1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

NFSUના ચોથા દીક્ષાંત સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ઉપસ્થિત રહેશે

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2026: નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)નો ચોથો દીક્ષાંત સમારોહ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ સૂર્ય કાંત, ‘મુખ્ય અતિથિ’ તરીકે આ પ્રસંગની શોભા વધારશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનીતા અગ્રવાલ ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે ઉપસ્થિત રહેશે. NFSUના કુલપતિ પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉ. જે.એમ. […]

ભાવનગરના મહુવામાં ગેસ સિલિન્ડર ફાટતા ત્રણને ગંભીર ઈજા, મકાનોને પણ મોટુ નુકસાન

ભાવનગર, 25 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના મહુવા શહેરમાં લાતી બજારમાં આવેલા એક રહેણાંકના મકાનમાં આજે સવારે ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફડા-તફડી મચી ગઈ હતી. સિલિન્ડરના જોરદાર વિસ્ફોટથી આજુબાજુના મકાનોને પણ નુકસાન થયું હતું. આ બનાવમાં ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રચંડ અવાજને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા […]

રાજ્ય ચૂંટણી પંચે અમદાવાદ સહિત 15 મહાપાલિકાના ચૂંટણી અધિકારીઓની કરી નિમણૂકો

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2026:  ગુજરાતમાં SIR’ની કામગીરી પૂર્ણ થતાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમટા શરૂ થશે. અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓની 10મી માર્ચે મુદત પુરી થાય છે. જ્યારે નવરચિત મહાનગરપાલિકાઓની પણ ચૂંટણીઓ યોજાશે. એટલે  રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, ત્યાર રાજ્યના […]

કચ્છમાં પેટ્રોલ વહન કરતી ભૂગર્ભ લાઈન પર ઊભેલી કોલસા ભરેલી ટ્રકમાં લાગી આગ

ભૂજ, 25 ફેબ્રુઆરી 2026:  કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં રાપર તાલુકાના આડેસર પાસે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં કોલસા ભરેલી એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ભભૂકી હતી. ઘટનાની જાણ થતા પોલીસ, ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. આ બનાવની ગંભીરતા એ હતી કે, જ્યાં કોલસા ભરેલી ટ્રક સળગી રહી હતી, તેની બરાબર નીચેથી જ જમીનમાં […]

વઢવાણના નવા દરવાજા, કોળીપરા સહિત વિસ્તારોમાં 10 દિવસથી પાણી ન મળતા કકળાટ

વઢવાણ, 25 ફેબ્રુઆરી 2026:  સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનમાં વઢવાણનો સમાવેશ કરી દેવાયા બાદ પણ વઢવાણના પ્રશ્નોના નિરાકરણમાં મ્યુનિના અધિકારીઓની ઉદાસિનતા જોવા મળી રહી છે. વઢવાણ શહેરના નવા દરવાજા, દોદરકોઠો, કોળીપરા અને દલિત વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીનો પુરવઠો બંધ રહેતા લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. મ્યુનિને રજુઆત કરવા છતાંયે કોઈ નિરાકરણ ન લવાતા મહિલાઓએ ભારે […]

માલવણ નજીક હાઈવે પર દાડમ ભરેલી ટ્રકમાં લાગી આગ, ડ્રાઈવર-ક્લીનર દાઝી ગયા

સુરેન્દ્રનગર, 25 ફેબ્રુઆરી 2026:   જિલ્લાના પાટડી તાલુકાના માલવણથી કચ્છ જતા હાઈવે પર અખિયાણા અને ધર્મઠ પાસે દાડમ ભરેલી આઈસર ટ્રકમાં અકસ્માત બાદ આગ લાગતા ટ્રકના ડ્રાઇવર અને કન્ડકટર ગંભીરરીતે દાઝી જતા પ્રાથમિક સારવાર અર્થે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા. ટ્રકમાં આગ લાગ્યાની જાણ થતાં જ  પોલીસ તેમજ […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળી બિલ ન ભરનારા 28 લાખ ગ્રાહકોના આજે વીજ કનેક્શનો કપાશે

રાજકોટ, 25 ફેબ્રુઆરી 2026:  પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)  દ્વારા આજે 25મી ફેબ્રુઆરીએ ડીસકનેક્શન ડે મનાવવામાં આવ્યો હતો. જેમાં બીલ ન ભરનારા 28 લાખ ગ્રાહકોના વીજ કનેકશનો કાપવા માટે વહેલી સવારથી ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 28.68 લાખ ગ્રાહકોએ રૂપિયા 652.99 કરોડનું વીજ બિલ ભરપાઈ કર્યું નથી. આજે વહેલી સવારથી બાકીદારોના વીજ કનેક્શન […]

સુરતમાં કારચાલક સાથે ઝગડો કરી 35 લાખ લૂંટી લેનારી છારા ગેન્ગના બે શખસો પકડાયા

સુરત, 25 ફેબ્રુઆરી 2026:  શહેરના રાંદેર વિસ્તારમાં મોરા ભાગળ રોડ પર  ગઈ તા. 19મી ફેબ્રુઆરીના રોજ બાઈક પર આવેલા શખસોએ કાર સાથે અથડાઈને કારચાલક સાથે ઝગડો કર્યો હતો. કારચાલકને ઝગડામાં વ્યસ્ત રાખીને કારનો કાચ તોડીને રૂપિયા 35 લાખની લૂંટ કરીને શખસો નાસી ગયા હતા. કારચાલક અને અન્ય લોકોએ પીછો પણ કર્યો હતો. પણ લૂંટારૂ શખસોનો […]

અમદાવાદમાં કાંકરિયા અનુપમ બ્રિજ માર્ચ મહિનામાં 10 દિવસ રાત્રીના સમયે બંધ રહેશે

અમદાવાદ, 25 ફેબ્રુઆરી 2026:  શહેરના કાંકરિયા વિસ્તારમાં અનુપમ રેલવે એવરબ્રિજ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હોવાથી માર્ચ મહિનામાં 10 દિવસ રાત્રીના સમયે ઓવરબ્રિજ વાહન-વ્યવહાર માટે બંધ રહેશે. માર્ચ મહિનામાં તા. 9થી 11 માર્ચ અને 20 અને 21 માર્ચ તેમજ 26થી 30 માર્ચ દરમિયાન રાત્રિના 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઓવરબ્રિજ બંધ રહેશે. […]

ગુજરાત પોલીસે રૂ.૩,૭૨૭ કરોડનું ડ્રગ્સ પકડ્યું, માફિયાઓની મિલકતો પર પણ ‘દાદાનું બુલડોઝર’ ફર્યું

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી, 2026 – Gujarat Police છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં ૧,૬૪૭ ગુનાઓ નોંધાયા છે, જેમાં આશરે ૪૧,૦૦૦ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે રૂ. ૩,૭૨૭ કરોડ થાય છે તેમ સરકારે આજે વિધાનસભા ગૃહમાં માહિતી આપી હતી. રાજ્યમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા કડક અને નક્કર પગલાંની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code