1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદના ખોડિયારનગરમાં બીઆરટીએસ બસની અડફેટે રાહદારીનું મોત

રાહદારી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બીઆરટીએસ બસે અડફેટે લીધો, મૃતક યુવાન રોજગારી માટે ઉત્તરપ્રદેશથી અમદાવાદ આવ્યો હતો, ટ્રાફિક પોલીસે બસચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ પૂરફટ ઝડપે દોડાવાતી હોવાથી અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે શહેરના ખોડિયારનગરમાં બીઆરટીએસ બસનાચાલકે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને અડફેટે લેતા […]

ગિરનારની લીલી પરિક્રમાની સાધૂ-સંતોએ પૂજનવિધી કર્યા પ્રતિકાત્મક યાત્રા કરી

વરસાદને લીધે પરિક્રમાનો માર્ગ ધોવાઈ જતા પરિક્રમા સ્થગિત કરવામાં આવી હતી, પ્રતિકાત્મક પરિક્રમા વખતે જય ગિરનારીના નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું, સાધુ-સંતોએ ગુરુ દત્તાત્રેયનું પૂજન કરી દિપ પ્રાગટ્ય બાદ પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ કર્યો જૂનાગઢઃ દર વર્ષે કારતક મહિનાની દેવઉઠી એકાદશીથી ગિરનારની લીલી પરિક્રમા યોજાતી હોય છે. આ વર્ષે લીલી પરિક્રમાના 36 કીમીનો માર્ગ વરસાદને લીધે ધોવાઈ […]

વડનગરમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે દેશનો પ્રથમ વૃદાંવન ગૌચર પાર્ક બનશે

ગાંધીનગર: મહેસાણાના વડનગરમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે દેશનો પ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક બનશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ પાર્કમાં વારસો-સંસ્કૃતિ-પ્રવાસન-અર્થતંત્રનો સંગમ હશે. જે એક ગૌશાળા ઉપરાંત અત્યાધુનિક ગ્રામીણ પ્રયોગશાળા પણ બનશે. રખડતી ગાયોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના ઉદ્દેશથી વડનગરના અમરથોલ ક્ષેત્રમાં ગૌરીકુંડ નજીક વૃંદાવન ગૌચર પાર્ક બનાવાશે. આ પ્રોજેક્ટના નિર્માણ માટે નગર પાલિકા, જિલ્લા અને […]

સિદ્ધપુરના કારતકના મેળાની તડામાર તૈયારીઓ, નિયમોનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

ગાંધીનગરઃ સિદ્ધપુરના કારતકના મેળામાં નિયમોનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કોઈપણ વ્યકિતએ નિયત કરેલ જગ્યા સિવાય સંડાસ, પેશાબ કરવા નહીં. ગંધાતા, વાસી, ઉતરી ગયેલા અથવા માનવ ખાધ માટે ઉપયોગમાં ન આવે તેવા ફળફળાદી પીણાં, ખોરાક કોઈ વેચવા માટે રાખવો નહીં. ખાનપાનની દુકાનોની હોટલો, રેસ્ટોરન્ટ તથા ફળફળાદીની દુકાનો તથા મનોરંજનના સ્થળોએ એસઆઈ સૂચના આપે તેનો […]

ખેડૂતોને મદદ માટે CM ભૂપેન્દ્ર પટેલનો ઝડપી નિર્ણય: 3 દિવસમાં થશે નુકસાનનો સર્વે

ગાંધીનગરઃ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે રાજ્યના તમામ જિલ્લા તંત્રોને સ્પષ્ટ સૂચના આપી છે કે, વરસાદથી થયેલા નુકસાનનો સર્વે માત્ર ત્રણ દિવસની અંદર પૂર્ણ કરવો જરૂરી છે. CM એ જણાવ્યું કે સર્વે પૂર્ણ […]

કમોસમી વરસાદને પગલે APMCમાં શાકભાજીની આવક 60 ટકા ઘટી, ભાવવધારાનો સંકેત

અમદાવાદ:  રાજ્યમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદને પગલે જનજીવનને વ્યાપક અસર પડી છે. તેમજ માવઠાએ ખેડૂતોની સાથે બજાર તંત્રને પણ હચમાચાવી નાખ્યું છે. છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સતત વરસેલા વરસાદને કારણે ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે, જેના પરિણામે મુખ્ય APMC બજારોમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેની અસર હવે ગૃહીણીઓના બજેટ ઉપર પણ […]

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી,  5 નવેમ્બરથી રાહતની આશા

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસા બાદ પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી 24 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા છે., જ્યારે ત્યારબાદના ત્રણ દિવસ દરમિયાન મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. રાજ્યમાં સતત વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, હાલની હવામાન પરિસ્થિતિ મુજબ […]

ગુજરાતમાં 141 તાલુકામાં માવઠું, સૌથી વધુ અમરેલીના રાજુલામાં 3 ઇંચ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કમોસમી વરસાદની સૌથી વધુ અસર જોવા મળી છે. શુક્રવારથી છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં 3.46 ઇંચથી વધુ કમોસમી વરસાદ […]

અમદાવાદના નવરંગપુરામાં સિક્યુરીટી ગાર્ડે નજીવી બાબતે સહકર્મી પર કર્યું ફાયરિંગ

નવરંગપુરામાં યુનિયન બેન્ક કરન્સી ચેસ્ટના બેઝમેન્ટમાં બન્યો બનાવ, સિક્યુરિટી ગાર્ડે પોતાની લાઇસન્સવાળી ડબલ-બેરલ ગન વડે ગોળીબાર કર્યો, સાથી ગાર્ડને પગમાં ગોળી વાગતા હોસ્પિટલ ખસેડાયો, અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાં  સી.જી રોડ પર આવેલી યુનિયન બેન્ક કરન્સી ચેસ્ટમાં ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડે કથિત રીતે તેના સાથી ગાર્ડ પર લાઇસન્સવાળી ડબલ-બેરલ બંદૂક વડે ફાયરિંગ કરતા સાથી ગાર્ડને […]

ભૂપેન્દ્ર પટેલ નહીં પણ હર્ષ સંઘવી સુપર સીએમ છેઃ અરવિંદ કેજરિવાલનો આક્ષેપ

આમ આદમી પાર્ટીના ઉપક્રમે સાયલામાં ખેડૂત મહા પંચાયત યોજાઈ, કેજરિવાલ અને ભગવંત માને ભાજપ સરકાર પર કર્યા પ્રહારો, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા તો ભાજપની ઝાડા થઈ ગયા સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરાયુ હતું. જેમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code