1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાના પ્રવાસે જાય તેવી શકયતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા જઈ શકે છે. સોમવારે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા બાદ આ વાત સામે આવી છે. ટ્રમ્પે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે વડા પ્રધાન મોદી સંભવતઃ ફેબ્રુઆરીમાં તેમની સાથે મુલાકાત માટે અમેરિકી રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય વ્હાઇટ હાઉસ આવશે. સોમવારે […]

UPના બાગપતમાં મોટી દુર્ઘટના સર્જાઈ: 7ના મોત, 80 ઘાયલ

લખનૌ: ઉત્તર પ્રદેશના બાગપતમાં જૈન સમુદાયના નિર્વાણ મહોત્સવ દરમિયાન મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બાગપતમાં, ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ પર, માન સ્તંભ સંકુલમાં બનેલું લાકડાનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું. અહીં 65 ફૂટ ઊંચા પ્લેટફોર્મની સીડીઓ અચાનક તૂટી ગઈ હતી. જેના કારણે ઘણા ભક્તો એકબીજા પર પડવા લાગ્યા. જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ […]

ભારતીય રેલ્વે દ્વારા રેલ નેટવર્કના 23 હજાર થી વધુ ટ્રેક કિલોમીટરને અપગ્રેડ

નવી દિલ્હીઃ ટ્રેનની ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તે માટે ભારતીય રેલ્વેએ રેલ નેટવર્કના 23 હજાર થી વધુ ટ્રેક કિલોમીટરને અપગ્રેડ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 54 હજારથી વધુ ટ્રેક કિલોમીટરના ટ્રેક પર ટ્રેન 110 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડી શકે તે માટે તેનું આધુનિકીકરણ કરાઇ રહ્યું છે.. ભારતીય રેલ્વેએ […]

પિયૂષ ગોયલએ ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રમોશન મંત્રી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલએ ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રમોશન મંત્રી કૈસ બિન મોહમ્મદ અલ યુસુફ સાથે મુલાકાત કરી. તેમણે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર ,CEPA માટે વાટાઘાટો આગળ વધારવા, દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવા અને સહયોગ માટે નવા માર્ગો અંગે ચર્ચા કરી હતી. પિયૂષ ગોયલે પ્રગતિ અંગે આશાવાદ […]

સંબંધ સુધારવાની પ્રક્રિયા ઝડપી બનાવવા ભારત અને ચીન સહમત થયા

નવી દિલ્હીઃ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રિ ચીનના પ્રવાસે છે. તેમણે બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળ્યા. આ દરમિયાન, એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે ચીન-ભારત સંબંધોમાં સુધારાની પ્રક્રિયા ઝડપી બની છે. તેમના મતે, ગયા વર્ષે કાઝાનમાં પીએમ મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત પછી, તમામ સ્તરે સકારાત્મક વાતચીત થઈ છે. બેઠક […]

ભારતના યુવાનો માત્ર ભારત માટે જ નહીં પરંતુ વૈશ્વિક હિત માટે પણ એક શક્તિ છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) રેલીમાં હાજરી આપી હતી. આ પ્રસંગે, તેમણે કેડેટ્સને સંબોધિત કરતા, તેમને NCC દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે આજે 18 મિત્ર દેશોના લગભગ 150 કેડેટ્સ આપણી વચ્ચે હાજર છે, હું તે બધાનું સ્વાગત કરું છું. પીએમ મોદીએ કહ્યું કે પ્રજાસત્તાક […]

દેશ પ્રત્યે બલિદાન નહીં પરંતુ દેશ માટે જીવવાની જરૂર છે: ડૉ. માંડવિયા

ગાંધીનગરઃ ખેડા જિલ્લાનાં નડિયાદમાં આવેલી મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ કેન્દ્રીય મંત્રી, શ્રમ રોજગાર અને યુવા બાબતો – રમત ગમત વિભાગનાં મનસુખભાઈ માંડવિયાનાં મુખ્ય અતિથિ વિશેષ પદે યોજાયો હતો. આ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, અહીંથી ડિગ્રી લીધા પછી નવો અભ્યાસક્રમ, ધંધો, વ્યવસાય તમે કરશો. તે પહેલા અહીં સુધી અભ્યાસ પૂર્ણ […]

ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે ફોન પર થઈ વાતચીત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાતચીત કરી છે. ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત છે. પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરીને આનંદ થયો. તેમના ઐતિહાસિક બીજા કાર્યકાળ બદલ તેમને અભિનંદન. અમે […]

જસપ્રીત બુમરાહને 2024 માટે ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો

ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને 2024 માટે ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બુમરાહે 2024 માં શાનદાર પ્રદર્શન કર્યું, તેણે 13 ટેસ્ટમાં 14.92 ની સરેરાશથી 357 ઓવર ફેંકી અને 71 વિકેટ લીધી. બુમરાહ એક કેલેન્ડર વર્ષમાં 70 થી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ચોથો ભારતીય બોલર બન્યો આ સિદ્ધિ સાથે, […]

ત્રીજી ટી20: ભારત ઈંગ્લેન્ડ સામે જીતની હેટ્રિક ફટકારવા તૈયાર

અમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની ત્રીજી મેચ આજે મંગળવાર 28 જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયા, જેણે શ્રેણીની પ્રથમ બે મેચ જીતી છે, તેની નજર જીતની હેટ્રિક અને શ્રેણીમાં અજેય લીડ મેળવવા પર રહેશે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ જીતીને શ્રેણીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code