1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને છૂટા કર્યા બાદ જ્ઞાન સહાયકો હાજર ન થતાં હવે ભણાવશે કોણ?

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ સામે પ્રવાસી શિક્ષકોની માનદ સેવા લેવામાં આવતી હતી. ત્યારબાદ સરકારે પ્રવાસી શિક્ષકોને સ્થાને 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂકો કરવાનો નિર્ણય લઈને તમામ પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દીધા છે, બીજી બાજુ પસંદગી પામેલા ઘણાબધા  જ્ઞાન સહાયકો શાળાઓમાં હાજર થયા નથી. આથી પરીક્ષાઓ નજીક છે, સિલેબર્સ પુરો […]

અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ પર ફરવા જતાં લોકો હવે ઓન લાઈન ટિકિટ મેળવી શકશે,

અમદાવાદઃ શહેરના કાંકરિયા લેક ફ્રન્ટ પર ફરવા માટે આવતા લોકોને ટિકિટ લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું, જેથી હવે એફલાઈન સાથે લોકો ઓનલાઈન ટિકિટ પણ મેળવી શકશે. આ સુવિધાથી કાંકરિયા ફરવા આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કાંકરિયા લેક ફ્રન્ટમાં 12 વર્ષથી નીચે […]

આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર, વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ

અમરેલીઃ ગીર એ એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન છે. ગીરની એક આગવી ઓળખ એટલે સિંહનો આ વિસ્તારમાં વસવાટ છે. દર વર્ષે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આ આંબરડી સફારી પાર્ક ખાતે પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે છે. આ સફારી પાર્કમાં વિવિધ પ્રકારના આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગીરનું કુદરતી સૌંદર્ય અને […]

રાષ્ટ્રીય બાલિકા દિને નિમિત્તે તેજસ્વીની વિધાનસભા યોજાઈ, વિદ્યાર્થિનીઓએ ગૃહનું કર્યું સંચાલન

ગાંધીનગરઃ રાષ્ટ્રીય બાલિકા દિવસને ગુજરાતની બાલિકાઓ માટે યાદગાર બનાવવા તથા પ્રજાતાંત્રિક મુલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે, જાગૃતતા આવે અને રાજકીય ક્ષેત્રે રુચિ વધવાની સાથેસાથે નેતૃત્વ કૌશલ્ય ખીલે તેવા હેતુસર બુધવારે ગુજરાત વિધાનસભાગૃહ ખાતે ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ વિધાનસભા ગૃહમાં બેસીને ગૃહની કામગીરીનું સંચાલન કર્યું હતું. સમગ્ર દેશમાં […]

જુનાગઢમાં નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રથી સાહિત્યનો વારસો જીવંત થશેઃ મંત્રી

જુનાગઢઃ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના સયુંકત ઉપક્રમે રૂ.15 કરોડના ખર્ચે નિર્માણ થનારા નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રનું રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસગે અધ્યક્ષસ્થાનેથી  મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આ સંશોધન કેન્દ્રથી સંશોધન, અનુવાદ અને સંરક્ષણ થકી […]

ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા ‘રોજગાર આપો, ન્યાય આપો, કેમ્પેઈન લોન્ચ કરાયું

ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા “રોજગાર આપો, ન્યાય આપો” નું કેમ્પેઈન લોન્ચ કરાયુ હતુ. ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી અને ગુજરાત પ્રદેશ સ્ક્રિનિંગ કમિટીના સભ્ય ક્રિષ્ના અલવરુએ “રોજગાર આપો, ન્યાય આપો” આવો ભારત જોડો, ન્યાય યાત્રા જોડાવો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત જોડો ન્યાયત્રામાં દેશના લોકોની સમસ્યાને ઉજાગર કરવામાં આવશે. જેમાં મહિલા, ખેડૂતો મજૂરોની દેશમાં હાલત ખરાબ છે અને […]

ગાંધીનગર રાજભવનમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં UP સહિત 6 પ્રદેશોના સ્થાપના દિવસ ઊજવાયો

ગાંધીનગરઃ રાજભવન ખાતે 24મી જાન્યુઆરીને બુધવારે ઉત્તર પ્રદેશ સહિત 6 પ્રદેશોનો સ્થાપના દિન ઊજવવામાં આવ્યો હતો. જેમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતે ક્યારેય પોતાના સૈનિકોને કોઈ ભૂખંડ જીતવા નથી મોકલ્યા. ઇતિહાસ સાક્ષી છે કે, ભારતે પોતાના ધર્મગુરુઓ, સંતો, મનીષીઓને દુનિયાના મન અને આત્મા જીતવા, દુનિયાના સુખ અને આનંદની વૃદ્ધિ માટે મોકલ્યા છે. ભારતે […]

પાયલોટ પ્રોજેક્ટને લીધે બનાસકાંઠા અને પંચમહાલની સહકારી બેન્કોમાં 4 લાખ નવા ખાતાં ખૂલ્યાં

ગાંધીનગરઃ  તમામ સહકારી સંસ્થાઓના સભાસદોના ખાતાઓ સહકારી બેંકોમાં જ ખોલાવવાના લક્ષ્યાંક સાથે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટના અમલીકરણને પરિણામે આ જિલ્લાઓની મધ્યસ્થ સહકારી બેન્કોમાં 4 લાખ કરતાં પણ વધારે નવા ખાતા ખોલવામાં આવ્યા છે. આ બંને બેંકોની ડિપોઝીટમાં રૂ. 700 કરોડ કરતાં પણ વધારે રકમનો વધારો થયો છે તેમ, સહકાર મંત્રી  જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું […]

ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશ પ્રણવ ત્રિવેદીએ શપથ ગ્રહણ કર્યાં

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં નિયુક્ત કરાયેલા ન્યાયમૂર્તિ પ્રણવ ત્રિવેદીનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ન્યાયમૂર્તિઓ અને ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ પ્રણવ શૈલેષ ત્રિવેદીનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનિતા અગ્રવાલે ન્યાયાધીશ પ્રણવ શૈલેષ ત્રિવેદીને ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં યોજાયેલા આ […]

મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં ઉત્તરાર્ધ મહોત્સવ-2024નો પ્રારંભ

અમદાવાદઃ વિશ્વ પ્રસિધ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં ઘૂંઘરૂના નાદ, નર્તન અને વાયોલિન વાદનથી નયન રમ્ય નજારો સર્જાયો હતો. ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્ત્રીય નૃત્ય પર્વ દ્રિ દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, અગ્રણી સોમભાઇ મોદી, પૂર્વ ગૃરાજ્યમંત્રી રજનીભાઇ પટેલ ,ધારાસભ્ય મુકેશ ભાઇ પટેલ,અગ્રણી ગીરીશભાઈ રાજગોર,જિલ્લા કલેકટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો ઓમ પ્રકાશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code