બટાકાના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોએ સરકાર પાસે સબસિડીની કરી માગ
પાલનપુર, 29 જાન્યુઆરી 2026: જગતનો તાત કહેવાતા ખેડૂતો રાત-દિવસ મહેનત કરીને કૃષિપાક તૈયાર કરે છે. પણ ખેડૂતોને પુરતા ભાવ મળતા નથી. પણ ખેડૂતો પાસેથી ઉપજ ખરીદી લીધા બાદ વેપારીઓ મોંઘા ભાવે ગ્રાહકોને વેચાણ કરતા હોય છે. બનાસકાંઠામાં બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. હાલ બટાકાના ભાવમાં અચાનક થયેલા મોટા ઘટાડાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. […]


