1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મેરઠમાં ઈદની નમાજ બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, ખાનગી ગોળીબારની આશંકા

લખનૌઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં સોમવારના રોજ ઈદની નમાજ પછી બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ પહેલા નાઝીમ અને ઝાહિદ નામના બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટના મેરઠના જાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આ સંદર્ભે એસપી ગ્રામીણ રાકેશ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, ” નાઝીમ અને ઝાહિદ નામના બે લોકો વચ્ચે ઝઘડો […]

આગામી 5 વર્ષમાં દેશના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ હશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે મહારાજા અગ્રસેનની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું, નવનિર્મિત આઇસીયુનું ઉદઘાટન કર્યું હતું. તેમજ હરિયાણાના હિસારમાં પીજી હોસ્ટેલનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે હરિયાણાનાં મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સહિતના વિશિષ્ટ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું […]

ખાનગી હોસ્પિટલોએ હ્રદયરોગના દર્દીઓની આયુષ્યમાનકાર્ડથી સારવાર 1લી એપ્રિલથી બંધ કરશે

કાર્ડિયોલોજી સારવાર માટે મળતા વળતરના દરો યોગ્ય નથી. કાર્ડિયો થોરાસિક અને વેસ્ક્યુલર સર્જરીની ફરજિયાત હાજરીનો નિયમ પણ અવાસ્તવિક, 2015થી કોરોનરી એન્જિયોગ્રાફી પેકેજનો દર વધારાયો નથી અમદાવાદઃ રાજ્યભરની ખાનગી હોસ્પિટલોના સંચાલકોને આયુષ્યમાન કાર્ડથી હ્રદયરોગના દર્દીઓની સારવાર માટે ઓછા દર ચુકવાતા હોવાથી તા. 1થી 7 એપ્રિલ દરમિયાન આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડિયોલૉજી સેવાઓ અસ્થાયી ધોરણે બંધ કરવાની […]

સંસદમાં વકફ બિલ રજુ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છેઃ કિરેન રિજિજુ

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, સંસદમાં વકફ બિલ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સરકાર બિલની જોગવાઈઓ સાથે સંબંધિત દરેક પ્રશ્નનો જવાબ આપવા તૈયાર છે. આ બિલમાં એવી કોઈ જોગવાઈ નથી જે લઘુમતીઓ સાથે અન્યાયી હોય. રિજિજુના મતે, જે લોકો વક્ફ બિલનો વિરોધ કરી રહ્યા છે તેઓ શક્તિશાળી […]

જામનગરની રંગમતી ડેમમાંથી પાણી છોડાતા નદી ભર ઉનાળે બેકાંઠા બની

રંગમતી ડેમના દરવાજા બદલવાના હોવાથી ડેમ ખાલી કરાયો દરેડથી લાખોટા તળાવ સુધી કેનાલમાં પાણીનો જથ્થો વાળવામાં આવ્યો નદીમાં ચેકડેમો પણ છલોછલ ભરાયા જામનગરઃ શહેર નજીક આવેલા રંગમતી નદી પરના ડેમના દરવાજા બદલવાથી લઈને રિનોવેશનની કામગીરી હાથ ધરવાની હોવાથી હાલ રંગમતી ડેમ ખાલી કરવામાં આવી રહ્યો છે. જેના લીધે ભર ઉનાળે નદી બે કાંઠા બની છે. […]

સોનાના ભાવ ફરીવાર ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂપિયા 93000થી વધુ

અમેરિકાએ ઈરાન સામે મોરચો માંડતા સોનાના ભાવમાં આવ્યો ઉછાળો આંતરરાષ્ટ્રીય ભાવ પ્રથમવાર 3100 ડોલરને વટાવી ગયો ત્રણ મહિનામાં 18 ટકા તથા એક વર્ષમાં 38 ટકાનો ઉછાળો  અમદાવાદઃ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો સોનું ખરીદી ન શકે દહાડા આવ્યા છે. સોનાના ભાવમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. ટ્રમ્પનો ટેરિફ લાદવાનો નિર્ણય તેમજ અમેરિકાએ ઈરાન સામે મોરચો […]

ક્રિકેટ દિગ્ગજ કપિલ દેવએ અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ISSO સ્વિમિંગ રીજનલનું ઉદઘાટન કર્યું

અમદાવાદ, 31 માર્ચ 2025: અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ISSO) સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપની યજમાની કરી, જ્યાં વિશ્વકપ વિજેતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ ઉપસ્થિત રહ્યા અને ઈવેન્ટનું ઉદઘાટન કર્યું. અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતનું પહેલું એવું સંસ્થાન બન્યું, જેણે ISSO રીજનલ ઈવેન્ટનું આયોજન કર્યું. ગુજરાતની સાત ઇન્ટરનેશનલ સ્કૂલ્સમાંથી U9 અને U11 કેટેગરીના 115 યુવા […]

કાલે 1લી એપ્રિલથી GST, TDS – TCS – બેન્કિંગ સહિત અનેક નવા નિયમો અમલમાં આવશે

બાંધી મુદત થાપણોમાં ટીડીએસ મુક્તિ મર્યાદા રૂા.1 લાખ થશે બેન્ક ખાતામાં લઘુતમ બેલેન્સના નિયમો પણ ફરશે GSTમાં ઈ-ચલાન અપલોડ કરવાની ટર્નઓવર મુક્તિ મર્યાદા ઘટશે અમદાવાદઃ નવા નાણાકીય વર્ષનો આવતી કાલ 1લી એપ્રિલથી પ્રારંભ થઈ રહ્યો છે. સરકારે બજેટમાં જે જોગવાઈ કે જાહેરાત કરી છે. એનો અમલ 1લી એપ્રિલથી લાગુ થઈ જશે. જેમાં  જીએસટી, ટીડીએસ, ટીસીએસ, […]

સુરતમાં આજે બીજા દિવસે રત્નકાલાકારોની હડતાળને મળ્યો નબળો પ્રતિસાદ

વ્યાપક મંદીને લીધે રત્ન કલાકારોની હાલત કફોડી બની સરકારે ખાતરી આપી પણ કોઈ પેકેજ જાહેર ન કર્યું બીજા દિવસની હડતાળમાં ગણ્યાંગાઠ્યા હીરાઘસુ જોડાયા સુરતઃ હીરા ઉદ્યોગ માટે સુરત મુખ્ય શહેર ગણાય છે. છેલ્લા ઘણ સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યો છે. મંદીને લીધે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. ત્યારે ડાયમન્ડ એસો.એ મુખ્યમંત્રીને […]

સાયલા માર્કેટિંગ યાર્ડમાં જીરૂની મબલખ આવક, સારા ભાવ મળતા ખેડુતોમાં ખૂશી

ઝાલાવાડમાં નર્મદાની કેનાલથી સિચાઈનો લાભ મળતા કૃષિ ઉત્પાદનમાં વધારો જીરાના 20 કિલોના રૂપિયા 4100 સુધીના ભાવ બોલાયા જીરૂ ઉપરાંત એરંડા અને વરિયાળીની આવકમાં પણ વધારો સુરેન્દ્રનગરઃ જિલ્લાની સુકી ધરાને નર્મદાના નીર મળતા જિલ્લો નંદનવન સમો બની રહ્યો છે. અને કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લો કપાસના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code