1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતઃ પ્રથમ સ્વદેશી જનીન થેરેપીનો શુભારંભ, દર્દીઓને મળશે રાહત

મુંબઈઃ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે આઈઆઈટી બોમ્બેમાં કેન્સર માટે ભારતની પ્રથમ સ્વદેશી જનીન થેરેપીનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની પ્રથમ જનીન ઉપચારની શરૂઆત કેન્સર સામેની આપણી લડતમાં એક મોટી સફળતા છે. “સીએઆર-ટી સેલ થેરાપી” નામની સારવારની આ લાઇન સુલભ અને સસ્તી હોવાથી, તે સમગ્ર માનવજાત માટે એક નવી આશા પૂરી પાડે […]

IAFના હેલિકોપ્ટરનું લડાખમાં ઈમરજન્સી લેન્ડિંગ, પાયલટ સુરક્ષિત

લેહ: ભારતીય વાયુસેનાના એક અપાચે હેલિકોપ્ટરને લડાખમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડયું છે. તે દરમિયાન ઉતાર-ચઢાવવાળા વિસ્તાર અને વધારે ઊંચાઈને કારણે હેલિકોપ્ટરને નુકશાન પહોંચ્યું છે. તેમાં સવાર બંને પાયલટ સુરક્ષિત છે. વાયુસેનાએ ગુરુવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ કે ઘટના બુધવારે બની. વાયુસેનાએ ઘટનાની કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. ભારતીય વાયુસેનાએ એક સંક્ષિપ્ત નિવેદનમાં […]

ભૂખી મરી જઈશ, પણ &*$$## મોદીના ફોટોવાળું રાશન નહીં ખાઉં: મમતા બેનર્જીની જીભ લપસી

કૂચબિહાર: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિચિત્ર નિવેદન આપ્યું છે. એક ચૂંટણી સભામાં મમતા બેનર્જીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર તરફથી મળનારા રાશનના પેકેટ પર પીએમ નરેન્દ્ર મોદીની તસવીર લાગેલી છે. તેમણે કહ્યું છે કે હું ભૂખી રહીને મરવાનું પસંદ કરીશ, પરંતુ &*$$## મોદીની તસવીરવાળા રાશનને નહીં ખાઉં. ટીએમસી પ્રમુખ મમતા […]

હિટવેવની આગાહીને પગલે કેન્દ્રીય આરોગ્ય વિભાગે તૈયાર કર્યો એક્શન પ્લાન

નવી દિલ્હીઃ “હીટવેવના વધુ સારા સંચાલન માટે લોકો માટે જાગૃતિ લાવવા તરફ સતત પ્રયત્નો જરૂરી છે કારણ કે અસરકારક લક્ષ અસરકારક સંચાલન તરફ દોરી જાય છે”. એમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ગરમીને લગતી બીમારીના વ્યવસ્થાપન માટે જાહેર આરોગ્ય સજ્જતાની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરતાં જણાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય […]

ભારતીય શેર બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી નવી રેકોર્ડ ઊંચાઈએ

મુંબઈઃ આજે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે ઓલ ટાઈમ હાઈ સપાટી પર ખુલ્યા છે. સેન્સેક્સ 537 પોઈન્ટના શરુઆતી ઉછાળા સાથે 74 હજાર 413ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 157 પોઈન્ટના વધારા સાથે 22 હજાર 592ની સપાટીએ ખુલ્યો હતો. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, […]

1 દિવસમાં કોંગ્રેસની 3 વિકેટ પડી, ભાજપમાં આવ્યા ગૌરવ વલ્લભ-અનિલ શર્મા

નવી દિલ્હી: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પ્રોફેસર ગૌરવ વલ્લભ હવે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ચુક્યા છે. લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનથી ગૌરવ વલ્લભનું કોંગ્રેસ છોડવું મોટો આંચકો માનવામાં આવે છે. તેમણે કોંગ્રેસને દિશાહિન પાર્ટી ગણાવી છે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રહી ચુક્યા છે. ગૌરવ વલ્લભ સિવાય બિહાર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અનિલ શર્માએ પણ ભાજપની […]

સોનિયા ગાંધી-ખડગે સૌથી વધુ કોમવાદી, ભાજપમાં જોડાનાર બિહાર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અનિલ શર્માનો આરોપ

નવી દિલ્હી: બિહાર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ રહેલા અનિલ શર્મા ગુરુવારે ભાજપમાં સામેલ થઈ ચુક્યા છે. આ દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ પર આકરા વાકપ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ કોમવાદી પાર્ટી બની ચુકી છે અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂ ખડગે અને સોનિયા ગાંધી સૌથી વધુ કોમવાદી લોકોની કેટેગરીમાં આવે છે. દિલ્હીમાં ભાજપના […]

લોકસભા ચૂંટણીઃ સુરક્ષા એજન્સીઓને સરહદો ઉપર તકેદારી રાખવા ચૂંટણી પંચનો નિર્દેશ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકોને ગેરકાયદેસર દારૂ, રોકડ, ડ્રગ્સ, શસ્ત્રો અને મફતના પ્રવાહને રોકવા માટે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદો પર કડક તકેદારી રાખવાનો નિર્દેશ આપ્યો છે. પંચે તેમને 2024 માં શાંતિપૂર્ણ અને પ્રલોભન-મુક્ત સામાન્ય ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે આજે નવી […]

ખંભાતના અખાતમાં ફિશિંગ બોટમાંથી ગંભીર રીતે ઘાયલ ચાલક દળને ભારતીય કોસ્ટ ગાર્ડે બચાવ્યો

અમદાવાદઃ ખંભાતના અખાતમાં ફિશિંગ બોટમાં ગંભીર રીતે ઘાયલ ચાલક દળને ભારતીય કોસ્ટ ગાર્ડે બચાવવા માટે અભિયાન હાથ ધરીને બચાવ્યાં હતા. તેમજ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. જેની હાલ સારવાર ચાલી રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન પીપાવાવે ખંભાતના અખાતમાં દરિયાકાંઠેથી 50 કિમી દૂર, […]

અરવિંદ કેજરિવાલને મળી મોટી રાહત, મુખ્યમંત્રી પદ ઉપરથી હટાવવાની અરજી હાઈકોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હીમાં લીકર પોલીસ કેસમાં ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેઓ તિહાડ જેલમાં બંધ છે. દરમિયાન દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું કે જો કોઈ સંકટની સ્થિતિ હોય તો રાષ્ટ્રપતિ અથવા એલજી નિર્ણય લેશે, કોર્ટ તેમાં દખલ નહીં કરે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code