1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સુરતથી વતન જવા પરપ્રાંતના લોકોનો ધસારો, ઉધના રેલવે સ્ટેશને 15000 પ્રવાસીઓની ભીડ

સૌરાષ્ટ્રવાસીઓ પણ માદરે વતન જવા રવાના, એસટી નિગમ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે, ઉધના રેલવે સ્ટેશને પ્રવાસીઓની ભીડને લીધે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સુરતઃ દિવાળીના તહેવારોને હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે સુરતમાં રહેતા બહાર ગામના લોકો પોતાના માદરે વતન જવા રવાના થયા છે. શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગથી લઈને અન્ય ઉદ્યોગોમાં ઉત્તર પ્રદેશ […]

સોમનાથમાં દિવાળીના તેહવારોને લીધે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

સોમનાથ મંદિરમાં રંગોળી અને દીવડાઓથી સુશોભન, મહાદેવજીને દીપમાળા, વિશેષ શ્રૃંગાર કરાશે,  પ્રત્યક્ષ લક્ષ્મી પૂજન, અન્નકૂટ મનોરથ સહિતના કાર્યક્રમો યોજાશે  સોમનાથઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં દિવાળીના તહેવારોમાં ખાસ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ મુહૂર્ત અને દિવસો દરમિયાન ભક્તજનો માટે વિશેષ શૃંગાર અને પૂજાઓની આયોજનો રાખવામાં આવ્યા […]

ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, PM મોદી સહિત 40 નેતાઓના નામ

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ‘સ્ટાર પ્રચારકો’ની યાદી બહાર પાડી છે. આ યાદીમાં PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત 40 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જાણકારી અનુસાર, આ લિસ્ટમાં પહેલું નામ PM મોદીનું છે, જે 7 થી 14 નવેમ્બરની વચ્ચે 10 રેલીઓને સંબોધિત […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અવકાશ કાર્યક્રમને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માટે ઈસરોના યોગદાનની પ્રશંસા કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના અવકાશ કાર્યક્રમને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઈસરોના યોગદાનની પ્રશંસા કરી છે. ગઈકાલે નવી દિલ્હીના આકાશવાણીના રંગભવનમાં સરદાર પટેલ મેમોરિયલ લેક્ચર 2024ના અવસર પર એક વીડિયો સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના સંદેશમાં સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે સ્વતંત્રતા પછી રાષ્ટ્રમાં વિવિધ રજવાડાઓના […]

અમિત શાહ સોમવારે NDMAના 20મા સ્થાપના દિવસના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, અમિત શાહ સોમવાર, 28મી ઑક્ટોબર, 2024ના રોજ નવી દિલ્હીમાં મુખ્ય અતિથિ તરીકે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના 20મા સ્થાપના દિવસના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (DRR) વ્યૂહરચના માટેના 10-પોઇન્ટ એજન્ડા અનુસાર, ભારત આપત્તિની અસરને ઘટાડવા માટે સમાવિષ્ટ અને સક્રિય પગલાં અમલમાં મૂકવા માટે […]

નરેન્દ્ર મોદીએ લાઈવ ચેસ રેટિંગમાં 2800નો આંકડો પાર કરવા બદલ અર્જુન એરિગૈસીને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગૈસીને જીવંત ચેસ રેટિંગમાં 2800નો આંકડો પાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ ભારતીયોને ગૌરવ અપાવવા માટે તેમની અસાધારણ પ્રતિભા અને દ્રઢતાની પણ પ્રશંસા કરી હતી અને સાથે જ કહ્યું હતું કે તેનાથી વધુ અનેક યુવાનોને પણ પ્રેરણા આપશે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું, “લાઇવ ચેસ રેટિંગમાં […]

બજારમાં વેચાતા ચાઈનિઝ લસણથી થઈ શકે છે ગંભીર બિમારીઓ

બજારમાં વેચાતા ચાઈનિઝ લસણને કારણે તમારા શરીરમાં ઘણા પ્રોબ્લેમ થઈ શકે છે. તેનાથી આંતરડા અને કેન્સર જેવી બિમારી થઈ શકે છે. ભારતીય લસણની કળી ઝીણી અને નાની હોય છે જ્યારે ચાઈનિઝ લસણની કળીઓ મોટી તેને ફોલવામાં પણ સરળતા રહે છે. ચાઈનિઝ લસણમાં કેમિકલનો ઉપયોગ થાય છે જેને કારણે ગંભીર બિમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે.

ભારત 12 વર્ષમાં પહેલી ટેસ્ટ સિરીઝ હારી, ન્યૂઝીલેન્ડે રચ્યો ઈતિહાસ

ડાબા હાથના સ્પિનર મિશેલ સેન્ટનર (106 રનમાં 6 વિકેટ)ની ઘાતક બોલિંગને કારણે ન્યૂઝીલેન્ડે શનિવારે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતને 113 રનથી હરાવ્યું અને ત્રણ મેચમાં 2-0ની અજેય સરસાઈ મેળવી. ભારતની ધરતી પર સિરીઝ પોતાની પ્રથમ સિરીઝ જીતી હતી. ભારતને 359 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ન્યૂઝીલેન્ડે પાંચ વિકેટ લીધા બાદ ભારતે પ્રથમ સેશનમાં એક વિકેટના નુકસાને […]

AMC રિક્રીએશન કમિટીના સભ્યો દ્વારા અમદાવાદ કોટ વિસ્તારમાં હેરિટેજ વોક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ શહેરના તમામ નગરજનોને દિવાળીની રજા દરમિયાન હેરિટેજ વોકનો લાહવો લેવા અપીલ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિક્રીએશન કમિટીના ચેરમેન અને કમિટીના સભ્યો દ્વારા અમદાવાદના કોટ વિસ્તારમાં યોજાતી હેરિટેજ વોકમાં ભાગ લેવામાં આવેલ હતો અને કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ કરી જામા મસ્જિદ સુધી આવેલા હેરિટેજ વોક પરના વિવિધ પોળ અને હેરિટેજ મકાનોની […]

મેક્સિકન રાજ્ય ઝાકેટાસમાં નેશનલ હાઈવે પર માર્ગ અકસ્માતમાં 19 લોકોના મોત

મેક્સિકન રાજ્ય ઝાકેટાસમાં નેશનલ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં 19 લોકોના મોત થયા છે અને 6 ગંભીર રીતે ઘાયલ થયા છે. ઝાકેટાસના ગવર્નર ડેવિડ મોનરિયલે અકસ્માતની પુષ્ટિ કરી છે. યુએસ-મેક્સિકો બોર્ડર પર ચિહુઆહુઆ રાજ્યના સિઉદાદ જુઆરેઝ શહેરમાં મુસાફરોને લઈને જતી બસ મકાઈથી ભરેલા ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ હતી, ત્યારબાદ બંને વાહનો ખાડામાં પડી ગયા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code