1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયલે ગાઝાના રફાહને ખાલી કરવા સ્થાનિકોને કરી અપીલ

યુદ્ધવિરામ સમાપ્ત થયા પછી ઇઝરાયલ હમાસ વિરુદ્ધ સતત હુમલાઓ કરી રહ્યું છે. ઇઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, ઇઝરાયલી સેનાએ લોકોને ગાઝા પટ્ટીના દક્ષિણ શહેર રફાહનો મોટાભાગનો ભાગ ખાલી કરવા જણાવ્યું છે. આ પહેલા ઇઝરાયલી સેનાએ ગાઝા શહેરના કેટલાક ભાગોને ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો. લોકોને જેતુન, તેલ અલ-હાવા […]

હરિયાણાઃ નૂહમાં ઈદ દરમિયાન ફિલિસ્તાની ધ્વજ લહેરાવીને મુસ્લિમોએ વક્ફ બિલનો વિરોધ કર્યો

નવી દિલ્હીઃ હરિયાણાના નૂહમાં ઈદ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી હતી. લોકો મસ્જિદોમાં ગયા અને ઈદની નમાઝ અદા કરી અને એકબીજાને ગળે મળી શુભેચ્છા પાઠવી, પરંતુ આ દરમિયાન કેટલાક લોકો અહીં ફિલિસ્તાની ધ્વજ લહેરાવતા જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે,” લોકોએ ફિલિસ્તાની ધ્વજ અને પ્લેકાર્ડ હાથમાં લઈને ફિલિસ્તાનના સમર્થનમાં સરઘસ કાઢ્યું હતું. […]

શશિ થરૂર ફરી મોદી સરકારની પ્રશંસા કરી, કહ્યું- ભારતે પોતાની સોફ્ટ પાવર વધારી

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારની ‘વેક્સિન મૈત્રી’ પહેલની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે આ પહેલથી ભારતની વૈશ્વિક સોફ્ટ પાવર મજબૂત થઈ છે. દેશને એક જવાબદાર વૈશ્વિક નેતા તરીકે પણ સ્થાપિત કર્યો. તમને જણાવી દઈએ કે વેક્સીન મૈત્રી પહેલ જાન્યુઆરી 2021 માં શરૂ કરવામાં આવી હતી, જ્યારે કોરોના રોગચાળો […]

મુંબઈ એરપોર્ટ પર 3 કિલો હાઇડ્રોપોનિક ગાંજા સાથે એકની ધરપકડ

• 3 કરોડથી વધુનો જથ્થો ઝડપાયો • બેંગકોકથી ગાંજાની કરાતી હતી દાણચોરી • જથ્થો બેંગ્લોર પહોંચાડવાનો હતો મુંબઈઃ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે, બેંગકોકથી 3 કિલો હાઇડ્રોપોનિક ગાંજાની દાણચોરી કરવા બદલ, એક વ્યક્તિની ધરપકડ કરી હતી. કસ્ટમ સૂત્રોએ સોમવારે મીડિયાને જણાવ્યું હતું કે, શનિવારે બેંગકોકથી એરપોર્ટ પર પહોંચેલા એક મુસાફરના સામાનમાંથી 3 કિલો હાઇડ્રોપોનિક ગાંજો […]

હિન્દી ફિલ્મ ‘અંદાજ અપના અપના’ 25 એપ્રિલના રોજ, સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થશે

મુંબઈઃ રાજકુમાર સંતોષી દ્વારા દિગ્દર્શિત ‘અંદાજ અપના અપના’ હિન્દી સિનેમાની સૌથી યાદગાર અને મનોરંજક ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. આ ફિલ્મ 4 નવેમ્બર 1994ના રોજ, સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને દર્શકો દ્વારા તેને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મમાં આમિર ખાન અને સલમાન ખાનની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી.હવે આ આઇકોનિક કોમેડી ફિલ્મ ‘અંદાઝ […]

નવરાત્રી પર દેવી માના આશીર્વાદ ભક્તોમાં ખુશી, શાંતિ અને નવી ઉર્જા લાવે છેઃ PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સોમવારે ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. નવરાત્રીનો બીજો દિવસ દેવી બ્રહ્મચારિણીને સમર્પિત છે. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ @Xiu20 પર એક પોસ્ટમાં લખ્યું, “નવરાત્રી પર દેવી માના આશીર્વાદ ભક્તોમાં ખુશી, શાંતિ અને નવી ઉર્જા લાવે છે.” પીએમ મોદીએ X પર રાજલક્ષ્મી સંજય દ્વારા ગાયું એક ગીત […]

ગ્રીસમાં યોજાનારી બહુરાષ્ટ્રીય હવાઈ કવાયતનો ભારતીય વાયુસેના ભાગ બનશે

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેના (IAF) હેલેનિક વાયુસેના દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત બહુ-રાષ્ટ્રીય હવાઈ કવાયત INIOCHOS-25માં ભાગ લેશે. આ કવાયત 31 માર્ચ 2025 થી 11 એપ્રિલ 2025 દરમિયાન ગ્રીસના એન્ડ્રવિડા એર બેઝ ખાતે યોજાશે. IAF ટુકડીમાં Su-30 MKI ફાઈટર પ્લેનની સાથે લડાઇ સક્ષમ IL-78 અને C-17 વિમાનનો સમાવેશ થશે. ભારતીય વાયુસેના (IAF) હેલેનિક વાયુસેના દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત […]

ભૂકંપ પ્રભાવિત મ્યામાંર અને થાઈલેન્ડમાં યુદ્ધના ધોરણે બચાવ અભિયાન તેજ

મ્યાનમારમાં વિનાશકારી ભૂકંપ બાદ બચાવ અભિયાન લગાતાર ચાલુ છે. બચાવ કર્મચારી કાટમાળમાં દબાયેલા લોકોની શોધખોળ કરી રહ્યાં છે. મ્યાનમારમાં 27 માર્ચના રોજ 7.2નો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે 1,700 લોકોના મોત થયા છે અને 3,400 થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યાં છે. જ્યારે 300 થી વધુ લોકો લાપતા બતાવવામાં આવ્યાં છે. દરમિયાન મ્યાનમાર માટે મદદ […]

નાણાંમંત્રી 1 એપ્રિલ, 2025ના રોજ નવી દિલ્હીમાં “NITI NCAER સ્ટેટ્સ ઇકોનોમિક ફોરમ” પોર્ટલ લોન્ચ કરશે

નીતિ આયોગે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) સાથે મળીને એક પોર્ટલ વિકસાવ્યું છે જે લગભગ 30 વર્ષ (એટલે ​​કે 1990-91 થી 2022-23) ના સમયગાળા માટે સામાજિક, આર્થિક અને રાજકોષીય પરિમાણો, સંશોધન અહેવાલો, પેપર્સ અને રાજ્યના નાણાંકીય બાબતો પર નિષ્ણાત ટિપ્પણીઓના ડેટાનો વ્યાપક ભંડાર છે. માનનીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ 1 એપ્રિલ, 2025ના રોજ […]

મણિપુરમાં છ ડ્રગ સ્મગલર્સ અને બે આતંકવાદીઓની ધરપકડ

મણિપુરમાં સુરક્ષા દળો ડ્રગ્સ સ્મગલરો અને આતંકવાદીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યા છે. પોલીસે સોમવારે છ ડ્રગ સ્મગલરો અને ચાર ખસખસ ઉગાડનારાની ધરપકડ કરી હતી. આ સાથે બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. કાંગપોકપી જિલ્લામાં છ ડ્રગ સ્મગલરો અને ચાર ખસખસ ઉગાડનારાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ડ્રગ સ્મગલરની ઓળખ ખાઈખાઓ કિપગેન ઉર્ફે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code