1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પ્રવાસ માટેના નવા નિયમો જાહેર ન કરાય ત્યાં સુધી શાળાઓ પ્રવાસ યોજી શકશે નહીં

કમિશ્નર ઓફ સ્કૂલની કચેરી દ્વારા પરિપત્ર કરી આદેશ કરાયો શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાશે નવી ગાઈડલાઈન્સ બાદ જ સ્કૂલોને મળશે પ્રવાસની મંજૂરી અમદાવાદઃ જાહેર રજાઓમાં શાળાઓ દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવા નિયમો જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી શાળાઓએ પ્રવાસના કાર્યક્રમો યોજવા નહીં […]

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દાદાને રાખડીનો શણગાર કરાયો

રક્ષાબંધનની જાહેર રજા હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા, સંતોએ હરિભક્તોને રાખડીઓ બાંધી આશીર્વાદ આપ્યા, બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે કષ્ટભંજન દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. દાદાને ભક્તોએ મોકલેલી રાખડીના વાઘાથી શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાને રાખડી અર્પણ કરી ને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. […]

કચ્છ સરહદે ફરજ બજાવતા BSFના જવાનોને વિદ્યાર્થિનીઓ, ભાજપની બહેનોએ બાંધી રક્ષા

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ BSF જવાનોનું સન્માન કર્યું, કોલેજની વિદ્યાર્થિનીઓ જવાનોને રાખડી બાંધવા કચ્છ પહોંચી, ભૂજઃ કચ્છના સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનોને ભાજપની મહિલા મોરચાની બહેનો, તેમજ ગોધરા કોલેજની વિદ્યાર્થિનીઓ, અને કચ્છ યુવક સંઘ સંચાલિત બી.બી. એમ. હાઈસ્કુલ બીદડાની વિધાર્થિનીઓ, વિવિધ સંસ્થાની બહેનો અને નલિયા વિસ્તારની બહેનોએ રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઊડવણી કરી હતી. […]

ગાંધીનગર ST ડેપોએ 48 બસો એક્સ્ટ્રા સંચાલનમાં મુકતા પ્રવાસીઓ રઝળ્યાં

ગાંધીનગરઃ આજે રક્ષા બંધનના પર્વને લીધે એસ ટી નિગમ દ્વારા રાજ્યના દરેક ડેપોએથી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી છે. જેમાં ગાંધીનગર એસટી ડેપો દ્વારા વિવિધ રૂટ્સની બસો કેન્સલ કરીને એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. ઉપરાંત ગાંધીનગર ડેપોમાંથી 48 બસોને અમદાવાદ ડિવિઝન ખાતે મોકલી આપવામાં આવી છે. આથી આજે રક્ષાબંધન પર્વ હોવાથી મુસાફરોના ધસારાની સામે ડેપોમાં […]

અડધો શ્રાવણ પૂર્ણ થયો છતાં વરસાદ પડતો નથી, હવે 21મીથી વરસાદની આગાહી

વાદળો ગોરંભાયા, બફારો વધ્યો પણ વરસાદ પડતો નથી, નવા રાઉન્ડમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદઃ શ્રાવણ અડધો મહિનો પૂર્ણ થવા આવ્યો પણ વરસાદ પડતો નથી. છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. જોકે. કેટલીક જગ્યાએ જરૂર છૂટો-છવાયો વરસાદ પડ્યો છે. આજે બપોર સુધીમાં માત્ર નવસારીમાં જ વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. વાદળો ગોરંભાયેલા છે, અને હવામાનમાં ભેજનું […]

જન્માષ્ટમીની રજાઓમાં પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી ઊભરાશે, બુકિંગ માટે ધસારો

ગોવા સહિતના બીચ તેમજ હિલ સ્ટેશન જવાનો પ્રવાસીઓમાં ક્રેઝ, ટ્રાવેલ્સ એજન્સીઓએ ટૂર પેકેજ જાહેર કર્યા, ગુજરાતીઓ સૌથી વધુ ફરવાના શોખીન અમદાવાદઃ વાર-તહેવાર અને જાહેર રજાઓમાં ગુજરાતીઓ ફરવા માટેનો અગાઉથી પ્લાન બનાવી દેતા હોય છે. દેશમાં અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતના લોકો હરવા-ફરવાના સૌથી વધુ શોખીન ગણાય છે. જન્માષ્ટમીના પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે 5 […]

વડોદરામાં કિશનવાડી ચાર રસ્તા પર વાહનોનાં આડેધડ પાર્કિંગને લીધે ટ્રાફિકની સમસ્યા

ચાર રસ્તા પર શાક માર્કેટ હોવાથી આડેધડ વાહનો પાર્ક કરવામાં આવે છે, ટ્રાફિક સિગ્નલ મુકાયા છતાં સ્થિતિ ઠેરના ઠેર, વડોદરાઃ શહેરના કિશનવાડી ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની રહી છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સિંગ્નલ મુકવા છતાંયે ટ્રાફિક જામની સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. કિશનવાડી ચાર રસ્તા નજીક શાક માર્કેટ […]

વડોદરામાં લૂંટ કરવા માટે આવેલી યુપીની ગેન્ગનો સાગરિત તમંચા સાથે પકડાયો

લૂંટારૂ ગેન્ગના સાગરિત પાસેથી તમંચો, માઉઝર, કારતૂસો મળ્યા, યુપીથી કાર લઈને 7 શખસો લૂંટ કરવા આવ્યા હતા, કોને ત્યાં ધાડ પાડવાના હતા તેની માહિતી પોલીસ મેળવશે વડોદરાઃ દેશના અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાત એક સમૃદ્ધ રાજ્યની ગણતરી થતી હોય છે. અને તેના લીધે પરપ્રાંતની લૂંટારૂ ટોળકીઓની નજર ગુજરાતના મહાનગરો પર રહેતી હોય છે. ત્યારે ઉત્તર પ્રદેશની […]

અમદાવાદમાં જાહેર માર્ગો પર ભીખ માગતા વધુ 10 બાળકોનું રેસ્ક્યુ કરાયા

બાળકો પાસે ભીખ મંગાવતા તેના માત-પિતા સામે ગુનો નોંધાયો, ભીખ મંગાવવાના રેકેટનો પડદાફાશ, બાળકોને મેડિકલ ચેકપ માટે મોકલાયા અમદાવાદઃ શહેરમાં જાહેર રોડ રસ્તાઓ પર ભીખ માગતા બાળકો જોવા મળી રહ્યા છે. બાળકોને રમવાની કે સ્કૂલ જવાની ઉંમરે બાળકો પાસેથી ભીંખ મંગાવવાનું કામ લેવામાં આવતું હતું. આથી શહેર ક્રાઈમ બ્રાન્ચે ભીખ માંગતા 10 જેટલાં બાળકોનું રેસ્ક્યુ […]

અમદાવાદના પશ્વિમ વિસ્તારના ત્રણ બગીચાઓ પીપીપી ધોરણે વિકસાવાશે

U N મહેતા ફાઉન્ડેશનના સહયોગથી બગીચાઓ ડેવલપ કરાશે, બગીચાઓનું નિયંત્રણ AMC પાસે રહેશે, અમદાવાદઃ શહેરની વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત 280 જેટલા બગીચાઓ છે. તમામ બગીચાઓમાં મ્યુનિ દ્વારા બાળકો માટે રમત-ગમતના સાધનો મુકવામાં આવ્યા છે. વૃક્ષોથી આચ્છાદિત એવા બગીચાઓમાં શહેરના નાગરિકો શાંતિની પળો વિતાવવા માટે જતાં હોય છે. હાલ તમામ બગીચાના સાર સંભાળ અને મેન્ટેનન્સની જવાબદારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code