1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગાંઘીનગરમાં એક લાખથી વધુ બાકી હોય એવા પ્રોપર્ટીધારકોની 38 મિલકતો સીલ

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વેરો ન ભરનારા સામે કડક કાર્યવાહી, એક લાખથી વધુ વેરો બાકી હોય એવા 639 મિલ્કતધારકોને નોટિસ, મ્યુનિની સિલિંગ ઝૂંબેશને લીધે 11 કરોડનો વેરો ભરાયો ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસુલાત માટે સમાયાંતરે ઝૂંબેશ ચલાવવામાં આવતી હોય છે. મ્યુનિ. કોર્પોરેશનનો આવકનો મુખ્ય સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે. પણ ઘણાબધા કરદાતાઓ પ્રોપર્ટી ટેક્સ […]

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા 8 મહિનામાં વિના ટિકિટે 62,803 પ્રવાસીઓ પકડાયાં

ટ્રેનોમાં ટિકિટ વિના પ્રવાસ કરતાં 62, 803 પ્રવાસીઓ પાસેથી 4.40 કરોડનો દંડ વસુલાયો, લોકલ ટ્રેનોમાં કિકિટ વિના પ્રવાસ કરનારા વધુ પકડાયાં, એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ કોચમાં વધુ ખૂદાબક્ષો પકડાયાં રાજકોટઃ ટ્રેનોમાં ટિકિટ વિના પ્રવાસ કરનારા સામે રાજકોટ ડિવિઝન દ્વારા ચેકિંગ ઝૂંબેશ આદરવામાં આવી હતી. જેમાં એપ્રિલથી નવેમ્બર-2024 દરમિયાન ટિકિટ વિના પ્રવાસ કરતાં 62.803 પ્રવાસીઓ પાસેથી દંડપેટે […]

જંત્રીના સુચિત દર સામે વધતો વિરોધ, લોકો મકાન ખરીદી નહીં શકેઃ ક્રેડાઈ

જંત્રીના મુદ્દે સરકારના જીદ્દી વલણ સામે બિલ્ડરોમાં નારાજગી, જંત્રીના દર વધારાથી રિઅલ એસ્ટેટમાં વ્યાપક મંદીના એંધાણ, ક્રેડોઈ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપશે સુરતઃ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સુચિત દરોમાં ધરખમ વધારો સુચવાયો છે. હાલ નવી જંત્રીના દર સામે લોકોના વાંધા-સુચનો માગવામાં આવ્યા છે. જો કે સરકાર જંત્રીના નવા દર લાગુ કરવા મક્કમ છે. ત્યારે તેની […]

અમદાવાદમાં લાલ દરવાજા ખાતે સિટીબસમાંથી પટકાતા વૃદ્ધનું મોત

AMTSના ચાલકે જોરદાર બ્રેક મારતા સીડીમાં ઊભેલા વૃદ્ધ રોડ પર પટકાયા, બસચાલકની બેદરકારી સામે પ્રવાસીઓમાં રોષ, પોલીસે બસચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી અમદાવાદઃ  શહેરમાં એએમટીએસ બસ સેવા કોન્ટ્રાક્ટ પર ચાલી રહી છે. અને બસના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા ડ્રાઈવરો બેફામ બસ ચલાવતા હોય છે. ત્યારે ડ્રાઈવરની બેદરકારીને લીધે એક વૃદ્ધને જીવ ગુમાવવો પડ્યો […]

અમદાવાદના વિસત સર્કલથી ઝૂંડાલ સર્કલ સુધી ઓઈકોનિક રોડ બનાવાશે

સાડાત્રણ કિમીના આઈકોનિક રોડ પાછળ 79 કરોડ ખર્ચાશે, રોડ સાઈડ પર આકર્ષક ફુટપાથ પણ બનાવાશે, આકર્ષક સ્ટ્રીટ લાઈટ્સથી રોડ ઝળહળી ઊઠશે અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.દ્વારા વિસત સર્કલથી ઝુંડાલ સર્કલ સુધીના 3.5 કિલોમીટરના રોડને આઈકોનિક રોડ  બનાવાશે. આ માટે 79.80 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે. આઈકોનિક રોડની  બંને બાજુ સાઇકલ ટ્રેક, 5 મીટર પહોળો સર્વિસ રોડ, અને […]

ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થતાં કડકડતી ઠંડી અનુભવાશે

ઉત્તર-પૂર્વના ઠંડા પવનોને લીધે લઘુત્તમ તાપમાનમાં થયો ઘટાડો, નલીયામાં સૌથી ઓછું 10,8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની શક્યતા   અમદાવાદઃ શિયાળાનો કારતક મહિનો પૂર્ણ થયાને માગસર મહિનાનું એક સપ્તાહ વિતિ ગયુ છતાંયે બપોરના ટાણે પંખા ચાલુ રાખવા પડે એવી સ્થિતિ હતી. પણ હવે ગઈકાલથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. […]

ગાંધીનગર નજીક પૂરફાટ ઝડપે કાર ટ્રક પાછળ અથડાતા બે યુવાનોના મોત

નાના ચિલોડાના લીંબડિયાના કેનાલ બ્રિજ પાસે બન્યો બનાવ, ફાયર બ્રિગેડે કટરથી કારના દરવાજા કાપીને મૃતદેહ બહાર કાઢ્યા, કારની પાછળની સીટમાં બેઠેલા મહિલા અને બાળકને ઈજા ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે, ત્યારે નાના ચિલોડા નજીક નર્મદા કેનાલ બ્રિજ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. નાના ચિલોડા સર્કલથી લીંબડીયા નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ પાસે […]

ખેડૂતોને પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલની હિમાયત

સુરતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી સંદર્ભે સમીક્ષા બેઠક યોજી, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજ્યપાલએ આપ્યું માર્ગદર્શન, પ્રાકૃતિક ખેતીમાં મહિલાની સહભાગિતા અતિ આવશ્યક ગાંધીનગરઃ  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સુરત જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે પ્રાકૃતિક ખેતી સંદર્ભે બેઠક યોજી જિલ્લામાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ માટે માર્ગદર્શન […]

વધારે પાણી પીવાથી શરીર ઉતારવામાં મળે છે મદદ, અભ્યાસમાં ખુલાસો

વધતું વજન આજે ઘણા લોકો માટે માથાનો દુખાવો બની ગયું છે. જેના કારણે માત્ર દેખાવ જ બદસૂરત બની રહ્યો નથી, અનેક પ્રકારની ખતરનાક બીમારીઓ પણ વિકસી રહી છે. આવી સ્થિતિમાં, પોતાને ફિટ અને ફાઇન બનાવવા માટે વિવિધ ઉપાયો અપનાવવામાં આવે છે. કેટલાક લોકો જીમમાં જાય છે અને વર્કઆઉટ કરે છે, જ્યારે અન્ય લોકો ઘરે વજન […]

લગ્નનું પ્રમાણપત્ર મેળવવું કેમ જરૂરી છે? જાણો….

દેશમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, આ દરમિયાન વર-કન્યાએ લગ્ન પછી બનાવેલ મેરેજ સર્ટિફિકેટ લેવાનું હોય છે, પરંતુ જો તેઓ આવું ન કરે તો શું? અને શા માટે મેરેજ સર્ટિફિકેટ બનાવવું જરૂરી છે, તે જાણવુ જરુરી છે. લગ્ન પ્રમાણપત્ર એ એક મહત્વપૂર્ણ કાનૂની દસ્તાવેજ છે જે લગ્નને સત્તાવાર રીતે માન્યતા આપે છે. આ પ્રમાણપત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code