1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

દહેગામના બહિયાલમાં તોફાનકાંડ બાદ 190 મકાનોના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન

નવરાત્રીમાં સોશિયલ મીડિયામાં પોસ્ટના મુદ્દે કોમી તોફાનો થયા હતા, તોફાની તત્ત્વો સહિત 190 જેટલા દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી હતી, પોલીસના સઘન બંદોબસ્ત સાથે મકાનો તોડવાનું મેગા ઓપરેશન હાથ ધરાયું, ગાંધીનગરઃ  જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં આજે સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ છે. નવરાત્રીના ત્રીજા દિવસે રાતના સમયે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવાના મુદ્દે કોમી તોફાનો […]

ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન ઓગસ્ટ 2027માં દોડશેઃ રેલવે મંત્રી

ગાંધીનગરઃ ગુજરાતના મહેસાણા ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના રેલવે, સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ,નોર્થ ગુજરાતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ગુજરાત સેમિકંડક્ટર, આધુનિક લોજિસ્ટિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રોમાં ભારતના […]

ઊનાના નવા બંદરમાં મહિલા પર ત્રણ શખસોનો ગેન્ગરેપ, મહિલાની હાલત ગંભીર

દરિયાકાંઠાના ગામમાં એકલી રહેતી મહિલા પર ત્રણ શખસોનું દુષ્કર્મ, મહિલાને ગંભીર ઈજાઓ થતાં જુનાગઢની હોસ્પિટલમાં રિફર કરાઈ, પીડિત મહિલાનું ડાઈંગ ડિક્લેરેશન લેવાયું ઊનાઃ ગુજરાતમાં બળાત્કારના બનાવો વધતા જાય છે. ત્યારે ઊના નજીક આવેલા નવાબંદરમાં એક આધેડ મહિલા પર ત્રણથી વધુ શખસ દ્વારા ગેન્ગરેપ કરાતા ચકચાર મચી ગઈ છે. નરાધમોએ મહિલાના ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા […]

કચ્છના પ્રવાસન સ્થળ ધોરડામાં વધુ ચાર ટેન્ટસિટી બનાવવાનો સરકારે કર્યો નિર્ણય

ધોરડામાં પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને લીધે કરાયો નિર્ણય, 80 લાખ ચો.મી. વિસ્તારમાં 1600 ટેન્ટ તૈયાર કરવામાં આવશે, ટેન્ટસિટીથી મોટી કંપનીઓને ફાયદો થશે, સ્થાનિક રિસોર્ટ અને હોટલ સંચાલકો નારાજ ભૂજઃ કચ્છના જાણીતા પર્યટન સ્થળ ધોરડોમાં દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સફેદ રણનો નજારો માણવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ ધોરડોની મુલાકાતે આવી રહ્યા છે. પ્રવાસીઓને […]

મેઘરાજા વિદાય લેવાનું નામ લેતા નથી, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં 46 તાલુકામાં વરસાદ પડ્યો, ભાવનગરના મહુવામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો, તૈયાર થયેલા ખરીફ પાકને નુકસાનીની ભીતિ અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે મેઘરાજાએ વધુ મુકામ કર્યો છે. અને વિદાય લેવાનું નામ લેતા નથી. આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 46 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભાવનગરના મહુવામાં ત્રણ ઈંચથી વધુ […]

વડોદરામાં બેરીકેટ હટાવીને પસાર થતા બાઈકસવારોને રોકતા કરાયો હુમલો

મ્યુનિના કોન્ટ્રાકટર અને બે એન્જિનિયર પર ટોળાએ કર્યો હુમલો, શિયાબાગથી જયરત્ન ચારરસ્તા સુધી રસ્તાની કામગીરીને બેરીકેડ મુકાયા હતા, પોલીસે ચાર શખસોની કરી ધરપકડ વડોદરાઃ  શહેરના નવાપુરા વિસ્તારમાં રસ્તાની કામગીરી ચાલતી હોવાથી રસ્તો બંધ કરીને બેરીકેડ મુકવામાં આવ્યા હતા. તે દરમિયાન બાઈક સવાર યુવાનોએ બેરીકેડ હટાવીને રોડ પર પસાર થતાં મ્યુનિના કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરે બાઈકસવાર યુવાનોને […]

સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસ છવાયું, મધરાત બાદ ઠંડીનો ચમકારો

સૌરાષ્ટ્રમાં ધીમા પગલે શિયાળાનું આગમન, અનેક વિસ્તારોમાં પરોઢે ઝાળક વર્ષા થઈ, વિઝીબિલિટી ઝીરો થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા રાજકોટઃ ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન પહેલા જ સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી વેર્સ્ટન ડિસ્ટર્બન્સનાં કારણે ફરી એકવાર હવામાન પલટો સર્જાયો હતો.અને મોટાભાગના વિસ્તારોમાં ગાંઢ ધૂમ્મસ છવાયુ હતું. જેમાં ખાસ કરીને ગોંડલ, ધોરાજી, ચોટીલા, જેતપુર, પંથકમાં ભારે […]

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હવે સંગઠનના માળખામાં ફેરફાર કરશે

એકાદ-બે સપ્તાહમાં જ પ્રદેશ ભાજપના માળખામાં નિમણૂકોનો દૌર શરૂ થશે, તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની ચૂંટણી જીતવાનું લક્ષ્ય, જૂના જોગીઓને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે તાજેતરમાં સી આર પાટિલના સ્થાને જગદીશ વિશ્વકર્માની નિયુક્તિ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપનું સુકાન સંભાળ્યા બાદ જગદિશ વિશ્વકર્માએ પ્રદેશ સંગઠનના માળખામાં મોટા ફેરફાર કરવાની દિશામાં […]

ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 21 દિવસનું દીવાળી વેકેશન પડશે

પ્રાથમિક શાળાઓમાં 17મી ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી વેકેશન, માધ્યમિક શાળાઓમાં 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી વેકેશન, ધોરણ 9થી 12ની પ્રિલિમ/બીજી પરીક્ષા 16થી 24મી જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે. અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં 17મી ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન પડશે. અને 6ઠ્ઠી નવેમ્બરથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. […]

લખતર તાલુકાના દેવળિયા ગામમાં યુરિયા ખાતર ફેકટરીઓને વેચવાનું કૌભાંડ પકડાયુ

પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપ ( SOG) દરોડો પાડ્યો, ખેડૂતોનું ખાતર કોમર્શિયલ બેગમાં પેક કરી ફેક્ટરીઓને વેચાતું હોવાનો પર્દાફાશ, સ્થળ પરથી યુરિયા ખાતર સહિત કુલ રૂ. 19,80,080નો મુદ્દામાલ જપ્ત કરાયો સુરેન્દ્રનગરઃ ખેડૂતોને સીઝન ટાણે યુનિયા ખાતર મળતુ નથી, અને બીજીબાજુ યુરિયા ખાતર બ્લેકમાં ફેકટરીઓને વેચાણ કરી દેવામાં આવતું હોય છે. ત્યારે સુરેન્દ્રનગર એસઓજીએ સરકારી સબસિડીવાળા યુરિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code