1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

નેપાળમાં ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ ઉપર 3.2ની તીવ્રતા નોંધાઈ

નવી દિલ્હીઃ  ભારતના પડોશી દેશ નેપાળમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળીને ખુલ્લા ખેતરો તરફ દોડી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ 03 મે, 2025 ના રોજ સવારે 10:38:50 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. […]

પહેલાગામ હુમલા બાદ ભારતની કાર્યવાહી, પાકિસ્તાનથી થતી આયાત ઉપર પ્રતિબંધ મુકાયો

નવી દિલ્હીઃ પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે પાકિસ્તાનથી થતી આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકારે પાકિસ્તાનમાં ઉદ્ભવતા અથવા ત્યાંથી આવતા તમામ માલની પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે, પછી […]

ગોવાના શિરગાંવમાં ભાગદોડને કારણે થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવાના શિરગાંવમાં ભાગદોડને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમઓ ઇન્ડિયા હેન્ડલ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું કે, “ગોવાના શિરગાંવમાં ભાગદોડથી થયેલા મોતથી દુઃખી છું. પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે. ઉત્તર ગોવાના […]

ભારત માટે વિશ્વનું કન્ટેન્ટ હબ બનવાનો આ એક અદ્ભુત સમય છે: શ્રદ્ધા કપૂર

મુંબઈઃ “આજે, સ્માર્ટફોન ધરાવતો કોઈપણ વ્યક્તિ કન્ટેન્ટ ક્રિએટર અને પ્રોડ્યુસર બની શકે છે”, ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ દ્વારા કન્ટેન્ટના લોકશાહીકરણ પર પ્રકાશ પાડતા પ્રખ્યાત અભિનેત્રી શ્રદ્ધા કપૂરે કહ્યું હતું. સોશિયલ મીડિયા પર પોતાની અધિકૃત હાજરી માટે જાણીતી શ્રદ્ધાએ ભારતના વાર્તા કહેવાના ઊંડા મૂળિયા વારસા પર ભાર મૂક્યો હતો. “આપણે વાર્તાઓ પર મોટા થયા છીએ – તે […]

અનુરાધા પ્રસાદે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકેનો ચાર્જ સંભાળ્યો

નવી દિલ્હીઃ ભારત સરકારના આંતર રાજ્ય પરિષદ સચિવાલય, ગૃહ મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ, શ્રીમતી અનુરાધા પ્રસાદે આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે કાર્યાલય અને ગુપ્તતાના શપથ લીધા હતા. કમિશનના સૌથી વરિષ્ઠ સભ્ય લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા (નિવૃત્ત) દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. શ્રીમતી અનુરાધા પ્રસાદે લેડી શ્રીરામ કોલેજ ફોર વુમનમાંથી સ્નાતક થયા છે અને દિલ્હી […]

NCBના અમૃતસર ઝોનલ યુનિટે 4 રાજ્યોમાં 4 મહિના લાંબા ઓપરેશન દ્વારા ડ્રગ ડાયવર્ઝન કાર્ટેલનો નાશ કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારત ક્રૂર આક્રમકતાથી ડ્રગ કાર્ટેલનો નાશ કરી રહ્યું છે. X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે “NCBના અમૃતસર ઝોનલ યુનિટે 4 રાજ્યોમાં 4 મહિના લાંબા ઓપરેશન દ્વારા ડ્રગ ડાયવર્ઝન કાર્ટેલનો નાશ […]

અનિલ કપૂરની માતા નિર્મલ કપૂરનું 90 વર્ષની ઉંમરે નિધન

મુંબઈઃ બૉલિવૂડ એક્ટર અનિલ કપૂર, સંજય કપૂર અને બોની કપૂરની માતા નિર્મલ કપૂરનું નિધન થયું છે. 2 મે 2025ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા. 90 વર્ષની નિર્મલ કપૂર ઉંમર સંબંધિત તકલીફોનો સામનો કરી રહ્યા હતા. તેમના જવાથી કપૂર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. નિર્મલ કપૂરે સપ્ટેમ્બર 2024માં તેમનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેઓ સોશિયલ […]

ભારતે પાકિસ્તાની PM શાહબાઝ શરીફની યુટ્યુબ ચેનલ બ્લોક કરી

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફના સત્તાવાર યુટ્યુબ એકાઉન્ટને બ્લોક કરી દીધું. શરીફની ચેનલ ભારત સરકાર દ્વારા બ્લોક કરાયેલ સૌથી હાઇ-પ્રોફાઇલ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે. શાહબાઝ શરીફની બ્લોક કરેલી પ્રોફાઇલમાં લખ્યું છે કે, “રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારી આદેશોને કારણે આ સામગ્રી હાલમાં આ દેશમાં ઉપલબ્ધ નથી. સરકાર તરફથી હટાવવાના અનુરોધ […]

આર્જેન્ટિનામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી

દક્ષિણ અમેરિકન દેશ આર્જેન્ટિનામાં 7.4 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. આ કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ભૂકંપ ભારતીય સમય મુજબ સાંજે 6.30 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ આર્જેન્ટિનાના દક્ષિણ રાજ્ય ઉશુઆયાથી 222 કિમી દૂર સમુદ્રમાં ડ્રેક પેસેજમાં હતું, જેની ઊંડાઈ 10 કિમી હતી. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, એક જ સ્થળે 15 […]

અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવતા 3 મુસાફર પાસેથી 39 કરોડનો હાઇડ્રોપોનિક્સ ગાંજો ઝડપાયો

અમદાવાદઃ હવે અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીની સાથે સાથે ગાંજો અને ડ્રગ્સનું પણ આગમન થઇ રહ્યું છે. આંતરે દિવસે એજન્સીઓ દ્વારા પેડલરોને ઝડપી લેવામાં આવી છે. ત્યારે જ બેંગકોકથી આવી રહેલા ત્રણ ભારતીય નાગરિકો પાસેથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) અને એર ઇન્ટેલિજન્સ યુનિટે રૂપિયા 39 કરોડનો 39.24 કિલો હાઇડ્રોપોનિક્સ ગાંજો ઝડપી લીધો છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code