1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતીય રેલવેએ ઈતિહાસ રચ્યોઃ 99.2 ટકા વિદ્યુતીકરણ પૂર્ણ કર્યું

નવી દિલ્હી, 8 જાન્યુઆરી, 2026 : ભારતીય રેલવેએ પર્યાવરણને અનુકૂળ અને આધુનિક પરિવહન તરફ મોટું ડગલું ભરતા 99.2% વિદ્યુતીકરણ (Electrification) પૂર્ણ કરી લીધું છે. ‘મિશન 100% વિદ્યુતીકરણ’ અંતર્ગત રેલવે નેટવર્કને સંપૂર્ણપણે વીજળી પર આધારિત બનાવવાના લક્ષ્યમાં હવે ગણતરીના અંતર બાકી છે. ડીઝલ એન્જિનોના ઓછા ઉપયોગથી પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે અને ભારત તેના ‘નેટ ઝીરો’ કાર્બન ઉત્સર્જનના […]

પ.બંગાળમાં અવળી ગંગા, સીએમ મમતા બેનરજીએ ED પર દરોડો પાડ્યો! જાણો

કોલકાતા, 8 જાન્યુઆરી, 2026: CM Mamata Banerjee raids ED! પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે ગુરુવારે એક અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જી અચાનક કોલકાતાના સોલ્ટ લેક સ્થિત I-PAC (ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી)ની ઓફિસે પહોંચી ગયા હતા. તે સમયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની એક ટીમ નાણાકીય ગેરરીતિઓ અને વિદેશી ફંડિંગ સંબંધિત કેસમાં ઓફિસની અંદર સર્ચ ઓપરેશન ચલાવી રહી […]

જમણવારમાં ચાર ચાંદ લગાવી દેશે ટેસ્ટી ગાજર-કાકડીનું રાયતું, જાણો રેસીપી

થાળીમાં જો રાયતું પીરસવામાં આવે તો ભોજનનો આનંદ બમણો થઈ જાય છે. રાયતાની ખાસ વાત એ છે કે તેને બનાવવા માટે બહુ ઓછી સામગ્રીની જરૂર પડે છે અને તે મિનિટોમાં તૈયાર થઈ જાય છે. ભલે બિરયાની હોય, પરોઠા હોય કે પછી દાળ-ભાત, રાયતું દરેક વાનગીનો સ્વાદ નિખારે છે. જો તમે પણ કોઈ સ્પેશિયલ રાયતાની રેસીપી […]

GPSCની 2026માં લેવાનારી વિવિધ સંવર્ગની પ્રીલિમ પરીક્ષાની તારીખો જાહેર

અમદાવાદ, જાન્યુઆરી 2026:  ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026 દરમિયાન યોજાનારી વિવિધ ક્લાસ-1 અને ક્લાસ-2 સંવર્ગની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. પ્રલિમ પરીક્ષાની તારીખો જાહેર થતાં લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોને રાહત થઈ છે. GPSC દ્વારા કુલ 18 જેટલા અલગ-અલગ સંવર્ગોની પ્રીલિમ પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન […]

વડોદરાના 5 ધારાસભ્યોનો લખ્યો CMને પત્ર, અધિકારીઓ પ્રજાના કામો કરતા નથી

વડોદરા, 8 જાન્યુઆરી 2026: ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાનો અધિકારીઓની લાપરવાહીને લીધે પ્રજાને લાભ મળતો નથી. વહીવટી તંત્રમાં વ્યાપ્ત અરાજકતા અને અધિકારીઓની ખરાબ માનસિકતા સામે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ધારાસભ્ય કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા લખાયેલા આ પત્રમાં ‘વંદે […]

ગુજરાત શહેરી વિકાસ ક્ષેત્રે દેશના રોલ મોડલ રાજ્ય તરીકે ઉભરી આવ્યું: દેસાઈ

ગાંધીનગર,8 જાન્યુઆરી 2026:  GNLU-ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતા હેઠળ “સ્વનિધિ સમારોહ-2026” વર્કશોપ અને એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન શહેરી વિકાસ મંત્રીશ્રીના હસ્તે “પીએમ સ્વનિધિ યોજના”ના લાભાર્થીઓને લોન સહાયના ચેક અને ક્રેડિટ કાર્ડ માટેના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ, મંત્રીએ સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા બનાવવામાં આવતી સ્વદેશી વસ્તુઓના […]

અમરેલીમાં નિર્માણાધિન બ્રિજના ખાડામાં બાઈક ખાબકતા એકનું મોત

અમરેલી, 8 જાન્યુઆરી 2026: અમરેલીના લીલીયા રોડ પર નિર્માણધીન અંડરબ્રિજનું કામ ચાલી રહ્યુ છે. તેના માટે ઊંડો ખાડો ખાદવામાં આવ્યો હતો. ખાડા ફરતે બેરીકેટ લગાવાયા નહોતા. તેમજ વાહનો માટે કોઈ ડાયવર્ઝન પણ અપાયુ નહતું. ત્યારે ગત મોડી રાત્રે બાઈકચાલક પાણી ભરેલા ખાડામાં પડ્યો હતો. સાથે બાઈક પર બેઠેલા મહિલા અને બાળકી પણ ખાડામાં પડ્યા હતા.જેમાં […]

અદાણી મુન્દ્રા પોર્ટે ક્રૂડ ઓઇલ લોજિસ્ટિક્સમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો

દેશમાં સૌ પ્રથમ વાર સંપૂર્ણ ભરેલા VLCCનું સફળ બર્થિંગ મુંદ્રા પોર્ટે ભારતના દરિયાઈ ઇતિહાસમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ તેના મુન્દ્રા બંદર પર ભારતના પ્રથમ વેરી લાર્જ ક્રૂડ કેરિયર (VLCC) ના સફળ બર્થિંગની ઉપલબ્ધિ હાંસલ કરી છે. માઉન્ટ ન્યૂ રેનોન, જહાજ 3.3 લાખ ક્યુબિક મીટરની […]

કચ્છના ધોળાવીરામાં 10મી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે

ભૂજ, 8 જાન્યુઆરી 2026:  કચ્છના ઐતિહાસિક ગણાતા અને હેરીટેજ એવા ધોળાવીરાનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થઈ રહ્યો છે. દેશ-વિદેશના પ્રવાસીઓ ધોળાવીરાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ધોળાવીરા ખાતે 10 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવ યોજાશે. આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ભુજ […]

મેડ ઇન ઇન્ડિયા AI દુનિયા પર છવાશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશના અગ્રણી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્ટાર્ટ-અપ્સના વડાઓ સાથે એક ઉચ્ચ સ્તરીય રાઉન્ડટેબલ બેઠક યોજી હતી. 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન આવાસ પર યોજાયેલી આ બેઠકમાં ભારતમાં નૈતિક, સર્વસમાવેશક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક AI ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code