1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદ- ભાવનગર હાઈવે પર હીટ એન્ડ રન, ટ્રકે 7 પદયાત્રિકોને કચડ્યા, 4નો મોત, 3ને ઈજા

અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે પીપળી અને વટામણ વચ્ચે કાર અને ટ્રક વચ્ચેના અકસ્માત ઉપરાંત વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદ-ભાવનગર હાઈવે પર સનેસ ગામ નજીક સર્જાયો હતો. જેમાં પૂરફાટ ઝડપે ધસી આવેલા ટ્રકે ખોડિયાર મંદિરે જતાં પદયાત્રાળુઓને અડફેટે લેતા ચાર પદયાત્રાળુના મોત નિપજ્યા હતા. અ અકસ્માતના બનાવની વિગતો એવી છે. કે, […]

રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં કરાયો રણ ટંકાર, રૂપાલાની ટિકિટ રદ કરો,

રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે. અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી રહ્યો છે. બીજીબાજુ ભાજપ રૂપાલાના મુદ્દે નમતું જોખવા તૈયાર નથી. ત્યારે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન આજે રવિવારે સાંજે યોજાયું હતું. જેમાં મોટી સંખ્યમાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હતા. આ સંમેલનમાં […]

પીપળી-વટામણ હાઈવે પર ભોળાદના પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત,

અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માત પીપળી-વટામણ હાઈવે પર ભોળાદ ગામના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. જેમાં કારમાં પ્રવાસ કરી રહેલા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયા હતો, અને ઈજાગ્રસ્તોના ધંધુકાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતના બનાવની […]

ગુજરાતમાં ચૂંટણીના માહોલમાં 35 IPSની બદલી-બઢતી, સુરતના CP તરીકે અનુપસિંહ ગેહલોત

અમદાવાદઃ રાજ્યમાં મહિનાઓથી આઈપીએસ અધિકારીઓની બદલીની ચર્ચાઓ થતી હતી. અને અધિકારીઓ પણ બદલીઓની રાહ જોતા હતા. પણ કોઈ કારણોસર બદલીની ફાઈલ અટકી ગઈ હતી. અને ત્યારબાદ ચૂંટણી જાહેર થતાં જ બદલીઓ ચૂંટણી પૂર્ણ થયા બાદ થશે, એવું આઈપીએસ અધિકારીઓ માની રહ્યા હતા. બીજીબાજુ સુરતના પોલીસ કમિશનર સહિત અનેક જગ્યાઓ ખાલી હતી, ત્યારે રાજ્ય સરકારે ચૂંટણી […]

અમદાવાદમાં ચૂંટણીને લીધે પોલીસ એક્શન મુડમાં, 84 ચેકપોસ્ટ કાર્યરત, 74 આરોપીની ધરપકડ

અમદાવાદઃ  લોકસભા ચૂંટણીમાં આચાર સંહિતા સંદર્ભે પોલીસ વિભાગ એક્શન મોડમાં છે. શહેર પોલીસે વિવિધ ગુનાના નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે તા.16-03-24થી તા.13-04-24 સુધી ડ્રાઈવનું આયોજન કર્યુ હતું. આ ડ્રાઈવ દરમિયાન કુલ 71 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ 84 જેટલી ચેક-પોસ્ટ્સ ઊભી કરવામાં આવી છે. આ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કરવામાં આવતા ચેકિંગ દરમિયાન 12,718 લિટર […]

કચ્છમાં માંડવીના નાની ખાખર પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં

ભૂજઃ નર્મદા યોજનાથી કચ્છને સારોએવો લાભ મળ્યો છે. નર્મદાના કેનાલ દ્વારા સિંચાઈ માટે પણ સુવિધા આપવામાં આવી છે. નર્મદા કેનાલમાં ગાબડાં પડવાના બનાવો પણ અવાર-નવાર બનતા હોય છે. ત્યારે માંડવી તાલુકાના નાની ખાખર અને મુન્દ્રા તાલુકાના મોટી ખાખર ગામ વચ્ચે આવેલી નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડતાં લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. ભર ઉનાળે […]

ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સામાજિક સમરસતા મંચ દ્વારા સામાજીક કાર્યક્રમો યોજાયા

અમદાવાદઃ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સામાજિક સમરસતા મંચ, ગુજરાત દ્વારા આજ રોજ સારંગપુર, અમદાવાદ ખાતે નિ:શુલ્ક છાસ વિતરણ. સમરસતા પ્રદર્શન તેમજ સાહિત્ય સ્ટોલનું ડો બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ અમીબેન ઉપાધ્યાય તેમજ રા. સ્વ. સંઘના સંઘચાલક મહેશભાઈ પરીખના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. અમીબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ડો. બાબાસાહેબનું જીવન સૌને […]

વિસાવદર ચૂંટણીમાં જીતેલા ભૂપત ભાયાણી સામે HCમાં કરાયેલી રિટમાં સુનાવણી 1લી મેએ યોજાશે

અમદાવાદઃ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપીને પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા છે. એટલે રાજ્યમાં વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી સાથે વિસાવદર બેઠકની ચૂંટણી પણ યોજાવાની હતી. પણ ચૂંટણી પંચે વિસાવદરની ચૂંટણીમાં ભૂપત ભાયાણીની જીતને પડકારતી હાઈકોર્ટમાં રિટ થઈ હોવાથી પેટા ચૂંટણી જાહેર કરી નથી. દરમિયાન વિસાવદર બેઠકની ચૂંટણી અંગે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી […]

PSI અને લોકરક્ષક સહિત પોલીસ વિભાગમાં ભરતી માટેની પરીક્ષાનું જાહેર કરાયું સમયપત્રક

અમદાવાદઃ ગુજરાતમાં પીએસઆઈ અને લોકરક્ષક, જેલ સિપાઈ સહિત વિવિધ ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં લોકરક્ષક ભરતીમાં અત્યાર સુધી 3.05 લાખથી વધુ અરજીઓ કન્ફર્મ થઈ છે.  છૂટ છાટમાં વય મર્યાદા પાછળથી પૂર્ણ કરનારા ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરી અરજી કરી શકશે જે બાબતે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી […]

અમદાવાદમાં સોનું (99.9) 10 ગ્રામના ભાવ 75000 પહોંચ્યા, ચાંદી કિલોના 83000 થયાં

અમદાવાદઃ ભારતીય બુલિયન માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી રહી છે.  અમદાવાદ ખાતે સોનાના ભાવ નવી ઊંચી સપાટીએ પહોંચતા 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 75000 પહોચ્યો છે. જ્યારે ચાંદીના ભાવ કિલોના 83000 આસપાસ રહ્યો હતો. અમદાવાદ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 વધીને રૂપિયા 75,000 થયો છે. જ્યારે સોનું (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code