1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભૂજ અને ભચાઉના રેલવે સ્ટેશનનો શિલાન્યાસ આજે વિડિયો કોન્ફરન્સથી PM મોદી હસ્તે કરાશે

ભૂજઃ ભચાઉ અને ભૂજમાં કરોડો રૂપિયાના ખર્ચે બનનારા નવા રેલવે સ્ટેશનનો શિલાન્યાસ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે. આજે 6 ઠ્ઠી ઓગસ્ટને રવિવારના સવારે “અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ વડાપ્રધાન નરેંદ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સિંગથી ભારતભરના કુલ 508 રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કરાશે. કુલ 24,470 કરોડના ખર્ચે બનનારા તમામ રેલવે […]

બનાસકાંઠામાં 510 શિક્ષકો અન્ય જિલ્લામાંથી ટ્રાન્સફર મેળવીને આવ્યા છતાં હજુ 628 જગ્યા ખાલી

પાલનપુરઃ બનાસકાંઠામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની 1000થી વધુ જગ્યાઓ ખાલી હોવાથી બાળકોના શિક્ષણ પર વિપરિત અસર પડતી હતી. આથી શિક્ષણ વિભાગ દ્વારા આંતર જિલ્લા બદલીનો કેમ્પ યોજાયો હતો. જેમાં વતનનો લાભ લેવા 510 જેટલા શિક્ષકો અન્ય જિલ્લાઓમાંથી ટ્રાન્સફ મેળવીને બનાસકાંઠા આવ્યા છે.તેથી જિલ્લામાંથી 1139 જેટલી ખાલી જગ્યામાંથી 510 શિક્ષકોની ઘટ પુરાતા હજુ 629 શિક્ષકોની જગ્યા ખાલી […]

ગાંધીનગરમાં હવે બાકી મિલકત વેરો ઉઘરાવવા માટે GMC દ્વારા ઘેર ઘેર ઢોલ વગાડાશે

ગાંધીનગરઃ શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકોએ વર્ષોથી મિલકત વેરો ભર્યો નથી. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેક્સમાં રિબેટ યોજના પણ અમલમાં મુકવામાં આવી હતી. છતાં પણ વેરાની પુરતી વસુલાત થઈ શકી નહતી. કોમર્શિયલ પ્રોપર્ટીમાં તો સીલ મારીને વેરોની વસુલાત કરવામાં આવે છે. જ્યારે રહેણાક વિસ્તારોમાં મિલક્તોને સીલ મારી શકાતા નથી. એટલે લોકો વેરો પણ ભરતા નથી. હવે બાકી વેરો ઉઘરાવવા […]

રાજકોટમાં કન્જક્ટિવાઈટિસના 18 દિવસમાં 10,336 કેસ, આંખના ટીપાનો સ્ટોક ખૂટી પડ્યો

રાજકોટઃ ગુજરાત તમામ નાના-મોટા શહેરો અને ગામડાંઓમાં પણ કન્જક્ટિવાઈટિસ એટલે કે આંખ આવવાના દર્દીઓ ઘેર ઘેર જોવા મળી રહ્યા છે. આમ રાજ્યભરમાં આંખ આવવાના કેસોમાં મોટો વધારો થઈ રહ્યો છે. જેમાં રાજકોટ શહેરમાં પણ છેલ્લા 18 દિવસમાં કન્જક્ટિવાઈટિસના 10,336 કેસ નોંધાયા છે. કન્જક્ટિવાઈટીસના કેસમાં જબદરસ્ત વધારો થતા દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે […]

અમદાવાદમાં વરસાદને લીધે રોડ પર પડેલા 15000 જેટલાં ખાડા પુરાયા, AMC દ્વારા ઝૂંબેશ

અમદાવાદઃ શહેરમાં વરસાદને કારણે રોડ-રસ્તાઓની હાલત બદતર બની ગઈ છે. ઘણા વિસ્તારોમાં તો પાણી ભરાઈ રહેતા રોડ પર ખાડા પડી ગયા છે. ત્યારે હવે છેલ્લા કેટલાક દિવસથી એકંદરે વરસાદ બંધ થતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પડેલાં ખાડાઓને પુરવા અને રીસરફેસની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં નાના મોટા 14568 જેટલા ખાડાઓ […]

ગુજરાત યુનિ. કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીના મુદ્દે NSUIનો હોબાળો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓના મુદ્દે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આ હોસ્ટેલમાં NSUIના કાર્યકરોએ જઈને ‘ન્યાય આપો’ના નારાબાજી સાથે હોબાળો કર્યો હતો. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જમવાની, પીવાના પાણીની તથા વીજળીની સુવિધા પણ મળતી ન હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા દેખાવો કરાયા હતા. ત્યાર બાદ […]

વડોદરા શહેરના ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીને પત્રિકાકાંડમાં રાજીનામું આપવું પડ્યું

વડોદરાઃ શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીને કથિત પત્રિકાકાંડમાં રાજીનામું આપવાની ફરજ પડી છે. શહેર ભાજપમાં આંતરિક ખટરાગને લીધે સુનિલ સોલંકીએ રાજીનામું આપી દેતાં શહેરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રાજીનામું આપ્યું કે પાર્ટી કમાન્ડ દ્વારા લઈ લેવામાં આવ્યું એ રહસ્ય એ મુદ્દો ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે તેમના રાજકારણ પાછળ તાજેતરમાં મેયર પત્રિકાકાંડ […]

માન્ય લાયસન્સ મેળવનાર કંપનીઓ માટે ટેબલેટ અને લેપટોપની આયાત પર કોઈ નિયંત્રણ નથી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે માન્ય લાયસન્સ મેળવનાર કંપનીઓ માટે ટેબલેટ અને લેપટોપ જેવા ઉપકરણોની આયાત પર કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી.અગાઉ ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે યુઝર્સની સુરક્ષાની ચિંતાઓને ટાંકીને આ સંદર્ભમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. સૂત્રો અનુસાર ડિરેક્ટોરેટ જનરલે એક પોર્ટલ તૈયાર કર્યું છે જેના પર કંપનીઓ અને વેપારીઓ લાઇસન્સ […]

પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં પણ ગુજરાત અગ્રેસર રહે તે માટેનો આપણો સહિયારો સંકલ્પ હોવો જોઈએ: CM

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે રાજ્યના તમામ જિલ્લા કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થા તાલુકા અને જિલ્લા કક્ષાએ વધુ સુદ્રઢ કરવા તથા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા મિશનની માફક કામ કરવા અનુરોધ કર્યો હતો. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ્થાનેથી સીએમ ડેશબોર્ડના માધ્યમથી બંને મહાનુભાવોએ કલેકટર્સ- ડીડીઓ સાથે સંવાદ કર્યો હતો.  […]

યુવતીઓએ ઓફિસમાં કે પછી મિટિંગમાં પ્રોફેશનલ સાથે સાથે સ્ટાઈલિશ દેખાવવું હોય તો આ પ્રકારના કપડાની કરવી પસંદગી

દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ ખાસ કરીને જો વર્કિંગ વૂમેનની વાત કરીએ તો તેઓને આકર્ષક લૂકની સાથે પ્રોફનલ પણ દેખાવું જરુરી છે આ માટે કેટલાક કપડા એવા છે કે જે તમે પહેરશો તો આકર્ષક લુકની સાથે પ્રોફેશનલ પણ દેખાઈ શકશો તો ચાલો જાણીએ ઓફિસ કે મિટિંગમાં જતા પહેલા કેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code