1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અદાણી જૂથે આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી

ગુવાહાટી, 25 ફેબ્રુઆરી 2૦25: અદાણી ગ્રુપે મંગળવારે આસામમાં 5૦,૦૦૦ કરોડ રૂપિયાના વિક્રમી રોકાણની જાહેરાત કરી છે, જે કોઈ પણ બિઝનેસ ગ્રુપ દ્વારા રાજ્યમાં અત્યાર સુધીની સૌથી વધુ રોકાણની પ્રતિબદ્ધતા છે. ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.૦ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2૦25ને સંબોધતા અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે આ રોકાણ એરપોર્ટ, એરોસિટી, સિટી ગેસ […]

ચેમ્પિયન્સ ટ્રોફીઃ 16 વર્ષમાં પ્રથમવાર ગ્રુપ સ્ટેજમાં જ યજમાન પાકિસ્તાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના ગ્રુપ સ્ટેજમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અને યજમાન પાકિસ્તાનની સફરનો અંત આવ્યો છે. બાંગ્લાદેશ પર ન્યૂઝીલેન્ડની પાંચ વિકેટથી જીત સાથે, પાકિસ્તાનની બધી આશાઓ પર પાણી ફરી વળ્યું અને ભારત અને ન્યૂઝીલેન્ડ ગ્રુપ A માંથી સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યા છે. મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ શરૂઆતની બંને મેચમાં પડકાર ઉભો કરી […]

ખૈબર પખ્તુનખ્વામાં પાકિસ્તાની સુરક્ષાદળોએ 10 આતંકવાદીઓને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહી કરીને 10 આતંકવાદીઓને ઠાર માર્યા છે. ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના એક નિવેદન અનુસાર, આતંકવાદી પ્રવૃત્તિઓ વિશે ગુપ્ત માહિતી મળ્યા બાદ બાગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ પહેલા સુરક્ષા દળોએ ખૈબર […]

દિલ્હી: ઉપરાજ્યપાલના અભિભાષણ વખતે સૂત્રોચ્ચાર કરવા બદલ AAPના 12 MLAને સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હીઃ દિલ્હી વિધાસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ મંગળવારે ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાના અભિભાષણ દરમિયાન સુત્રોચ્ચાર કરવા બદલ વિપક્ષી નેતા આતિશી સહિત આમ આદમી પાર્ટીના 12 ધારાસભ્યોને એક દિવસ માટે સદનની કાર્યવાહી માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે તેમાં આતિશી, ગોપાલ રાય, વીર સિંહ ધીંગાન, મુકેશ અહલાવત, ઝુબેર અહમદ ચૌધરી, અનિલ ઝા, વિશેષ રવિ […]

છત્તીસગઢ: ભાજપ સાંસદના કાફલામાં સામેલ વાહન સાથે બાઈક અથડાયું, ત્રણના મોત

કાંકેરઃ છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદના કાફલામાં એક વાહન સાથે બાઇક અથડાતાં બાઇક પર મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લાના અંતાગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પોડગાંવ નજીક કાંકેર લોકસભા મતવિસ્તારના સાંસદ ભોજરાજ નાગના કાફલાના વાહન સાથે મોટરસાઇકલ અથડાતાં મોટરસાઇકલ સવાર ખુમેશ્વર સમર્થ, તમેશ્વર દેહરી અને […]

ભારતીય શેરબજાર વધારા સાથે ટ્રેડ થયું, રોકાણકારોના ચહેરા ઉપર ફરી આવ્યું સ્મિત

મુંબઈ: છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રોમાં તીવ્ર ઘટાડા બાદ મંગળવારે શરૂઆતના વેપારમાં સ્થાનિક બજારોમાં વધારો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 117.57 પોઈન્ટ વધીને 74,571.98 પર પહોંચી ગયો હતો. NSE નિફ્ટી 31.3 પોઈન્ટના વધારા સાથે 22,584.65 પર ટ્રેડ થયો હતો. શરૂઆતના સોદા પછી, સેન્સેક્સ 272.39 પોઈન્ટ વધીને 74,725.89 પર અને નિફ્ટી 47.45 પોઈન્ટ વધીને 22,600.80 […]

મહાકુંભમાં અયોગ્ય સુવિધાઓના આક્ષેપ સાથે અખિલેશ યાદવે CM યોગી ઉપર કર્યાં પ્રહાર

લખનૌ: સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નામ લીધા વિના તેમના પર કટાક્ષ કરતા કહ્યું હતું કે,અભદ્ર નિવેદનો દર્શાવે છે કે જ્યારે નકારાત્મકતા ચરમસીમાએ હોય છે, ત્યારે દેશ, સમય અને સ્થળની ગરિમાની પરવા કર્યા વિના માનસિકતા શબ્દોના રૂપમાં પ્રગટ થાય છે. સમાજવાદી પાર્ટીના વડા યાદવે તેમના સત્તાવાર ‘X’ એકાઉન્ટ પર એક પોસ્ટમાં જણાવ્યું […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટીમાં ઝુમોઈર બિનાન્દિની કાર્યક્રમમાં ભાગ લીધો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટીમાં ઝુમોઈર બિનાંદિની 2025 નામના મેગા ઝુમોઈર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ઊર્જા, ઉત્સાહ અને ઉત્સાહથી ભરપૂર વાતાવરણ ઊભું થયું હતું. તેમણે ઝુમોઇરના તમામ કલાકારો દ્વારા કરવામાં આવેલી પ્રભાવશાળી તૈયારીઓની નોંધ લીધી હતી, જેમાં ચાના બગીચાઓની સુગંધ અને સુંદરતા પ્રતિબિંબિત થાય છે. […]

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સામાજિક ન્યાય પર સૌપ્રથમ પ્રાદેશિક સંવાદનું ઉદઘાટન કર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં સામાજિક ન્યાય માટે વૈશ્વિક ગઠબંધન હેઠળ સામાજિક ન્યાય પર સૌપ્રથમ બે દિવસીય પ્રાદેશિક સંવાદનું ઉદઘાટન કર્યું હતું. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ)ના ડાયરેક્ટર જનરલ શ્રી ગિલ્બર્ટ એફ. હુંગબોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંવાદમાં કેન્દ્રીય […]

જમ્મુ અને કાશ્મીરમાં આવેલી શાંતિને કાયમી શાંતિમાં રૂપાંતરિત કરવી પડશે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ‘વતન કો જાનો’ કાર્યક્રમ અંતર્ગત જમ્મુ અને કાશ્મીરનાં 250 બાળકો સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ અને ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી)ના ડિરેક્ટર પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ જમ્મુ અને કાશ્મીરના યુવાનો અને બાળકોને દેશની ગતિશીલ પ્રગતિ, સમૃદ્ધ સામાજિક તાણાવાણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code