1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સુરતમાં કતારગામ અને રાંદેરને જોડતો વિયર કમ કોઝ-વે 144 દિવસ બાદ ખૂલ્લો મુકાયો

તાપી નદીની જળ સપાટી વધતા ચાર મહિનાથી કોઝ-વે વાહનો માટે બંધ કરાયો હતો, કોઝવેની સપાટી 6 મીટરથી ઘટીને 5.56 મીટરે પહોંચી, કોઝ-વે ખૂલ્લો મુકાતા વાહનચાલકોને રાહત સુરતઃ શહેરમાં કતારગામ અને રાંદેર ગામતળને જોડતા તાપી નદી પરના  વિયર કમ કોઝવે છેલ્લા ચાર મહિના કરતા વધુ સમયથી બંધ હતો. તાપી નદીમાં સતત વધી રહેલા જળ પ્રવાહને કારણે […]

બોસ્વાનાની રફ હીરાની હરાજી હવે દૂબઈને બદલે સીધી સુરતના ડાયમંડ બુર્સમાં થશે

ખાનગી કંપનીઓ અને ચેમ્બર વચ્ચે બેઠક યોજાયા બાદ નિર્ણય લેવાયો, બોસ્વાનાની માઇનિંગમાંથી નીકળતાં રફ હીરાને સીધી સુરતમાં હરાજી માટે લવાશે, ઉદ્યોગકારોને રફ હીરાની ખરીદી માટે વિદેશ જવાની જરૂર નહીં પડે, સુરતઃ હીરા ઉદ્યોગ માટે સુરત શહેર દુનિયાભરમાં જાણીતું છે. છેલ્લા કેટલાક વર્ષોથી હીરા ઉદ્યોગ વ્યાપક મંદીનો સામનો કરી રહ્યો છે. ટ્રમ્પના ટેરિફના લીધે હીરા ઉદ્યોગને […]

ગુજરાતમાં રાત્રીના તાપમાનમાં ઘટાડો, બે-ત્રણ દિવસમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા

સવારે ઠંડી અને બપોરે થોડી ગરમી, બે ઋતુનો અનુભવ, બંગાળના ઉપસાગરમાં સુપર સાયક્લોનની શક્યતા અસર ગુજરાતમાં થશેઃ અંબાલાલ ગુજરાતમાં નવેમ્બર મહિનાના અંતમાં વાદળછાયું વાતાવરણ કે માવઠું થઈ શકે છે અમદાવાદઃ ગુજરાતમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડી અને બપોરે ગરમી એમ બે ઋતુ અનુભવાય રહી છે, કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયુ હતુ, જ્યારે […]

શું લેપટોપ સતત ચાર્જિંગમાં રાખવાથી નુકસાન થાય કે લાભ? જાણો શું કહે છે નિષ્ણાતો

How safe to keep laptop plugged in all the time ટેકનોલોજીએ સુવિધાઓ વધારી છે તો તેની સાથે જોડાયેલી કેટલીક બાબતો માણસને સતત ચિંતિત પણ રાખે છે. મોબાઈલ ફોન હોય કે લેપટોપ હોય કે પછી આ બંનેને “ચાર્જ” કરી શકતી પાવરબેંક પોતે જ કેમ ન હોય! – આવા દરેક ઉપકરણને ચાર્જ રાખવાં પડે છે. ચાર્જિંગના પણ […]

Breaking News દુબઈ એર શો દરમિયાન ભારતીય યુદ્ધ વિમાન તેજસ તૂટી પડ્યુંઃ જુઓ વીડિયો

દુબઈ, 21 નવેમ્બર, 2025ઃ  Breaking News Indian fighter jet Tejas crashes during Dubai Air Show દુબઈમાં યોજાઈ રહેલા એર શો દરમિયાન આજે શુક્રવારે ભારતીય યુદ્ધ વિમાન તેજસ તૂટી પડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. ભારતીય હવાઈદળ IAF દ્વારા આ ઘટના બની હોવાની વાતને સમર્થન આપવામાં આવ્યું હતું. એરફોર્સના પ્રવક્તાએ જણાવ્યું કે, આઈએએફનું તેજસ દુબઈ એર શો-25 […]

વડોદરાના અટલાદરા વિસ્તારમાં મ્યુનિનું મેગા ઓપરેશન, 45 દૂકાનો અને 11 ઝૂંપડા તોડી પડાયા

દબાણો હટાવ કામગીરીમાં પોલીસ, એસઆરપીનો સઘન બંદોબસ્ત ગોઠવાયો, દબાણો હટાવીને અટલાદરા મેઈન રોડ ખૂલ્લો થયો, દબાણ હટાવની કામગીરી નિહાળવા લોકોના ટોળાં ઉમટી પડ્યાં વડોદરાઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝૂંબેશ ફરીવાર હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા કાચા પાકા દબાણો, ગેરકાયદે ઢોરવાડા સહિત ગેરકાયદે ખડકાયેલા લારી, ગલ્લા, પથારા, શેડ જેવા દબાણો હટાવવાની કાર્યવાહી […]

કોડીનાર તાલુકામાં શિક્ષકે BLOની કામગીરીથી કંટાળીને કરી આત્મહત્યા

શિક્ષકે સુસાઈડ નોટમાં સતત માનસિક થાક અને તણાવ હોવાનું જણાવ્યું, કોડીનારની દેવળિયા ગામની શાળામાં શિક્ષક ફરજ બજાવતા હતા, શિક્ષણ ઉપરાંત BLOની કામગીરીથી કંટાળી ગયા હતા, સોમનાથઃ ગુજરાતમાં હાલ મતદાર યાદી સુધારણા (SIR)નો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કામગીરીમાં મોટાભાગના શિક્ષકોને BLO તરીકે જોતરવામાં આવ્યા છે. શાળાના શિક્ષકોએ શિક્ષણ કાર્ય બાદ ઘેર ઘેર જઈને ફોર્મ આપવા, […]

લૂંટેરી દૂલ્હને 15 લગ્નો કરીને યુવકો પાસેથી રોકડ અને દાગીના મળીને કૂલ 52 લાખ પડાવ્યા

24 વર્ષીય લૂંટેરી દૂલ્હને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 15 લગ્નો કરીને યુવાનોને ફસાવ્યા, મહેસાણા પોલીસે લૂંટેરી દૂલ્હન ટોળકીને પકડી લીધી, કન્યા શોધતા પરિવારોને ટોળકી ફસાવતી હતી, મહેસાણાઃ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં અનેક લગ્નવાંચ્છુ યુવાનો માટે તેના પરિવાર દ્વારા કન્યાની તલાશ કરવામાં આવતી હોવા છતાંયે કેટલાક યુવાનોનો લગ્ન માટે કોઈ મેળ પડતો નથી. ત્યારે આવા પરિવારનો સંપર્ક […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી પ્રવેશ માટેની પરીક્ષા 12મી ડિસેમ્બરે લેવાશે

13 વિષયોમાં 65 બેઠકો માટે પીએચ.ડી પ્રવેશ માટે પરીક્ષા યોજાશે, 30મી નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ ઓન લાઈન ફોર્મ ભરી શકશે, પ્રવેશ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને એડમિશન માટેની DRC (ડિપાર્ટમેન્ટ રિસર્ચ કમિટી) તા.20 ડિસેમ્બરના યોજાશે, રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડીમાં પ્રવેશ માટેની પરીક્ષા આગામી તા. 12મી ડિસેમ્બરે લેવાશે. યુવિનર્સિટીની 16 વિષયની 43 સીટ પર NET (નેશનલ એલિજિબિલિટી […]

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ઓવરટેક કરવા જતા કાર ટ્રક પાછળ ઘૂંસી ગઈ, બેના મોત

એક્સપ્રેસ હાઈવે પર લક્ષ્મીપુરા ગામ પાસે બન્યો અકસ્માતનો બનાવ, કાર અમદાવાદથી સુરત જઈ રહી હતી ત્યારે સર્જાયો અકસ્માત, કારમાં સવાર બે પ્રવાસીઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા વડોદરાઃ  દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ લક્ષ્મીપુરા ગામ નજીક સર્જાયો હતો. સુરતથી અમદાવાદ તરફ પૂર ઝડપે જતી કાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code