1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગાંધીધામમાં ટાગોર રોડ પરના ઓવરબ્રિજનું એલ્ટિમેટમ અપાયા બાદ આખરે લોકાર્પણ કરાયુ

ગાંધીધામઃ  શહેરના હાર્દસમા ટાગોર રોડ પરના ઓવરબ્રિજનું ઘણા બધા વિવાદો પછી આજે મંગળવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં ઓવર બ્રિજને  સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો 1.4 કિલોમીટર લાંબો અને 32 કરોડના ખર્ચથી તૈયાર થયેલો આ બ્રિજ ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા બાદ ખુલ્લો ન મુકતા હતા વિવાદો ઊભો થયો હતો. ગુજરાત સરકારના […]

T20 વર્લ્ડકપમાંથી બહાર થયેલા પાકિસ્તાની ટીમનો ખેલાડી રઉફ પ્રશંસક સાથે બાખડ્યો, વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાંથી પાકિસ્તાનની ટીમ બહાર થઈ જતા ભૂતપૂર્વ ખેલાડીઓ અને પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. આ દરમિયાન ફાસ્ટ બોલર હરિસ રઉફનું એક પરાક્રમ સામે આવ્યું છે જેણે બધાને ચોંકાવી દીધા છે. હકીકતમાં, પાકિસ્તાનની શરમજનક હારથી ગુસ્સામાં રઉફ એક પ્રશંસક  સાથે હાથાપાઈ કરવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. તેનો […]

લીલા શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા, હજુ મહિનો ભાવમાં ઘટાડાની શક્યતા નથી

અમદાવાદઃ ગુજરાતના તમામ શહેરોમાં લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. દૂધી,ગલકા, ટમેટાં, કોથમીર સહિતના શાકભાજીના છૂટક માર્કેટમાં ભાવ પ્રતિકિલોના રૂ.100ની સપાટીએ પહોંચ્યા છે. મોટા ભાગના શાકભાજી બીજા રાજ્યમાંથી આવી રહ્યા છે. જેથી માર્કેટમાં પહોંચે ત્યાં સુધીમાં ગરમીને કારણે લીલા શાકભાજી અડધો-અડધ બગડી જાય છે. શાકભાજીના જથ્થાબંધ વેપારીઓના કહેવા મુજબ જુલાઇ સુધી ભાવ ઉંચા જ રહેશે. […]

ફિચે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતની વૃદ્ધિનું અનુમાન વધારીને 7.2 ટકા કર્યું

નવી દિલ્હી: ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતની વૃદ્ધિનું અનુમાન વધારીને 7.2 ટકા કર્યું છે. માર્ચમાં તેણે તે સાત ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. રેટિંગ એજન્સીએ ઉપભોક્તા ખર્ચમાં સુધારો અને રોકાણમાં વધારાને ટાંકીને અંદાજ સુધાર્યો છે. ફિચે નાણાકીય વર્ષ 2025-26 અને 2026-27 માટે અનુક્રમે 6.5 ટકા અને 6.2 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો […]

ગુજરાતમાં 21મી જુનનો દિવસ સાડા તેર કલાકનો સૌથી લાંબો અને રાત ટૂંકી રહેશે,

અમદાવાદઃ દિવસો એક સરખા રહેતા નથી. ક્યારેક રાત લાંબી અને દિવસ ટુકો રહેતો હોય છે. તો ક્યારેક દિવસ લાંબો અને રાત ટુકી રહેતી હોય છે. જોકે અલગ અલગ પ્રદેશોમાં દિવસ-રાતના ફેરફારો જોવા મળતા હોય છે. ગુજરાતમાં આગામી તા. 21 જૂનના દિવસે વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત્રિ હશે. 21મી જુનથી દક્ષિણાયણ શરૂ થશે. […]

વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ફાયર બ્રિગેડ માટે 21.23 લાખના ખર્ચે વોકીટોકી ખરીદાશે

વડોદરાઃ રાજકોટના અગ્નિકાંડ બાદ વડોદરા મ્યુનિ, કોર્પોરેશન વધુ સજાગ બન્યુ છે. અને મ્યુનિ.ના ફાયર વિભાગને જરૂરી વધુ સંસાધનો પુરા પાડવાનો નિર્ણય કરાયો છે. મ્યુનિ. દ્વારા ફાયર બ્રિગેડ વિભાગ માટે 30 વોકીટોકી સેટની ખરીદી કરાશે. એક વર્ષના એર ટાઇમ ચાર્જ તથા 30 સેટના એર ટાઇમ ચાર્જ રીન્યુઅલ સહિત કુલ 21.23 લાખ ખર્ચ કરાશે. આ માટે વીએમસીની […]

IOCLની પાઈપ લાઈનમાં પંચર કરીને ઓઈલચોરી કરતી આંતરરાજ્ય ગેન્ગના બે શખસો પકડાયા

સુરતઃ ઓઈલ કંપનીની પાઈમ લાઈનમાં પંકચર કરીને ઓઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેન્ગના બે શખસોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. આરોપીઓ ખેતર કે કોઈ અવાવરું જગ્યામાંથી પસાર થતી ફૂડ ઓઈલના પાઈપલાઈન અંગેની માહિતી મેળવી તે પાઈપલાઈન અંગે સર્વે કરી સાગરીતો મારફતે પાઈપલાઈનની જગ્યાએ રાત્રિના સમયગાળા દરમિયાન આશરે 6થી 7 ફૂટ જેટલો જમીનમાં ઊંડો ખાડો ખોદી […]

ગુજરાતમાં 21 તાલુકામાં પડ્યો વરસાદ, આદ્રા નક્ષત્રને લીધે આગામી 10 દિવસ વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધીમા પગલે વરસાદી માહોલ જામતો જાય છે. આજે મંગળવારે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 21 તાલુકામાં ઝાપટાંથી લઈને બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલીના બાબરામાં બે ઈંચ, તથા ગારિયાધાર, લાલીયા, ક્વાંટ ઉંમરગાંમ, નાદોડ, માંડવી કચ્છ, દ્વારકા સહિતના તાલુકામાં ઝાપટાંથી લઈને એક ઈંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન […]

T20 ક્રિકેટમાં ભારતીય મૂળના ક્રિકેટર સાહિલ ચૌહાણે રચ્યો ઈતિહાસ

એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ધમકીભર્યો મેઈલ મળતા એરપોર્ટ તંત્ર થયું દોડતું. આમીરખાનના પુત્રની ફિલ્મ મુશ્કેલીમાં મુકાઈ આમીર ખાનના પુત્ર જુનૈદ ખાન ની ફિલ્મ મહારાજ ઉપર લાગેલા સ્ટેને લઈને ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરી સુનાવણી, ઉલ્લેખનીય છે કે ૧૪ જુન થી નેટફ્લીક્સ પર રજુ થવાની હતી ફિલ્મ વડતાલ સ્વામીનારાયણ […]

સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ અને વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે, મુસાફરી આરામદાયક રહે તેવી ડિઝાઈન

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ છેલ્લા કેટલાક વર્ષોમાં આધુનિક સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યાર સુધીમાં દેશમાં ૨૫ જેટલી વંદે ભારત ટ્રેન ટ્રેક પર દોડી રહી છે. ત્યારે હવે રેલ્વેએ સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ તથા મેટ્રો શહેરો માટે વંદે મેટ્રોને લઈને એક નવું અપડેટ આપ્યું છે. વંદે ભારત સ્લીપર અને વંદે ભારત મેટ્રો રેલ ટૂંક સમયમાં પાટા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code