1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતીય તટરક્ષક દળનું જહાજ સમુદ્ર પહેરેદાર ફિલિપાઇન્સનાં મનિલાની ખાડીમાં પહોંચ્યું

નવી દિલ્હીઃ ભારતીય તટરક્ષક દળનું જહાજ સમુદ્ર પહેરેદાર, એક વિશિષ્ટ પ્રદૂષણ નિયંત્રણ જહાજ, ત્રણ દિવસની મુલાકાતે 25 માર્ચ, 2024ના રોજ ફિલિપાઇન્સના મનિલાની ખાડીમાં પહોંચ્યું. વિશિષ્ટ પ્રદૂષણ નિયંત્રણ જહાજોની યાત્રા એક વ્યાપક પહેલનો ભાગ છે, જેનો ઉદ્દેશ આઇસીજી દરિયાઇ પ્રદૂષણ પ્રતિભાવ ક્ષમતાઓનું પ્રદર્શન કરવાનો છે તથા ફિલિપાઇન્સ કોસ્ટ ગાર્ડ (પીસીજી) સાથે દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવા ઉપરાંત […]

ટ્રાઇએ ‘મશીન-ટુ-મશીન કમ્યુનિકેશન્સ માટે એમ્બેડેડ સિમના ઉપયોગ’ પર ભલામણો જાહેર કરી

નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ આજે ‘મશીન-ટુ-મશીન (એમ2એમ) કમ્યુનિકેશન્સ માટે એમ્બેડેડ સિમનો ઉપયોગ’ પર ભલામણો જાહેર કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) એ 9 નવેમ્બર, 2021ના રોજ તેના પત્ર દ્વારા, એમ2એમ કોમ્યુનિકેશન્સ માટે એમ્બેડેડ સિમના ઉપયોગ અંગે ટ્રાઇ એક્ટ, 1997 હેઠળ ટ્રાઇની ભલામણો માંગી હતી. આ સંદર્ભમાં, ટ્રાઇએ હિતધારકો પાસેથી ટિપ્પણીઓ / […]

છોટા ઉદેપુરમાં ભાજપ દ્વારા સ્ટેજ પર બુટલેગરનું સન્માન કરાતા કોંગ્રેસએ કર્યા પ્રહાર

અમદાવાદઃ ભાજપ દ્વારા છોટાઉદેપુરમાં જાહેર મંચ પર એક બુટલેગરનું  સન્માન કરતા વિવાદ ઊભો થયો છે. રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન, ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ, મધ્ય ગુજરાતના પ્રભારી એવા ગોરધન ઝડફીયા દ્વારા ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુ જયસ્વાલનું પુષ્પ ગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ભાજપા ચૂંટણી […]

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસએ હજુ સાત બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી

અમદાવાદઃ ભાજપએ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે તમામ 26 બેઠકોના તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટેના 5 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા લોકસભાની 7 બેઠકોના અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે 5 બેઠકોના ઉમેદવારો હજુ જાહેર કરાયા નથી. ત્યારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો કોને ટિકિટ મળશે તેની રાહ જોઈ રહ્યા છે. કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની […]

હોળી-ઘૂળેટીના તહેવારોમાં ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત પ્રવાસન સ્થળો હાઉસફુલ રહ્યા,

અમદાવાદઃ ગુજરાતીઓ ફરવાના સૌથી વધુ શોખીન ગણાય છે. જેમાં બે-ચાર દિવસની રજા આવે એટલે પરિવાર સાથે પ્રવાસે નીકળી પડતા હોય છે. હોળી-ધૂળેટીની રજાઓમાં રાજ્યના તમામ પ્રવાસન સ્થળો તેમજ ધાર્મિક સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. સોમનાથ, દ્વારકા, ઘોરડો, ધોળાવીરા, સાપુતારા, અંબાજી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત પ્રર્યટક અને ધાર્મિક સ્થળો પર લોકો ઉમટી […]

ચૂંટણીમાં ટિકિટ કોઈ એકને જ આપી શકાય, કોઈ તકલીફ હોય તો મને જાણ કરોઃ CR પાટિલની ટકોર

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લીધે મંગળવારે કમલમ ખાતે ભાજપ ના તમામ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારી અને ક્લસ્ટર પ્રભારીઓની બેઠક મળી હતી.  સી. આર. પાટીલ ની અધ્યક્ષતામાં મળેલી  બેઠક બે કલાક  ચાલી હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે એવી ટકોર કરી હતી કે, ચૂંટણીમાં કોઈ એકને ટિકિટ આપી શકાતી હોય છે. જે ઉમેદવારોને ટિકિટ આપીને […]

સાબરકાંઠામાં ભાજપે ઉમેદવાર બદલતાં ફરી અસંતોષની આગ, કાર્યકર્તાઓની રાજીનામાંની ચીમકી

હિંમતનગરઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપએ સાબરકાંઠાની બેઠક માટે ભીખાજી ઠાકોરનું નામ જાહેર કરાયા બાદ વિરોધ થતાં તેમને બદલીને પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની શિક્ષિકા પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા ફરીવાર વિરોધ ઊભો થયો છે. અને ભીખાજીને ફરી ટિકિટ આપવામાં નહીં આવે તો રાજીનામાંની ચીમકી તેમના સમર્થકોએ આપતા તેમજ સોશિયલ મીડિયા, રોડ-રસ્તા પર વિરોધનો વંટોળ ઊભો થતાં […]

ડીસામાં બગીચા સર્કલ પર વારંવાર સર્જાતા ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન

ડીસાઃ શહેરમાં બગીચા સર્કલ પાસે વારંવાર સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની રહી છે. શહેરના મુખ્ય બજારોમાં સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધી મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામાનો કોઈ અમલ થતો નથી. હાલ ઉનાળુ વેકેશન, ચૂંટણીનો માહોલ તેમજ લગ્નસરાની ખરીદીના કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકોની મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોવાના કારણે […]

અંબોડ અને ભાટ ટોલનાકા પાસે સાબરમતી નદીમાં ડૂબી જવાના બે બનાવોમાં 4નાં મોત

અમદાવાદઃ ગાંધીનગરના માણસા તાલુકાના અંબોડ મીની પાવાગઢ મંદિર પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં નહાવા પડેલા ત્રણ મિત્રો પૈકી બે જણાનું ડૂબી જવાથી મોત થયા હતા. જ્યારે બીજા બનાવમાં ભાટ ટોલટેક્સ નાકા પાસે નદીમાં નહાવા પડેલા બે યુવાનોના મોત નિપજ્યા હતા.  આ બંને બનાવો અંગે સ્થાનિક પોલીસ  અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. […]

રાજકોટમાં એસટી વિભાગે હોળી-ધૂળેટીમાં એક્સ્ટ્રા બસ દોડાવીને 40 લાખની વધુ આવક મેળવી

રાજકોટઃ હોળી અને ધૂળેટીના પર્વમાં પ્રવાસી ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં એક્સ્ટ્રા 358 બસો દોડાવવામાં આવી હતી. જેમાં 16 હજાર મુસાફરોએ દોઢું ભાડું ચૂકવી મુસાફરી કરી હતી. જેના થકી રાજકોટ એસટી વિભાગને રૂ. 40 લાખની વધુ આવક થઈ હતી. જેમાં રાજકોટ એસટી ડેપોની સૌથી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code