1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

2047 સુધીમાં ઉચ્ચ આવક ધરાવતા દરજ્જા સુધી પહોંચવા માટે ભારતને 7.8 ટકાના દરે વૃદ્ધિ કરવાની જરૂર

નવી દિલ્હીઃ વિશ્વ બેંકના એક તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે 2047 સુધીમાં ઉચ્ચ આવક ધરાવતા દરજ્જા સુધી પહોંચવા માટે ભારતને આગામી 22 વર્ષોમાં સરેરાશ 7.8 ટકાના દરે વૃદ્ધિ કરવાની જરૂર છે. આ એક એવું લક્ષ્ય છે જે પ્રાપ્ત કરી શકાય છે. ‘એક પેઢીમાં ઉચ્ચ આવક ધરાવતી અર્થવ્યવસ્થા બનવું’ શીર્ષક ધરાવતા નવા ભારત દેશ આર્થિક મેમોરેન્ડમમાં […]

ભારત વૈશ્વિક ટેક હબમાં ફેરવાઈ રહ્યું છે, MWC 2025 નવીનતાને વેગ આપશે: જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શનિવારે જણાવ્યું હતું કે ભારત ઝડપથી વૈશ્વિક ટેકનોલોજી હબ તરીકે ઉભરી રહ્યું છે અને મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) માં દેશની મોટા પાયે ભાગીદારી નવીનતાને વેગ આપશે. MWC 2025 એ વિશ્વનો સૌથી મોટો ટેકનોલોજી અને ટેલિકોમ્યુનિકેશન ઇવેન્ટ છે. તે સ્પેનના બાર્સેલોનામાં 3-6 માર્ચ દરમિયાન યોજાશે. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી આ કાર્યક્રમમાં […]

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને જેલેંસ્કી વચ્ચે બેઠક વચ્ચે વિવાદ સર્જાયો, યુક્રેનના રાષ્ટ્રપતિ થયા નારાજ

ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા સંભાળ્યા બાદ વ્હાઈટ હાઉસથી લગભગ રોજ નવા નવા સમાચારો અને ઘટનાઓ વિશ્વને જાણવા મળી રહી છે. અમેરિકા મહાસત્તા હોવાથી તેમના દરેક ડગલા પર દુનિયાભરની નજર મંડાયેલી હોય છે. આ બધા વચ્ચે એક ખૂબ જ મહત્વની ધ્યાન ઘટના ઘટી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે વ્હાઇટ હાઉસમાં એક […]

આજે આપણે ફક્ત કાર્યબળ નથી પણ વિશ્વબળ છીએ: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દાયકાઓથી દુનિયા ભારતને પોતાનું બેક ઓફિસ કહે છે. આજે ભારત વિશ્વની નવી ફેક્ટરી તરીકે ઉભરી રહ્યું છે. આપણે ફક્ત એક કાર્યબળ નથી, પણ એક વિશ્વ-બળ છીએ. પ્રધાનમંત્રી મોદીએ ભારત મંડપમમાં આયોજિત NXT કોન્ક્લેવમાં આ વાત કહી હતી. આ સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રીએ ન્યૂઝએક્સ વર્લ્ડ ચેનલ પણ શરૂ કરી હતી.  1,500 […]

19,020 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રૂવ વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે

અમદાવાદઃ વર્ષ 2023માં કેન્દ્ર સરકાર દ્વારા દરિયાકિનારાનાં રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચેર (મેન્ગ્રૂવ)ના વૃક્ષોના વિસ્તરણ સાથે દરિયાકાંઠાના સમુદાયો અને ઇકોસિસ્ટમ માટે ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવા માટે ‘મિષ્ટી’ (મેન્ગ્રૂવ ઇનિશિયેટિવ ફોર શોરલાઈન હેબિટેટ્સ એન્ડ ટૅન્જિબલ ઇન્કમ્સ) યોજના શરુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં આશરે 19,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં મેન્ગ્રૂવ વાવેતર સાથે ગુજરાત […]

ચમોલીમાં બરફ નીચે દટાયેલા કામદારોની શોધ ચાલુ, સેના પણ બચાવ કામગીરમાં જોડાઈ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં સતત હિમવર્ષાને કારણે કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે. બરફવર્ષાને કારણે ઘણા રૂટ બંધ થઈ ગયા છે. રસ્તાઓ પર અનેક કિલોમીટર સુધી બરફ ફેલાયેલો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે પણ ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આ પછી 3 અને 4 માર્ચે પણ હવામાન ખરાબ રહેવાની શક્યતા છે. […]

જહાન-એ-ખુશરો કાર્યક્રમમાં સામેલ થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના સુંદર નર્સરી ખાતે સૂફી સંગીત ઉત્સવ ‘જહાન-એ-ખુશરો’ ના રજત જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ‘જહાન-એ-ખુશરો’ના આ કાર્યક્રમમાં એક અલગ જ સુગંધ છે, આ સુગંધ હિન્દુસ્તાનની માટીની છે. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, જહાન-એ-ખુશરોમાં આવ્યા પછી ખુશ થવું સ્વાભાવિક છે. આવા કાર્યક્રમો દેશની સંસ્કૃતિ અને […]

દિલ્હી-NCRના વાતાવરણમાં પલ્ટો, અનેક સ્થળો ઉપર કમોસમી વરસાદ

નવી દિલ્હીઃ આજરોજ ફરી એકવાર હવામાન બદલાયું અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે દિલ્હીવાસીઓને ફેબ્રુઆરી મહિનામાં ગરમીથી રાહત મળી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીનું હવામાન પ્રમાણમાં ગરમ ​​હતું. દિલ્હીમાં ફેબ્રુઆરીમાં સરેરાશ મહત્તમ તાપમાન 26.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું, જે સામાન્ય કરતા વધારે હતું. 28 ફેબ્રુઆરીના રોજ, ભારતીય હવામાન વિભાગે […]

ગુજરાતઃ હાઇવે પર આવેલી 183 જેટલી હોટલો પર દરોડા, રૂ. 4.63 લાખથી વધુનો દંડ કરાયો

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશરૂપે આજે રાજ્યના અલગ-અલગ હાઇવે પર આવેલી હોટલોની આકસ્મિક ચકાસણી હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  આ ઝુંબેશ દરમિયાન તોલમાપ તંત્રના નાયબ નિયંત્રક/ મદદનીશ નિયંત્રક તેમજ ઇન્સપેક્ટરો દ્વારા રાજ્યના હાઇવે પર આવેલ હોટલો ખાતે તંત્રના કાયદા અને નિયમોની જોગવાઇઓનો ભંગ કરતા […]

સુરેન્દ્રનગરઃ લીંબડીના રળોલ ગામે ભયાનક આગ લાગતા 3 લોકોના મોત

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ગામે આગની ઘટના સામે આવી છે. રળોલ ગામમાં એક પીકઅપ વાન અને મકાનમાં આગ લાગવાથી 3 લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ એક પીકઅપ વાનમાં અચાનક આગ લાગી જતા તેણે વિકરાળ રુપ ધારણ કર્યું હતું. આ આગ એટલી વિકરાળ બની કે, એક મકાન પણ આગની લપેટમાં આવ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code