સુપ્રીમ કોર્ટમાંથી પૂર્વ IPS સંજીવ ભટ્ટને ના મળી રાહત, સજા સસ્પેન્શન અરજી ફગાવાઈ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં દોષિત ઠરેલા ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સંજીવ ભટ્ટની જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં ભટ્ટને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે આ કેસમાં જામીન અથવા સજા સસ્પેન્શનની માંગણી કરતી તેમની અરજીમાં કંઈ ખાસ નથી. ચુકાદો […]