો નાખતાની સાથે જ મગરે ચાર જેટલી ગુલાંટી મારી, અનગઢ ગામે મહિસાગર નદીમાંથી મગર ગામમાં ઘૂસી ગયો, મગર પર પાંચ યુવક બેઠા ત્યારે માંડ-માંડ કાબૂમાં આવ્યો, વડોદરાઃ શહેરમાં વરસાદે વિરોમ લેતા અને વિશ્વામિત્રી નદીમાં પાણીના સ્તર ઘટતા મગરો નદીમાથી બહાર આવી રહ્યા છે. ત્યારે તાલુકાના ચાંપાડ અને અનગઢ ગામે બે મહાકાય મગરો ગ્રામજનોએ એનજીઓ […]

રાતના સમયે પ્રવાસી બનીને એસટી બસમાં બેસી લગેજની ચોરી કરતા બે શખસો પકડાયા

લકઝરી બસમાં પેસેન્જર તરીકે બેસી પ્રવાસીના લગેજમાંથી દાગીના ચોરતા હતા, બન્ને શખસો અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણાની બસોને ટાર્ગેટ કરતા હતા, ક્રાઈમ બ્રાન્ચે 14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અમદાવાદઃ નડિયાદ, મહેસાણા, વડોદરા, સુરત તેમજ અમદાવાદથી ઉપડતી એસટી બસ તેમજ લક્ઝરી બસોમાં રાતના સમયે મુસાફર તરીકે બેસીને પ્રવાસીઓના લગેજની ચોરી કરતા બે શખસોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા […]

AMC વીજ થાંભલાની મરામત માટે કરોડોનો કોન્ટ્રાક્ટ આપે છે, છતાંયે અકસ્માતો સર્જાય છે

કોન્ટ્રાકટરોને એક પોલ માટે રૂ.100 ચૂકવાય છે, પણ મેન્ટેનન્સ ઝીરો, નારોલમાં ખુલ્લા વીજ વાયરને કારણે દંપતીનું મોત થયું હતું, તંત્રની બેદરકારીથી નાગરિકનું મૃત્યુ થાય તો તેમાં કોઈ વળતરની જોગવાઈ નથી અમદાવાદઃ શહેરમાં ઈલેક્ટ્રિક પોલ યાને વીજળીના થાંભલાની મરામત માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. છતાંયે સ્ટ્રીટ લાઈટ માટેના વીજળીના થાંભલાની યોગ્યરીતે મરામત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code