1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સુરતમાં રૂપિયા 32 કરોડની હીરાની ચોરીના કેસમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો

હીરાના વેપારીએ દેવું વધી જતાં 20 કરોડનો વીમો પકવવા માટે ચોરીનું નાટક કર્યું હતુ. હીરાના વેપારી ડી કે મારવાડી પર 25 કરોડનું દેવુ થતાં લૂંટનો પ્લાન કર્યો હતો, કંપનીમાં ઘૂસવા ચોરો દ્વારા એક પણ તાળું તોડવામાં ન આવ્યું હોય પોલીસને શંકા ગઈ સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડીકે એન્ડ સન્સ કંપનીમાંથી 18 ઓગસ્ટ, 2025ના રોજ […]

કોંગ્રસના નેતા રાહુલ ગાંધી 40 દિવસ બાદ ફરીવાર ગુજરાતની મુલાકાતે આવશે

સુરતમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખોની શિબિરમાં હાજરી આપશે, આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને પક્ષપલટો કરાવી કોંગ્રેસમાં લવાશે, પ્રથમવાર તાલુકા અને નગરપાલિકાના પ્રમુખોની નિમણૂક એક સાથે કરવામાં આવશે સુરતઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ફરીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી સુરતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની શિબિરમાં હાજરી આપશે, જ્યાં પાર્ટીના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. 25 ઓગસ્ટથી 10 […]

સાપુતારામાં ટેબલ પોઈન્ટનો ઢાળ ચઢતા કાર રેલિંગ તોડીને 100 ઊંડી ખીણમાં ખાબકી

સુરતનું પરિવાર કારમાં સાપુતારા ફરવા માટે આવ્યું હતુ, કારમાં સવાર પરિવારનો ચમત્કારિક બચાવ થયો, પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન કરીને ક્રેનની મદદથી કારને બહાર કાઢી સાપુતારાઃ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં વરસાદી સીઝનને માણવા અનેક પર્વાસીઓ આવી રહ્યા છે. ત્યારે ગત મોડી રાતના સમયે સુરતના પ્રવાસીઓની કાર ટેબલ પોઈન્ટ પર ચડતા સમયે અચનાક રિવર્સ થવા લાગી હતી. દરમિયાન […]

GTU દ્વારા લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા 414 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી

215 વિદ્યાર્થીઓ એક વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં, 147 વિદ્યાર્થીઓના તમામ વિષયના પરિણામ રદ કરાયા, 31 વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરાયા અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા વિવિધ શાખાઓના સેમેસ્ટરની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓનું હીયરીંગ કરાયું હતું. જેમાં કુલ 445 વિદ્યાર્થીઓમાંથી 414 વિદ્યાર્થીઓને દોષિત ઠેરવીને સજા સંભળાવવામાં આવી છે. ગેરરીતિ કરનારા તમામ વિદ્યાર્થીઓને બે સ્તરમાં […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 143 તાલુકામાં વરસાદ, મેંદરડામાં 6 કલાકમાં 13 ઈંચ

કેશોદમાં 11 ઈંચ અને વંથલીમાં પણ10 ઈંચ વરસાદ, જૂનાગઢની મધુવતી, મેઘલ અને બંધૂકયો નદીમાં ઘોડાપૂર, મંગળવારે કલ્યાણપુમાં 11 ઈંચ અને દ્વારકામાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો અમદાવાદઃ રાજ્યમાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 143 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં જુનાગઢના મેંદરડામાં 13 ઈંચ, કેશોદમાં 11 ઈંચ, વંથલીમાં 10 ઈંચ, તથા પોરબંદરમાં 9 ઈંચ, જુનાગઢના માણાવદરમાં […]

ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

મુંબઈઃ હવામાન વિભાગે ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. દિવસભર ભારે વરસાદ બાદ આજે […]

ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાના બનાવ બાદ સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલને વાલીઓએ ફટકાર્યા

ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ-10ના વિદ્યાર્થીને કંપાસમાંથી અણિદાર સાધનના ઘા માર્યા. શાળામાં ધક્કામુકી જેવી સામાન્ય બાબતમાં ઝગડો થયો હતો, સિંધી સમાજના લોકોએ શાળામાં તોડ-ફોડ કરીને હંગામો મચાવ્યો અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ગઈકાલે મંગળવારે ધક્કામુકી જેવી સામાન્ય બાબતમાં ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના વિદ્યાર્થીને ફિઝીક્સના અણિદાર સાધનના ઘા મારીને હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. […]

અમદાવાદ ડિવિઝનમાં રેલવે અને ટ્રાવેલ એજન્ટ્સ વચ્ચે સંવાદ યોજાયો

અમદાવાદઃ અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન (GTAA) સાથે મળીને રેલવે અને પ્રવાસન ક્ષેત્રના ભવિષ્યલક્ષી પહેલ પર એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય રેલવેની નીતિઓ અને યોજનાઓ દ્વારા પ્રવાસન અને વ્યવસાયિક તકોને મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે, અમદાવાદના ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશે એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું. તેમણે […]

ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં રૂ. 29,700 કરોડનું માતબર રોકાણ

ગાંધીનગરઃ ભારતમાં ઓટોમોટિવ ક્ષેત્રે ક્રાંતિ આવી છે તેમાં ગુજરાતનો મોટો ફાળો છે. ગુજરાત તેના વ્યૂહાત્મક સ્થાન, મજબૂત માળખાકીય સુવિધાઓ અને રોકાણને અનુકૂળ નીતિઓને પગલે અન્ય રાજ્યોની સરખામણીમાં ઓટો કંપનીઓની પહેલી પસંદ બન્યું છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સુઝુકી મોટર્સ ગુજરાતના કારણે આજે આ ક્ષેત્ર ભારતના અગ્રણી ઓટોમોટિવ ઉત્પાદન કેન્દ્રો પૈકીનું એક બન્યું છે. સુઝુકી […]

બનાસડેરીની 57મી સાધારણ સભા ગુરુવારે બપોરે યોજાશે

પશુપાલકોના હિતમાં મહત્વના નિર્ણય લેવાય તેવી આશા દૂધના ભાવને લઈને નિર્ણય લેવાય તેવી શકયતા ગાંધીનગરઃ એશિયાની સૌથી મોટી મનાતી ગુજરાતની બનાસડેરીની તા. 21મી ઓગસ્ટના રોજ બપોરના 57મી સાધારણ સભા યોજાશે. આ સાધારણ સભામાં પશુપાલકોને ફાયદા થાય તેવા મહત્વના નિર્ણય લેવામાં આવશે. ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આ સાધારણ સભા યોજાશે. બાદરપુર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code