1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વિયેતનામ અને રશિયાએ પરમાણુ ઊર્જા પર સહયોગ મામલે કરાર પર હસ્તાક્ષર કર્યા

રશિયન પ્રધાનમંત્રી મિખાઇલ મિશુસ્ટિનની હનોઈની બે દિવસીય મુલાકાત દરમિયાન વિયેતનામ અને રશિયાએ પરમાણુ ઊર્જા પર સહયોગ વધારવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ 2016 માં વધતા ખર્ચ અને સલામતીની ચિંતાઓને કારણે બે પરમાણુ પાવર પ્લાન્ટનું બાંધકામ બંધ કર્યા પછી તેની પરમાણુ ઊર્જા યોજનાઓને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.  આનાથી 2050 સુધીમાં […]

ખાસ પ્રસંગ માટે બનાવો ડ્રાયફ્ટ લાડુ, જાણો રેસીપી

તહેવાર ખુશીઓ અને મીઠાશથી ભરેલો હોય છે. જો તમે આ ખાસ પ્રસંગે ઘરે કંઈક સ્વસ્થ અને સ્વાદિષ્ટ બનાવવા માંગતા હો, તો ડ્રાયફ્રૂટ લાડુ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. • સામગ્રી બદામ: ૧ કપ કાજુ: ૧ કપ પિસ્તા: ૧/૨ કપ અખરોટ: ૧/૨ કપ ખજૂર: ૧ કપ […]

વલસાડ જિલ્લામાં હાફુસ કેરીના આંબા પર મોટી સંખ્યામાં આવ્યા મોર

વલસાડમાં 38 હજાર હેટર જમીન પર આંબાવાડીઓ મોરથી લચી પડી ગત વર્ષે માવઠાને લીધે આંબા પરના મોર ખરી પડ્યા હતા બે-ત્રણ મહિના વાતાવરણ સાનુકૂળ રહેશે તો કેરીનું સારૂ ઉત્પાદન થશે વલસાડ: જિલ્લામાં કેસર કેરી અને હાફુસ કેરીની અનેક આંબાવાડીઓ આવેલી છે. હાલ જિલ્લાની આંબાવાડીઓમાં વિપુલ પ્રમાણમાં મોર આવ્યા છે. ગત વર્ષમાં જાન્યુઆરી મહિનામાં કમોસમી વરસાદને લીધે […]

વડોદરામાં જુના પાદરા રોડ પર પુનિતનગરના બંધ મકાનમાં ગેસ લીકેજથી ધડાકો

બારી-બારણાના કાચ 40 ફુટ દુર સુધી ઊડ્યા મકાનમાં જતી ગેસ પાઈપલાઈનમાં 4 જગ્યાએ ગેસ લિકેજ હતો આજુબાજુના મકાનોને પણ નુકશાન વડોદરાઃ શહેરના જુના પાદરા રોડ પર આવેલા પુનિત નગરમાં નવી ગેસ લાઈનો નાખવાનું કામ ચાલી રહ્યું છે. ગત અઠવાડિયે સોસાયટીના કેટલાક મકાનોમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં નવી ગેસ લાઇન નાખવામાં આવી હતી. જ્યારે અન્ય માળ પર જૂની […]

બેટ દ્વારકામાં 4 દિવસ બાદ મંદિર દર્શન માટે ખૂલ્લુ મુકાતા ભાવિકો ઉમટી પડ્યાં

બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનને લીધે મંદિર દર્શન માટે બંધ કરાયુ હતું બેટ દ્વારકામાં ખાનગી વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો મંદિરના દ્વાર ખૂલતા ભાવિકોની દર્શન માટે લાઈનો લાગી દ્વારકાઃ યાત્રાધામ દ્વારકા નજીક આવેલા બેટ દ્વારકામાં સમુદ્રકાંઠે વર્ષોથી દબાણો ખડકાયેલા હતા. આથી છેલ્લા ચાર દિવસથી દબાણો હટાવવા માટે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને 260 […]

કચ્છમાં 3 અકસ્માતોના બનાવ, બાળકીનું મોત, 7 લોકોને ઈજા

વડોદરા પાસિંગની કાર રોડ પરથી પલટી જતાં બાળકીનું મોત ખાવડા રોડ પર કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવારને ગંભીર ઈજા નખત્રાણાના દેશલપરમાં પાર્ક કરેલી ટ્રક ચાલુ થઈને મકાનમાં ઘૂસી ગઈ,  ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. છેલ્લા બે દિવસમાં રોડ અકસ્માતના ત્રણ બનાવો બન્યા હતા. જેમાં એક બાળકીનું મૃત્યુ થયું હતુ અને 7 લોકો […]

કલોલમાં ઉત્તરાણના દિને 13 પક્ષીઓ પતંગની દોરીનો ભોગ બન્યા,

એક મોર અને 12 કબુતરનો સમાવેશ જીવમૈત્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બચાવ અભિયાન હાથ ધરાયુ પક્ષીઓને બચાવવા જીવદયા પ્રેમીઓએ પણ સહકાર આપ્યો ગાંધીનગરઃ કલોલ શહેરમાં ઉતરાયણ અને વાસી ઉતરાયણના દિવસે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે જીવમૈત્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. સરદાર બાગમાં સ્થાપિત કરાયેલા સારવાર કેન્દ્રમાં આજે એક […]

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સરકારે 4 સભ્યોની ECમાં નિમણૂંક કરી

અઢી વર્ષની સમય મર્યાદા માટે 4 સભ્યોની નિમણુંક યુનિ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં હવે 12 સભ્યોની રહેશે અગાઉ એક્ઝિક્યુટિવ કાઉન્સીલમાં 8 સભ્યો હતા ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર દ્વારા એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ચાર સભ્યોની નિમણૂક આગામી અઢી વર્ષની મુદત માટે કરી છે.  જેમાં મૌલિક પાઠક, નિયતિ પંડ્યા, નરેન્દ્રસિંહ જાડેજા અને ડી.બી.ચુડાસમાનો સમાવેશ થાય છે. નિયમ મુજબ […]

ગોંડલમાં બાઈક ધીમુ ચલાવવાનું કહેતા બાઈકસવારે રાહદારીઓ પર છરીથી કર્યો હુમલો

શ્રમિક રાહદારીઓ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે બન્યો બનાવ એક શ્રમિકને બાઈક અડી જતાં શ્રમિકે બાઈક ધીમુ ચલાવવાનું કહ્યું હતું 7 શ્રમિકોને છરી મારી, એક ગંભીર ગોંડલઃ શહેરમાં ગુંડાગીરી એ હદે વકરી છે કે, સામાન્ય બાબતમાં છરી હુલાવવાના બનાવો બની રહ્યા છે. શહેરના કડિયા લાઈન વિસ્તારમાં દિલીપ દૂધની દુકાન નજીક ઉમવાળા ચોકડી પાસે એક શ્રમિક […]

ગુજરાતમાં ટાઢાબોળ પવનોને લીધે લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થયો

15 કિમીની ઝડપે પવન ફુંકાતા વાસી ઉત્તરાણે પણ પતંગરસિયાઓને મોજ પડી કાલથી લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થવાની શક્યતા સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત રહેશે અમદાવાદઃ ગુજરાતમાં આજે વાસી ઉત્તરાણે પણ ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની દિશાને કારણે લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code