1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વડોદરામાં ગેન્ગરેપના બે આરોપીના તાંદલજામાં આવેલા મકાનો પર બુલડોઝર ફરશે

VMCએ આરોપીના મકાનો ગેરકાયદે હોવાથી ફટકારી નેટિસ, બન્ને આરોપીના મકાનો બંધ હોવાથી મકાન પર નોટિસ ચીપકાવાઈ, 3 દિવસ બાદ મકાનો તોડી પડાશે વડોદરાઃ શહેરમાં ભાયલીના ગેન્ગરેપની ઘટનામાં પોલીસે ભારે જહેમત ઉઠાવીને 5 શખસોને દબોચી લીધા છે. તમામ આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે. આરોપીઓને કડકમાં કડક સજા થાય તેમાટે પોલીસ પુરાવા એકઠા કરીને કેસને મજબુત કરી […]

સુરતમાં BRTS રૂટમાં બાઈકએ રાહદારીને ટક્કર મારી, બાઈકચાલક સહિત બેના મોત,

સુરતના લસકાણાના ડાયમન્ડનગર પાસે BRTS કોરીડોરમાં બન્યો બનાવ, રાહદારીને અડફેટે લીધા બાદ બાઈકચાલક પણ રેલિંગ સાથે અથડાયો, પોલીસે સામસામે નોંધી ફરિયાદ સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ લસકાણાના ડાયમંડનગર નજીક બીઆરટીએસના રૂટ પર બન્યો હતો. પૂરફાટ ઝડપે આવી રહેલા બાઈકચાલકે રાહદારીને ટક્કર મારતા ગંભીર ઈજા થતાં બાઈકચાલક […]

માતૃત્વ સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજનમાં ભારતના નેતૃત્વનું UNFPએ સન્માન કર્યું

નવી દિલ્હીઃ યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFP)એ માતૃત્વ સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજનને આગળ વધારવામાં ભારતની અસાધારણ પ્રગતિને માન્યતા આપી છે. યુએનએફપીએનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. નતાલિયા કનમએ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ શ્રીમતી પુણ્ય સલિલા શ્રીવાસ્તવનું તકતી અને પ્રમાણપત્ર પ્રસ્તુત કરીને સન્માન કર્યું હતું તથા મહિલાઓનાં સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ભારત સાથે ભાગીદારી કરવા માટે યુએનએફપીએની અડગ કટિબદ્ધતા […]

7મી ઓક્ટોબર જેવી ઘટના ફરી ન સર્જાય તે માટે કોઈપણ આતંકીને છોડીશું નહીઃ ઈઝરાયલ

તેલઅવીવઃ ઈઝરાયેલના વિદેશ મંત્રાલયના નાયબ પ્રવક્તા એલેક્સ ગેન્ડલરે કહ્યું છે કે, ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરના હુમલા જેવી ઘટના ફરી ક્યારેય નહીં બને. અમે આતંકવાદીઓનો સફાયો કરીશું. તેમણે ઈરાન પર ઈઝરાયેલ વિરુદ્ધ પ્રોક્સી વોર લડવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ઈરાન ઈઝરાયેલને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ અમારી સેના ઘણી મજબૂત છે અને અત્યારે અમે […]

કોંગ્રેસ હિન્દુઓમાં ભાગલા પાડીને રાજ કરવામાં માને છેઃ નરેન્દ્ર મોદી

મુંબઈઃ હરિયાણામાં ફરી સત્તા પ્રાપ્ત કર્યા બાદ હવે ભાજપની નજર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર ટકેલી છે. વડા પ્રધાન મોદીએ બુધવારે મહારાષ્ટ્રમાં ડિજિટલ માધ્યમ દ્વારા રૂ. 7,600 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું […]

અમદાવાદમાં ટીઆરબી જવાનોની હડતાળને લીધે ટ્રાફિકજામની સમસ્યા વકરી

અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં મોટો વધારો થયો છે. વાહનોની સંખ્યા વધતા હવે તો શહેરના નાના-મોટા તમામ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. ટ્રાફિક પોલીસ એકલા હાથે ટ્રાફિકનું નિયમન કરાવી શકે એવી સ્થિતિ નથી તેથી ટ્રાફિક પોલીસની મદદમાં ટીઆરબી જવાનોને ફરજ સોંપવામાં આવે છે. ટીઆરબીના જવાનો અસહ્ય ગરમી, વરસાદ કે ઠંડી ઋતુમાં […]

અમદાવાદમાં ટ્રાફિકનો ભંગ કરનારા વાહનચાલકો હવે AI કેમેરાથી પકડાશે

AI કેમેરાથી ઓવરસ્પીડ સહિત ટ્રાફિક ભંગના 14 ગુના પકડાશે, ઈ-મેમો વાહનમાલિકોને ઘેર મોકલાશે, ટ્રાફિક પોલીસના વાહનો પર AI કેમેરા મુકાશે અમદાવાદઃ શહેરમાં વાહનચાલકો બિન્દાસ્તથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોવાથી અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. ટ્રાફિક સિગ્નલો બંધ હોવા છતાંયે દ્વીચક્રી વાહનચાલકો બિન્દાસ્તથી રોડ ક્રોસ કરતા હોય છે. આ ઉપરાંત ઓવરસ્પિડિંગ, હેલ્મેટ કે સીટ બેલ્ટના […]

આસામમાં ઘડવામાં આવી રહ્યું હતું મોટું ષડયંત્ર! NIAનો ખુલાસો

તાજેતરમાં જ NIAએ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા એક કેસમાં દેશભરના 5 રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ શનિવારે આસામના ગોલપારાના રહેવાસી શેખ સુલતાન સલાહુદ્દીન અયુબીની ધરપકડ કરી હતી. એવો આરોપ છે કે અયુબી પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલ એક મુખ્ય શંકાસ્પદ છે અને તે દેશભરમાં હિંસક પ્રચાર કરીને યુવાનોને ઓનલાઈન કટ્ટરપંથી બનાવી રહ્યો છે. […]

જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડી ગઠબંધનની જીત એ બંધારણની જીતઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે હરિયાણાના કોંગ્રેસ કાર્યકર્તાઓને સિંહ ગણાવી તેમનો આભાર માન્યો હતો. કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ અંગે કોંગ્રેસના સાંસદે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના લોકોનો હૃદયપૂર્વક આભાર. રાજ્યમાં ઈન્ડી ગઠબંધનની જીત […]

આતંકવાદીઓ દ્વારા ભારતીય સેનાના જવાનનું અપહરણ કરીને હત્યા કરાઈ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગમાં આતંકવાદીઓએ બે સૈનિકોનું અપહરણ કર્યું હતું, પણ તેમાંથી એક કોઈ રીતે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. જ્યારે અન્ય એક સૈનિકનો મૃતદેહ જંગલમાંથી ગોળીઓ વાગેલ હાલતમાં મળી આવ્યો હતો. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયેલા સૈનિકો ટેરિટોરિયલ આર્મીના છે. જમ્મુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code