1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વાપી હાઈવે પર કેરી ભરેલી ટ્રકે પલટી ખાધી, લોકોએ કેરીની લૂંટ ચલાવતા સર્જાયો ટ્રાફિક જામ

વલસાડઃ  અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે સતત 24 કલાક ધમધમતો રહે છે,  હાઈવે પર અકસ્માતો પણ સર્જાતા હોય છે. દરમિયાન વાપી-વલસાડ વચ્ચે બલીઠા પાસે હાઈવે પર 12 ટન કેરી ભરેલો ટ્રક પલટી જતાં હાઈવે પર કેરીઓના ઢગલાં થયા હતાં.જેની જાણ આજુબાજુના સ્થાનિક લોકોને થતાં જ કેરીઓ લેવા માટે દોટ મુકી હતી. અને લોકોએ કેરીઓની લૂંટ ચલાવી હતી, […]

વડોદરામાં કિશનવાડીમાં કચરાના થતાં ડમ્પિંગ સામે યુવા કોંગ્રેસે કર્યો વિરોધ, 6 કાર્યકરોની અટકાયત

વડોદરાઃ રાજ્યમાં નાના-મોટા શહેરોમાં કચરા નિકાલનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બનતો હોય છે. શહેરભરમાંથી એકત્ર થતો કચરો શહેરની ભાગોળે ડમ્પ કરવામાં આવતો હોય છે. આ કચરાના ડમ્પને લીધે આજુબાજુના વસાહતીઓને સમસ્યા ઊભી થતી હોય છે. વડોદરામાં કિશનવાડી વિસ્તારમાં કચરાના ડમ્પિંગને કારણે સ્થાનિક રહિશોમાં ભારે વિરોધ ઉઠ્યો છે. દરમિયાન શહેરના યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર […]

પ્રાથમિક શાળાઓમાં 4થી એપ્રિલથી પરીક્ષાનો પ્રારંભ, 7 એપ્રિલે સ્કોલરશીપ માટે પરીક્ષા લેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં માર્ચ-એપ્રિલ એ પરીક્ષાની મોસમ ગણાય છે. માર્ચમાં ધોરણ 10 અને 12ની તેમજ ગુકેટની પરીક્ષા પૂર્ણ થયા બાદ એપ્રિલમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની પરીક્ષાઓ શરૂ થશે. જેમાં  પ્રાથમિક શાળામાં દ્વિતીય કસોટી (વાર્ષિક પરીક્ષા)નો કાર્યક્રમ જાહેર કરાયો છે અને તા. 4 એપ્રિલથી શરૂ થનારી આ પરીક્ષા 23 એપ્રિલે પૂર્ણ થશે. ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓમાં  સમાન […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને વર્ષમાં કરવેરાની 365 કરોડની આવક, કરદાતાઓમાં પણ થયો વધારો

રાજકોટઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. તેના લીધે મ્યુનિ.કોર્પોરેશનને કરવેરાની આવકમાં સારોએવો વધારો થયો છે. વર્ષ 2023-24ની એટલે કે ગયા એપ્રિલથી માર્ચ સુધીમાં એક વર્ષમાં મ્યુનિને કરવેરાની રૂપિયા 265 કરોડની આવક થઈ છે. મ્યુનિ. દ્વારા બાકી કરવેરાની વસુલાત માટે ઝૂંબેશ આદરવામાં આવી હતી. તેમજ રિબેટ યોજના પણ અમલમાં મુકવામાં આવી હતી. તેને […]

રાજકોટ યાર્ડ ચણા, ધાણા, ઘઉં સહિતની આવકથી ઊભરાયું, આજથી હરાજીનો પ્રારંભ થશે

રાજકોટઃ હોળી અને ધૂળેટીના તહેવારો અને માર્ચ એન્ડિંગને લીધે રાજકોટ સહિતના માર્કેટ યાર્ડ્સમાં સપ્તાહનું વેકેશન રહ્યા બાદ 1લી એપ્રિલથી તમામ યાર્ડ્સમાં કામકાજ શરૂ થયા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં ખેડૂતો ચણા, ધાણા અને ઘઉં સહિતની જણસીઓ લઈને આવી પહોંચતા યાર્ડ બહાર 1200થી વધુ વાહનોની લાઈનો લાગી હતી. જોકે યાર્ડ સત્તાધીશો દ્વારા ખેડૂતોને […]

સૌરાષ્ટ્રમાં સ્વનિર્ભર શાળાના સંચાલકોએ ફીમાં કર્યો તોતિંગ વધારો, FRC કોઈ નિર્ણય કરતી નથી

અમદાવાદઃ રાજ્યમાં ઘણા સમયથી ખાનગી શાળા સંચાલકો ફી વધારાની માગણી કરી રહ્યા છે. ફી નિર્ધારણ કમિટીમાં અપુરતી સભ્ય સંખ્યા તેમજ વિવિધ કારણોસર ફી વધારાને મંજુરી અપાતી નથી. બીજી બાજુ ખનાગી શાળાઓમાં ખર્ચ વધાતો જાય છે. તેને પહોંચી વળવા માટે સંચાલકો ફીમાં વધારો માગી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રની 500 જેટલી ખાનગી શાળાઓ દ્વારા પોતાની રીતે જ […]

સુરતમાં ગરમીને લીધે ગેસ્ટ્રોટાઈટીસ અને વાયરલ ફીવરના કેસમાં વધારો, OPD લાગતી લાઈનો

સુરતઃ શહેરમાં ગરમીને લીધે ગેસ્ટ્રો ટાઈસીસ તેમજ વાયરલ ફીવરની બિમારીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. વાયરલ ફીવરના તો ઘેર ઘેર દર્દીઓ જોવા મળી રહ્યા છે. શહેરની સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની સવારથી લાંબી લાઈનો લાગી જાય છે. જ્યારે ખાનગી દવાખાનાઓમાં પણ એટલી જ ભીડ જોવા મળી રહી છે. ગરમીમાં લોકોએ વધુ તકેદારી રાખવા તેમજ બજારૂ […]

અમદાવાદમાં ચેટી ચાંદ અને ઈદના દિને શાળાઓમાં જાહેર રજા રહેશે, DEOએ કર્યો પરિપત્ર

અમદાવાદઃ રાજ્યમાં શૈક્ષણિક કેલેન્ડરમાં વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્ય તેમજ જાહેર રજાઓ અને વેકેશન અંગે અગાઉથી જાહેર કરી દેવામાં આવે છે. શૈક્ષણિક કેલેન્ડરમાં ચેટીચાંદ અને ઈદની જાહેર રજાઓ હોવા છતાંયે અમદાવાદ શહેરની કેટલીક સ્કુલોએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાની જાહેરાત કરતાં તેનો વિરોધ થયો હતો. અને કેટલાક વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆતો પણ કરી હતી. જેને ધ્યાને રાખીને […]

અમદાવાદમાં ગરમીને લીધે મ્યુનિ.સંચાલિત 15 સ્વિમિંગ પુલોની ત્રણેય બેન્ચમાં લોકોનો ધસારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ ગરમીથી રાહત મેળવવા અને ફીટનેસ પણ જળવાઈ રહે તે માટે  લોકોમાં  સ્વિમિંગ પુલોમાં જવાનો ક્રેઝ વધી રહ્યો છે. શહેરમાં મ્યુનિ.સંચાલિત તમામ સ્વિમિંગ પુલોમાં વહેલી સવારથી ભીડ જોવા મળી રહી છે.  સાથે જ શહેરના યુવક-યુવતીઓ અને બાળકો પણ તરતા શીખવા માટે સ્વિમિંગ પુલોમાં રજિસ્ટ્રેશન […]

ગુજરાતમાં 48 ડેમના તળિયા દેખાયા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 30,38 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ,

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાનો પ્રથમ ગણાતો ફાગણ મહિના હજુ પુરો થયો નથી ત્યાં ગણા ગામોમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. તાપમાનમાં વધારો થતાં જળાશયોમાં પાણીના સ્તરમાં ધરખમ ઘટાડો થયો છે. ગુજરાતના 48 જળાશયોમાં હવે 10 ટકાથી ઓછું પાણી બચ્યું છે. 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 54 ટકા બચ્યું છે. સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક થયા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code