1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

રાજકોટમાં 4થી ડિસેમ્બરથી 74મી ઓલ ઈન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશીપ યોજાશે

અલગ-અલગ રાજ્યોની 35થી વધુ પુરુષો અને મહિલા ટીમો ટૂર્નામેન્ટમાં ભાગ લેશે, ગુજરાત પોલીસ તંત્રના યજમાન પદે 21 વર્ષ બાદ પોલીસ હોકી ચેમ્પિયનશિપ યોજાશે, 15 ડિસેમ્બરના રોજ ક્લોઝિંગ સેરેમની સાંજે 4 વાગ્યે યોજાશે રાજકોટઃ શહેરમાં ગુજરાત પોલીસ વિભાગના યજમાનપદે તા. 4 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી 74મી નેશનલ લેવલની ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ યોજાશે. જેમાં દેશભરમાંથી […]

વડોદરામાં કારનો કાચ તોડીને 1,32 લાખની ચોરી કેસનો આરોપી પકડાયો

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કારમાંથી ચોરી કરતા રિઢા આરોપીને ઝડપી લીધો, પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કર્યો, લોખંડના છરાની મદદથી કારના કાચ તોડીને બેગની ચોરી કરી હતી વડોદરાઃ શહેરમાં ચાર દિવસ પહેલા હરણી વિસ્તારમાં આવેલા બાલાજી પાર્ટી પ્લોટ બહાર પાર્ક કરેલી ફોરવ્હીલર કારમાંથી કાચ તોડીને થયેલી 1 લાખ 32 હજાર રૂપિયાની ચોરીનો બનાવ બન્યો હતો. શહેર […]

ઊધના-બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન રોજ દોડાવવા મળી લીલીઝંડી

અમૃત ભારત ટ્રેન હાલ અઠવાડિયામાં ત્રણ દિવસ દોડાવવામાં આવે છે, સુપરફાસ્ટ ટ્રેનમાં CCTV, LED ડિસ્પ્લે, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ જેવી તમામ સુવિધાઓ, અગાઉ ટ્રેનને બે મહિનામાં નિયમિત કરવાની જાહેરાત રેલવે મંત્રીએ કરી હતી સુરતઃ શહેરના ઉધના બ્રહ્મપુર વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડતી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને હવે રોજ દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડે […]

ચિંતન શિબિર માટે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, અધિકારીઓ ધરમપુર પહોચ્યા

CM સહિત મંત્રીઓ અને અધિકારીઓ ‘વંદે ભારત’ સુપરફાસ્ટ ટ્રેનમાં વલસાડ પહોચ્યા, ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ માટે ચિંતન કરાશે, CM, મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વલસાડની બાય રોડ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ પહોંચ્યા વલસાડઃ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂ થતી ચિંતન શિબિર માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓએ વહેલી […]

‘9મી અદાણી અમદાવાદ મેરેથોન’ માટે 24,000 દોડવીરો ભાગ લેશે

અમદાવાદઃ 9મી અદાણી અમદાવાદ મેરેથોનનું ભવ્ય આયોજન 30મી નવેમ્બરે થવા જઈ રહ્યું છે. આ ઇવેન્ટમાં 24,000 થી વધુ રનર્સ ઉત્સાહ સાથે ચાર રેસ કેટેગરીમાં ભાગ લેશે. આ મેરેથોન રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કથી શરૂ થશે. ઇવેન્ટની સફળતા માટે સુરક્ષા, ટ્રાફિક સંકલન અને તબીબી વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવાયો છે. આ મેરેથોનને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI) દ્વારા […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયા 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ નગર

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં હાલમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડી ગાયબ થઈ રહી હોય તેવો માહોલ સર્જાયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 15 ડિગ્રી સેલ્સિયસથી ઉપર ચડી ગયો છે, જેના પગલે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યમાં માત્ર નલિયા અને ગાંધીનગર જ એવા સ્થળો રહ્યા છે […]

કોમન વેલ્થ ગેમ 2030 અમદાવાદના આંગણે રમાશે, ગુજરાત માટે ઐતિહાસિક નિર્ણય

સ્કોટલેન્ડના ગ્લાસોમાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય, પ્રથમવાર ઇન્ટરનેશનલ લેવલની મલ્ટીસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થશે, અમદાવાદનું નામ વર્લ્ડ સ્પોર્ટસ એક્ટિવિટીમાં દુનિયામાં અંકીત થશે  અમદાવાદઃ કોમન વેલ્થ ગેમની યજમાની કરવાનો અનેરો અવસર અમદાવાદને મળ્યો છે. કોમન વેલ્થ ગેમ 2030 અમદાવાદના આંગે રમાશે. ગુજરાત માટે આ નિર્ણય ખૂબ ઐતિહાસિક છે. કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદનો નિર્ણય લેવાઈ […]

ગુજરાતમાં વાહનચાલકો પાસેથી UPI દ્વારા ઓનલાઈન રૂપિયા 10.05 લાખનો દંડ વસુલાયો

ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયામાં ક્રાંતિ, 90 દિવસ પછી ચલણ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે, ચલણ કોર્ટમાં જાય તે પહેલાંBBPS જેવી સરળ ઓનલાઇન સુવિધાઓનો ઉપયોગ કરી શકાશે ગાંધીનગરઃ   રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી અને […]

હિંમતનગર GIDC નજીક હાઈવેના ઓવરબ્રિજ પર રોડ રોલરને ટ્રકે ટક્કર મારતા 4નો મોત

ટ્રક પૂર ઝડપે અથડાતા રોડ-રોલર પલટી ગયુ, એન્જિનિયર અને ત્રણ શ્રમિકો કચડાઈ ગયા, કેન્દ્રિય મંત્રી ગડકરી અને મુખ્યમંત્રીના આગમનને લીધે બ્રિજ પર સમારકામની તૈયારીઓ ચાલતી હતી, હિંમતનગરઃ શહેરના જીઆઈડીસી  નજીક આવેલા ઓવરબ્રિજ પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઈવે કોન્ટ્રાક્ટ એજન્સીના એક એન્જિનિયર સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. […]

પાલનપુર હાઈવે પર હીટ એન્ડ રન, કારે ત્રણ રાહદારીઓને એડફેટે લીધા, મહિલાનું મોત

અકસ્માત બાદ કાર સાથે તેનો ચાલક નાસી ગયો, કારચાલકે ઓવરટેક કરતા રોડ સાઈડ પર ચાલી રહેલા રાહદારીઓને અડફેટમાં લીધા, પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી પાલનપુરઃ શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર હનુમાન ટેકરી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી.  પુરઝડપે જતી કારના ચાલકે ઓવરટેક કરવાની લાયમાં રોડની સાઈડમાં ચાલીને જતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code