1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સુરત-ભાવનગર વચ્ચે દિવાળીના તહેવારો માટે ખાસ ટ્રેન દોડાવવા રજુઆત

ભાવનગર જિલ્લાના ઘણાબધા પરિવારો સુરતમાં સ્થાયી થયેલા છે, દિવાળીના તહેવારોમાં પરિવારો પોતાના માદરે વતન આવતા હોય છે, સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશને કરી રજુઆત ભાવનગરઃ શહેર અને જિલ્લાના અનેક લોકો પરિવાર સાથે સુરતમાં રોજગાર-ધંધામાં સ્થાયી થયેલા છે. અને દિવાળીના તહેવારોમાં લોકો પરિવાર સાથે માદરે વતન આવતા હોય છે. ત્યારે સુરત-ભાવનગર વચ્ચે દિવાળીના તહેવારો દરમિયાન ખાસ ટ્રેન દોડાવવા […]

અલંગ યાર્ડમાં ભંગાવવા આવતા જહાજોને હવે ચાર્ટર્ડ એન્જીનિયર સર્ટિફિકેટમાંથી મુક્તિ

હવે કસ્ટમ્સને બાંહેધરી પત્ર જ આપવુ પડશે, રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની રજુઆત બાદ નિર્ણય લેવાયો, કસ્ટમ અધિકારીઓની વધુ પડતી માથાકૂટને લીધે મુશ્કેલી પડતી હતી ભાવનગરઃ જિલ્લાનો એર માત્ર રોજગારી આપતો અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ઘણ સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. જેમાં સરકારના છાશવારે બદલાતા નિયમોને લીધે જહાંજની સંખ્યામાં ઘટાડો થયો હતો. અલંગ શિપ બ્રેકિંગ સાથે […]

રાજકોટના માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક, યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો લાગી

રાજકોટના યાર્ડમાં 21000 મણ મગફળીની આવક થઈ, 8500 મણ કપાસ, જીરૂ, અને સફેદ તલની પણ આવક થઈ, યાર્ડમાં જણસીઓ વેચવા માટે ખેડૂતો લાંબી લાઈનો લાગી રાજકોટઃ સૌરાષ્ટ્રના મોટા ગણાતા રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં હાલ ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડમાં દિવાળીનાં તહેવારો પહેલા  વિવિધ જણસીઓનું વેંચાણ કરવા ખેડૂતોનો ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં […]

રાજકોટમાં એસટી બસ સ્ટેશનની બહાર નિકળતી બસની અડફેટે પ્રવાસીનું મોત

એસટી બસની બ્રેક ફેઈલ થતા બસ પિલ્લર સાથે અથડાઈ, પ્રવાસીને માથાના ભાગે ઈજા થતા ઘટનાસ્થળે મોત, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી રાજકોટઃ શહેરના એસટી બસ સ્ટેશનની બહાર નીકળતા રાજકોટ-બરવાળા રૂટની એસટી બસે એક પ્રવાસીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. આ બનાવથી આજુબાજુના લોકો અને પ્રવાસીઓ એકઠા તઈ ગયા હતા. અને પોલીસને […]

વડોદરાની એમએસ યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ હવે દીવાળી બાદ યોજાશે

MS યુનિનો દીક્ષાંત સમારોહ અગાઉ તા, 5 સપ્ટેમ્બરે નક્કી કરાયો હતો, નવા કૂલપતિની નિમણૂંકને લીધે દીક્ષાંત સમારોહમાં વિલંબ થયો, 14,531 વિદ્યાર્થીઓએ ડિગ્રી માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે, વડોદરાઃ એમએસ યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ અગાઉ 5મી સપ્ટેમ્બરે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.અને 14થી વધુ વિદ્યાર્થીઓએ ડીગ્રી સર્ટીફિકેટ લેવા માટે રજિસ્ટ્રેશન પર કરાવી દીધુ હતું. પણ ત્યારબાદ કૂલપતિની નિમણૂકને […]

અમદાવાદમાં મ્યુનિની હોસ્પિટલોમાં રાત્રે ચેકિંગ માટે AMCના અધિકારીઓને અપાયો આદેશ

મ્યુનિની હોસ્પિટલોમાં રાત્રે દર્દીઓ અને સ્ટાફ વચ્ચે ઝઘડાઓ થતા રહે છે, મ્યુનિના 15 અધિકારીઓને ચેકિંગની જવાબદારી સોંપાઈ, રાત્રે સ્ટાફની હાજરી સહિતની વિગતો તપાસીને રિપોર્ટ આપવો પડશે અમદાવાદઃ શહેરમાં મ્યુનિ સંચાલિત હોસ્પિટલોમાં રાતના સમયે દર્દીઓ કે દર્દીઓના સગાઓ અને હોસ્પિટલના સ્ટાફ વચ્ચે અવાર-નવાર માથાકૂટ થતી હોવાની ફરિયાદો ઉઠતા તેમજ હોસ્પિટલમાં નાઈટ ડ્યુટીમાં કેટલાક કર્મચારીઓ ઊંઘી જવાની […]

અમદાવાદના માધૂપુરામાં નશાબાજ કારચાલકે અકસ્માત કરતા લોકોએ કારમાં તોડફોડ કરી

કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા, લોકોના ટોળાંથી બચવા કારચાલક કાર સાથે સફળ બિલ્ડિંગમાં ઘૂંસી ગયો, ચાલક કાર મુકીને નાસી જતા લોકોએ કારમાં તોડફોડ કરી અમદાવાદઃ શહેરમાં ઓવરસ્પિડમાં દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં રાતના સમયે કેટલાક વાહનચાલકો નશાની હાલતમાં અકસ્માતો કરતા હોય છે. ત્યારે શહેરના માધુપુરા વિસ્તારમાં ગતરાત્રિએ એક કારચાલકે નશાની […]

ગુજરાત સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 3થી 5 ટકાનો વધારો કરાયો

રાજ્યના 4.69 લાખ કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સને મળશે લાભ, મોંઘવારી ભથ્થામાં વધારાની 3 માસની તફાવત રકમ-એરિયર્સ એક જ હપ્તામાં ચૂકવાશે, ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જુલાઈ, 2025થી આપવાનો નિર્ણય કર્યો […]

સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 4 મહિલાના મોત

શક્તિ માતાના મંદિરે દર્શન કરવા જતા પરિવારની કારને અકસ્માત નડ્યો, અકસ્માતમાં એકને ગંભાર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો, અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર વધુ અકસ્માત સર્જાયો છે. કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત […]

ગુજરાતમાં નવચરિત તાલુકાઓના કેટલાક ગામોમાં ફેરફાર કરાયો

સુરત, મહીસાગર અને ખેડા જિલ્લાના નવરચિત તાલુકાના કેટલાક ગામોમાં ફેરફાર, ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ(ચીખલોડ)ના બદલે ફાગવેલ રહેશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નવરચિત તાલુકાઓમાં સમાવિષ્ટ ગામોમાં કેટલાક મહત્વના ફેરફાર કરવામાં અંગે મંજૂરી આપવામાં આવી હતી. વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code