1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી સામે ઝુંબેશ, 10 ડમ્પર-ટ્રક સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત

વઢવાણ-લખતર રોડ પરથી 8 ડમ્પર સહિત 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો ધ્રાંગધ્રામાં પરમીટ વગરના પથ્થર ભરેલા બે ટ્રક જપ્ત, તંત્રની લાલી આંખથી ખનીજ માફિયાઓમાં ફફડાટ  સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ખનીજ ચોરીમાં સુરેન્દ્રનગર જિલ્લો મોખરે ગણાય છે. ત્યારે જિલ્લા કલેક્ટરની સુચના બાદ તંત્રએ ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરી છે. દરમિયાન ખનીજ વહન અંગે વઢવાણ – લખતરમાં ચેકિંગ […]

રાજકોટ આરટીઓ દ્વારા 19 સ્કુલ-કોલેજોને બાકી વાહનવેરા ન ભરતા નોટિસ

સ્કુલ-કોલેજના સંચાલકો ટ્રાન્સપોર્ટેશન ફી વસૂલતા પણ વેરો નહોતા ભરતા સ્કુલ-કોલેજોના વાહનોનો લાખો રૂપિયાનો વેરો બાકી નિયત સમયમાં વેરો ભરવા તાકીદ કરવામાં આવી રાજકોટઃ શહેરમાં શાળા-કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને લાવવા-લઈ જવા માટે બસની સેવા આપવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ પાસેથી તો ટ્રાન્સપોર્ટેશન ફી વસૂલે છે, પરંતુ આરટીઓમાં લાંબા સમયથી વાહન વેરો ભરતા ન હોવાથી તાજેતરમાં જ […]

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ મરચાની ધૂમ આવક, યાર્ડ બહાર 8 કિમી સુધી લાઈનો લાગી

ગોંડલ યાર્ડ લાલ મરચાથી ઊભરાયું યાર્ડ બહાર 2500 વાહનોનો ખડકલો યાર્ડમાં 80 હજારથી વધુ મરચાની ભારીઓની આવક રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ મરચાની ધૂમ આવક થઈ રહી છે. પ્રતિદિન આશરે 80 હજારથી વધુ ભારીની બંપર આવક થતાં યાર્ડ લાલ મરચાથી ઊભરાઈ ગયુ છે. યાર્ડની બહાર હાઈવે પર 2000 થી 2500 વાહનોનો […]

વડોદરાના પૂર્વ કૂલપતિએ બંગલો ખાલી ન કરતા વિદ્યાર્થીઓએ કર્યા દેખાવો

વડોદરાના સાંસદે પણ પૂર્વ વીસીને ઈ-મેઈલ કરી બંગલો ખાલી કરવા કહ્યુ યુનિવર્સિટીએ પણ નોટિસ પાઠવીને પૂર્વ વીસીને બંગલો ખાલી કરવા સુચના આપી 48 કલાકમાં પૂર્વ વીસી બંગલો ખાલી કરવા વિદ્યાર્થીઓએ આપ્યું અલ્ટિમેટમ વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી એમ એસ યુનિવર્સિટીના પૂર્વ કૂલપતિ ડો. વિજય શ્રીવાસ્તવએ યુનિએ ફાળવેલો બંગલો ખાલી ન કરતા વિવાદ ઊભો થયો છે. ભાજપના […]

આતિશીએ સીએમ રેખા ગુપ્તાને પત્ર લખીને પીએમ મોદીએ આપેલા વચનની યાદ અપાવી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા અને કાલકાજીના ધારાસભ્ય આતિશીએ ફરી એકવાર મુખ્યમંત્રી રેખા ગુપ્તાને પત્ર લખ્યો છે. તેમણે દિલ્હીમાં મહિલા સમૃદ્ધિ યોજના અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આતિશીએ પત્રમાં લખ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે મહિલા દિવસ પર દિલ્હીની મહિલાઓના ખાતામાં 2500 રૂપિયા જમા કરવામાં આવશે. હવે મહિલા દિવસ […]

દિલ્હીમાં 15 વર્ષ જૂના વાહનોમાં પેટ્રોલ ભરનાર પંપ સંચાલકોને દંડ કરાશે

નવી દિલ્હીઃ દિલ્હીમાં નવી સરકાર બનતાની સાથે જ ભાજપ એક્શનમાં આવી ગયું છે. પ્રદૂષણ ઘટાડવા માટે સરકારે એક્શન મોડમાં કામ કરવાનું શરૂ કર્યું છે. દિલ્હીમાં પેટ્રોલ પંપ માલિકો માટે સરકારે કડક નિયમો બનાવ્યા છે. જો પેટ્રોલ પંપ સંચાલકો 15 વર્ષથી વધુ જૂના વાહનો અને 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનોમાં પેટ્રોલ ભરે છે, તો તેમને […]

ગુજરાતમાં કૂદરતી આફતોમાં સરકાર નાગરિકોની પડખે ઊભી રહી છેઃ રાજપુત

વર્ષ 2024માં પાક નુકશાની માટે ખેડૂતોને કુલ રૂ. 1333.62 કરોડની સહાય ચૂકવાઈ છેલ્લા 5 વર્ષમાં ભારત સરકારે SDRF હેઠળ રૂ. 5,852.8 કરોડ સહાય આપી ગુજરાત સરકારે 25 ટકા લેખે કુલ રૂ. 1,949,6 કરોડના ફંડની ફાળવણી કરી ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી વતી મંત્રી  બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન […]

પીઓકે મામલે ઓમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારને આપ્યો પડકાર

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા લંડનમાં Pok પર આપેલા નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. વિધાનસભામાં બોલતા, ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર (POK) પાછું મેળવવાથી આપણને કોણ રોકી રહ્યું છે. ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં વિદેશ મંત્રી એસ જયશંકરના પીઓકે પરના નિવેદન પર કહ્યું કે વિદેશ મંત્રીએ […]

જમ્મુ-કાશ્મીરઃ 370 નાબુદ થયા બાદ પ્રથમવાર મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ રજુ કર્યું બજેટ

જમ્મુઃ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરનું છ વર્ષમાં પહેલું બજેટ રજૂ કર્યું અને તેને આર્થિક વિકાસ માટેનો રોડમેપ તથા લોકોની આકાંક્ષાઓનું સાચું પ્રતિબિંબ ગણાવ્યું હતું. વિધાનસભામાં બજેટ રજૂ કરતી વખતે, સીએમ ઓમર અબ્દુલ્લાએ વિવિધ ક્ષેત્રોમાં તેમના સમર્થન બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનો […]

પંજાબઃ પ્રતિબંધિત બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સમર્થિત આતંકવાદી મોડ્યુલના કાવતરાનો પર્દાફાશ, ત્રણની ધરપકડ

ચંદીગઢ: પંજાબ પોલીસે શુક્રવારે રાજ્યમાં ત્રણ શખ્સોની ધરપકડ કરીને પ્રતિબંધિત બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) દ્વારા સમર્થિત આતંકવાદી “મોડ્યુલ” દ્વારા રચવામાં આવેલા એક મોટા હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે. પંજાબના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ગૌરવ યાદવે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આતંકવાદી મોડ્યુલ યુએસ સ્થિત માફિયા ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code