1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વાપીમાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ખાડાઓને લીધે મહિલાઓએ કર્યો ચક્કાજામ

હાઈવે પર ખાડાઓ અને ઘૂળની ડમરીઓ ઉડતી હોવાથી સ્થાનિક લોકો પરેશાન, હાઈવે પરની અનેક સોસાયટીઓના લોકો સતત ટ્રાફિકને લીધે કંટાળી ગયા, મહિલાઓના ઉગ્ર વિરોધથી ટ્રાફિકજામ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો વલસાડઃ જિલ્લાના વાપીમાંથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડ્યા છે. અને તેના લીધે વાહનો પસાર થતાં જ ધૂળની ડમરીઓ ઉડે છે […]

પાલનપુરમાં કરોડોના ખર્ચે બનેલા એલિવેટેડ બ્રિજમાં એક વર્ષમાં ગાબડા પડયાં,

પાલનપુરનો નેશનલ હાઈવે પરનો એલિવેટેડ બ્રિજ વર્ષમાં બીજીવાર ડેમેજ, સોશિયલ મિડિયામાં બ્રિજના ફોટો વાયરલ થતાં ત્વરિત મરામતનું કામ હાથ ઘરાયું, બ્રિજને મરામત માટે એક સાઈડ બંધ કરી દેવાતા ટ્રાફિક જામ સર્જાયો પાલનપુરઃ વડોદરાના પાદરા નજીક ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરના તમામ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમ છતાં એક વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનાવેલો પાલનપુરનો […]

બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત, નુકસાનની વિગતો મેળવી

વાવ, સુઈગામ, થરાદ અને ભાભરમાં પશુપાલકોને મફત ઘાસચારો અપાશે, મુખ્યમંત્રીએ ગઈકાલ બાદ આજે ફરી પૂરગ્રસ્તોને મળીને નુકસાનીની વિગતો મેળવી, નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની તમામ વ્યવસ્થા કરાશે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ અને સુઇગામ તાલુકામાં અતિવૃષ્ટિએ ભારે તારાજી કરી છે. 5 દિવસ પહેલા પડેલા વરસાદના પાણી હજુ પણ ભરેલા છે. પશુપાલન, ખેતીવાડી સહિત […]

જૂનાગઢમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની શિબિરમાં પ્રતાપ દૂધાત ગેરહાજર રહેતા નારાજગી

અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગેરહાજર રહેતા હાઈકમાન્ડે ગંભીર નોંધી લીધી, સંગઠનની નબળી કામગીરી માટે 9 જિલ્લા પ્રમુખોને અપાયુ 90 દિવસનું અલ્ટિમેટમ, સારી કામગીરી કરતા જિલ્લા પ્રમુખોને જાહેરમાં બિરદાવાયા જૂનાગઢઃ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિર જુનાગઢમાં યજાઈ રહી છે. આ પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રસના જિલ્લા અને શહેર પ્રમુખોને હાજર રહેવાની સુચના આપવામાં આવી હતી. ત્યારે અમરેલી જિલ્લા […]

વડોદરામાં ગેસનો સિલિન્ડર ચોરીને ચોર ગેસ કટર સાથે ATM તોડતા પકડાયો

ATM તોડી પૈસા કાઢે તે પહેલા જ ચોરને પોલીસે રંગેહાથ ઝડપ્યો, તસ્કરે હોસ્પિટલમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરી હતી, ગેસ સિલિન્ડર લઈને ATMની કેબીનમાં ઘૂંસ્યો હતો વડોદરાઃ શહેરમાં એક હોસ્પિટલમાંથી ચોરએ ગેસ સિલિન્ડરની ચોરી કરીને ગેસ સિલિન્ડર અને ગેસ કટર લઈને નજીકમાં આવેલા એક એટીએમ તોડવા ગયો હતો. ત્યારબાદ એટીએમ મશીન પરની પ્લાસ્ટિકની ડોરની બોડી કાપી […]

અમદાવાદના એસપી રિંગ રોડ પર નિકોલ પાસે પૂરઝડપે કારએ સ્કૂટરને અડફેટે લીધુ

સ્કૂટરને અડફેટે લીધા બાદ કારએ પલટી ખાધી, કાર અને સ્કૂટરચાલકને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા, SP રિંગરોડ નિકોલ પાસે અકસ્માતના લીધે ટ્રાફિકજામ સર્જાયો અમદાવાદઃ શહેરમાં ઓવરસ્પીડમાં વાહનો ચલાવવાને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના એસપી રિંગ રોડ પર નિકોલ ચાર રસ્તા નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલી કાર […]

અમદાવાદના અમરાઈવાડીમાં બેરીકેટ વગરના ખાડામાં બાઈકચાલક ખાબક્યો

ગટરલાઈનની મરામત માટે રોડ પર ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો, રાતના સમયે સ્ટ્રીટ લાઈટો પણ બંધ હતી, ખાડા ફરતે બેરીકેટ લગાવાયા નહોતા અમદાવાદઃ શહેરમાં ગટર, પાણીની લાઈનો બ્લોક થતાં રોડ તોડીને ખાડાઓ ખોદીને પાણી કે ગટરની લાઈનોને રિપેર કરવામાં આવતી હોય છે. મ્યુનિ.કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પાણી કે ગટરના લાઈનોના રિપેરિંગ માટે ખાડા ખોદ્યા બાદ ખાડા […]

દક્ષિણ ગુજરાતમાં 14મી સપ્ટેમ્બરથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ઉત્તર અરબી સમુદ્ર પર બનેલું ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધ્યું, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા-નગર હવેલીમાં વરસાદ પડશે, અમદાવાદમાં આકાશ વાદળછાયું રહેશે અમદાવાદઃ આજે શુક્રવારે દક્ષિણ ગુજરાતના 5 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. ગુજરાતમાં ચોમાસાની સીઝનનો 108 ટકા વરસાદ પડી ચૂક્યો છે. અને મેઘરાજા હવે વિદાય લેવાની તૈયારીઓ કરી રહ્યા છે. […]

અપહરણ અને ખંડણી કેસમાં પકડાયેલા શખસે PIની રિવોલ્વર છીનવી હુમલો કરતા ફાયરિંગ

રામોલના જમીન દલાલનું અપહરણ કરી 52 લાખની ખંડણી વસુલી હતી, પોલીસે ખંડણીખોર ટોળકીને દબોચી લીધી હતી, પોલીસે ફાયરિંગ કરતા આરોપીને પગમાં ગોળી વાગતા હોસ્પિટલ ખસેડાયો અમદાવાદઃ શહેરના રામોલ વિસ્તારમાં રહેતા જમીનદલાલનું અપહરણ કરી દાગીના અને રોકડ મળીને 52.50 લાખનો મુદ્દામાલ લઈ ફરાર થઈ જતાં 6 આરોપીની રામોલ પોલીસે દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી તમામ […]

મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો યથાવત

મગફળી પાક છેલ્લા ઘણા વર્ષોથી ભારત અને ગુજરાતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતા ટોચના દેશોમાં ભારતે અગ્રીમ હરોળમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. ત્યારે ભારતના કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો આજે 50 ટકાથી પણ વધુ છે. મગફળી વાવેતર અને ઉત્પાદન ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો આ વર્ષે પણ યથાવત છે.કૃષિ મંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code