1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

તલાટીની ભરતી માટેની પરીક્ષામાં જડબેસલાક વ્યવસ્થા ગોઠવાશે, તંત્ર બન્યુ સજ્જ

અમદાવાદઃ ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. 7મી મેને રવિવારના રોજ લેવાનારી તલાટી-મંત્રીની ભરતી માટેની પરીક્ષામાં 8 લાખ જેટલા ઉમેદવારો હોવાથી પરીક્ષાનું સંચાલન કસોટીરૂપ બન્યું છે. તંત્ર દ્વારા તલાટીની ભરતી માટેની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.તલાટીની ભરતી પરીક્ષામાં ગેરરીતિને નાથવા માટે બોર્ડની ફ્લાઇંગ સ્ક્વોડને બદલે ક્લાસ-1 અને 2ના અધિકારીઓને પરીક્ષા કેન્દ્ર […]

ભાવનગરના સિહોર તાલુકામાં નીલ ગાયો અને જંગલી ભૂંડનાં ત્રાસથી ખેડુતો પરેશાન

ભાવનગરઃ જિલ્લાના સિહોર તાલુકામાં નીલગાયો તેમજ જંગલી ભૂંડોના ત્રાસને લીધે ખેડુતો પરેશાની ભોગવી રહ્યા છે. તાલુકાના સોનગઢ, સણોસરા, ટાણા સહિતના ગામની સીમમાં રાત્રે નીલગાયોના ટોળાં આવીને ખેતરોમાં વાવેલા પાકનો નાશ કરી દેતા હોય છે. આ ઉપરાંત જંગલી ભૂંડનો ત્રાસ પણ વધતો જાય છે. ભાવનગરના સિહોર તાલુકો કૃષિ ઉત્પાદનમાં સારૂએવું સ્થાન ધરાવે છે. ખેડૂતો રાત- દિવસ […]

મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પર બિલગેટ્સે પ્રઘાનમંત્રીની કરી હતી પ્રસંશા, પીએમ મોદીએ માન્યો આભાર

બિલ ગેટ્સએ પીએમ મોદીની કરી પ્રસંશા પીએમ મોદીએ બિલ ગેટ્સનો માન્યો આભાર દિલ્હીઃ- વિતેલા દિવસને 30 એપ્રિલ રવિવારના રોજ પીએમ મોદીનો કાર્યક્રમ મન કી બાતના 100 એપિસોડ પુરા થયા હતા, તેમના આ 100 એપિસોડની અનેક દેશ વિદેશના નેતાઓએ પ્રશંસાઓ કરી હતી જેમાના એક હતા અમેરિકાના પૂર્ર રાષ્ટ્રપતિ બિલગેટ્સ, જેમણે પીએમના ખૂબ વખાણ કર્યા હતા ત્યારે […]

ભારતીય વેક્સિન બજાર વર્ષ 2025 સુધીમાં રૂ. 252 અરબ સુધી પહોંચવાની આશાઃ ડો. જિતેન્દ્રસિંહ

નવી દિલ્હીઃ વિજ્ઞાન અને ટેક્નોલોજી, પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી અને અણુ ઊર્જા અને અવકાશ માટેના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), ડૉ. જીતેન્દ્ર સિંહે લંડનના 175 વર્ષ જૂના સાયન્સ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. દરમિયાન કહ્યું હતું કે, ભારતીય વેક્સિન બજાર વર્ષ 2025 સુધીમાં રૂ. 252 અરબ સુધી પહોંચવાની આશા છે. ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, […]

રાજકોટથી મુંબઈ જવા-આવવા માટે હવે દરરોજ ચાર ફ્લાઈટ્સની સુવિધા મળશે

રાજકોટઃ મેગાસિટી ગણાતા રાજકોટ શહેરનો છેલ્લા એક દશકાથી સારોએવો વિકાસ થયો છે. શહેરની આજુબાજુ અનેક ઉદ્યોગો સ્થપાયા છે. ત્યારે શહેરના એરટ્રાફિકમાં પણ વધારો થઈ રહ્યો છે. હવે રાજકોટથી મુંબઈ જવા માટે પ્રવાસીઓને દરરોજ ચાર ફ્લાઈટ મળશે. તાજેતરમાં જ એર ઇન્ડિયા અને ઈન્ડિગોની સવારની નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવતા એર ફ્રીક્વન્સીમાં વધારો થયો છે. અત્યાર સુધી […]

આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ: ગુજરાતમાં શ્રમિકલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે અદ્યતન ‘શ્રમ સેતુ પોર્ટલ’નું લોન્ચીંગ

અમદાવાદઃ ગાંધીનગર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને 1લી મે એટલે કે, ‘આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ’નો ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રીએ શ્રમયોગીઓના પ્રશ્નોના નિરાકરણ માટે એક અભૂતપૂર્વ પહેલ હેઠળ ‘શ્રમ સેતુ પોર્ટલ’નું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આજે […]

રાજકોટ-પોરબંદર ટ્રેનના સમયમાં ફેરફાર, હવે 8મી મેથી અડધો કલાક વહેલી ઉપડશે

રાજકોટઃ પશ્વિમ રેલવેમાં ઉનાળું વેકેશનના ટ્રાફિકને લીધે મોટાભાગની ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. દરમિયાન પ્રવાસીઓની માગણી મુજબ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજકોટ-પોરબંદર વચ્ચે દોડતી ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં 8મી મે, 2023 થી આ ટ્રેન રાજકોટ સ્ટેશન થી 30 મિનિટ વહેલા ઉપડશે એટલે કે તેના હાલના 15.15 કલાકના સમયને […]

આપ’ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને ‘મન કી બાત’ પર ટ્વીટ કરવી ભારે પડી, ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ

અમદાવાદઃ ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને મન કી બાત પર ટ્વીટ કરવું ભારે પડ્યુ છે, ઈશુદાન ગઢવીએ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 100મા મન કી બાત કાર્યક્રમના ખર્ચને લઈ પહેલા ટ્વીટ કર્યું હતું. જોકે ત્યારપછી થોડા સમય બાદ જ તે ડિલિટ કરી દીધું હતું. જો કે એક નાગરિકે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી […]

ગુજરાતના સ્થાપના દિને CMનો શુભેચ્છા સંદેશ, જનતા જનાર્દનનો ભરોસો એળે જવા નહીં દઈએ

ગાંધીનગરઃ  ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતની પ્રજાને વચન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, જનતા જનાર્દને અમારા પર મુકેલો ભરોસો-વિશ્વાસ એળે જવા દઇશું નહીં અને જે વચનો આપ્યા છે તે પાળી બતાવીશું, ગુજરાતનું માન સન્માન વધારીશું. અમૃતકાળના પ્રથમ સ્થાપના દિવસની ગુજરાતની પ્રજાને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસના રોલ મોડેલ રાજ […]

કર્ણાટક ચૂંટણી: ભાજપના ઘોષણાપત્ર પર કોંગ્રેસે સાધ્યું નિશાન

દિલ્હી : કોંગ્રેસે સોમવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા મેનિફેસ્ટોને “જૂઠાણું-લૂંટ મેનિફેસ્ટો” ગણાવ્યું હતું, કહ્યું હતું કે લોકો શાસક પક્ષના “જૂઠાણા” અને “બકવાસ નિવેદનો” થી કંટાળી ગયા છે. પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે ટ્વીટ કર્યું, “આ બીજેપીનો જુઠ્ઠાણું અને લૂંટનો ઢંઢેરો બીજું કંઈ નથી.” તેમણે કહ્યું, “મોદી સરકારે છેલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code