1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જૂનાગઢના ચાંદ્રાવાડી ગામ નજીક કાર રોડ સાઈડના તળાવમાં ખાબકતા બેના મોત

5 મિત્રો કારમાં ગઢાળીથી મેંદરડા તરફ જઈ રહ્યા હતા, પૂરફાટ ઝડપે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર તળાવમાં ખાબકી, કારમાં સવાર ત્રણનો ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા જૂનાગઢઃ જિલ્લાના મેંદરડા તાલુકાના ચાંદ્રાવાડી ગામ નજીક પૂરફાટ ઝડપે જઈ રહેલી એક કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારીને રોડની બાજુમાં આવેલા તળાવમાં ખાબકી […]

કંડલા પોર્ટ પર રૂપિયા 82 કરોડના ખર્ચે વધુ એક ઓઈલ જેટી બનાવાશે

કંડલા પોર્ટ પર હાલ 16 કાર્ગો અને 8 ઓઈલ જેટી કાર્યરત છે, નવી ઓઈલ જેટીનું કામ 18 મહિનામાં પૂર્ણ કરાશે, 1 લી ડિસેમ્બર, 2025 ના રોજ પ્રી-બિડ મીટિંગનું આયોજન કરાશે ગાંધીધામઃ કંડલાના દીનદયાલ પોર્ટ પર બહારથી આવતા જહાજોનો સારોએવો ટ્રાફિક રહેતો હોય છે. કંડલામાં હાલમાં 8 ઓઈલ જેટી અને 16 કાર્ગો જેટી કાર્યરત છે. જેમાં […]

બનાસકાંઠામાં અકસ્માતના બે બનાવોમાં બેના મોત, થરા હાઈવે પર ટ્રેલર-ડમ્પર ટકરાયા

થરા હાઈવે પર ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, થરા- દિયોદર રોડ પર કંથેરીયા નજીક ટ્રેલર-બાઈકના અકસ્માતમાં એકનું મોત, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી પાલનપુરઃ રાજ્યમાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં બનાસકાંઠામાં અકસ્માતના જૂદા જૂદા બે બનાવોમાં બેના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ થરા નેશનલ હાઈવે પર એક અકસ્માત […]

ચોટિલામાં હથિયારો સાથે ATM તોડવા આવેલી ગેન્ગને પોલીસે દબોચી લીધી

આરોપીઓ પાસેથી હથિયારો, સાધનો અને ₹2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, બે સ્થાનિક યુવાનોને ATM તોડવા બિહારથી ત્રણ શખસોની ગેન્ગને બોલાવી હતી, ત્રણેય શખસોને રાજકોટની હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરીને ATMની રેકી કરી હતી સુરેન્દ્રનગરઃ જિલ્લાના ચોટિલામાં બેન્કનું એટીએમ તેડવા આવેલી ગેન્ગને પોલીસે દબોચી લીધી હતી. આરોપીઓએ દેશી હાથ બનાવટનો તમંચો, બે જીવતા કાર્ટીસ, લોખંડની હથોડી સહિતના […]

ગાંધીનગરમાં સેક્ટર 1થી 8 સુધીના એપ્રોચ રોડને ફોરલેન બનાવાશે

GMC દ્વારા ટૂંક સમયમાં તે માટેનું ટેન્ડર ફાઇનલ કરીને કામગીરી શરૂ કરવામાં આવશે, ચોમાસામાં જર્જરિત બનેલા રોડના મરામતના કામો ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરાશે, શહેરના તમામ રસ્તાઓને સુશોભિત પણ કરાશે ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં હાલ માર્ગ સુધારણાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બીજી તરફ શહેરના સેક્ટરોના રીંગ રોડ- એપ્રોચ રોડને ફોરલેન બનાવવાની કવાયત પણ […]

ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવેનું કામ પૂર્ણ થતા હવે લોકાર્પણ કરાશે

ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવેનું ડિસેમ્બરના બીજા સપ્તાહમાં કરાશે લોકાર્પણ, એક્સપ્રેસ હાઈવે પર માત્ર બેથી અઢી કલાકમાં ભાવનગરથી અમદાવાદ પહોંચી શકાશે, છેલ્લા બે દિવસથી પીપળીથી સનાથલ સુધીનો માર્ગ પણ ખોલી નાંખવામાં આવ્યો છે, અમદાવાદઃ ભાવનગર-અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ હાઈવેનું કામ પૂર્ણ થતા હવે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં એક્સપ્રેસ હાઈવેનું લોકાર્પણ કરવામાં આવશે. જોકે છેલ્લા બે દિવસથી પીપળી-સનાથળ સુધીને એક્સપ્રેસ […]

કર્ણાટકના વેપારીને ઠગનાર આરોપીના ઘરેથી 3 કિલો નકલી સોનું અને ફેક ચલણી નોટો મળી

આરોપીઓ સસ્તા ભાવે સોનું અને લોન આપવાની લાલચ આપીને લોકોને ઠગતા હતા, સસ્તા ભાવે સોનું તથા લોન અપાવવાના બહાને ટોળકીએ રૂ.92 કરોડ પડાવી લીધા હતા, ટોળકીના મુખ્ય સૂત્રધારને પકડવા પોલીસની દોડધામ વડોદરાઃ શહેરમાં ફાયનાન્સ ફર્મ ખોલીને લોકોને સસ્તુ સોનું અને લોન આપવાના બહાને ઠગતી ટોળકી સામે રૂપિયા 4.92 કરોડના ફ્રોડની ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ […]

સુરતમાં જ્વેલર્સની દૂકાનમાં બાકોરૂ પાડીને ચોર 1.96 લાખની મત્તા ઉઠાવી ગયા

જ્વેલર્સના માલિકે બાજુના દુકાનદાર સામે ફરિયાદ નોંધાવી, સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ચોરીનો બન્યો બનાવ, તસ્કરો કપડા અને ફૂટવેરની દુકાનમાં બાકોરું પાડીને જ્વેલર્સ દુકાનમાં ઘૂસ્યા હતા, સુરતઃ શહેરના પુણા વિસ્તારમાં આવેલા પર્વત પાટિયા વિસ્તારમાં મોડી રાત્રે બે જેટલી દુકાનોની દીવાલમાં બાકોરું પાડીને તસ્કરોએ ‘ભાવના જ્વેલર્સ’માં પ્રવેશીને સોના-ચાંદીના ઘરેણાંની ચારી કરી હતી. ચોરીના આ બનાવમાં જ્વેલર્સ શોપના […]

શિયાળામાં સસ્તા મળવા જોઈએ તેના બદલે શાકભાજીના ભાવમાં થયો તોતિંગ વધારો

શાકભાજીના વેપારીઓ માવઠાને લીધે શાકભાજીની આવક ઘટી હોવાનું કહી રહ્યા છે, 70 રૂપિયે કિલો મળતા રિંગણાના ભાવ 150એ પહોચ્યા, લગ્નગાળાને લીધે શાકભાજીની માગમાં પણ થયો વધારો અમદાવાદઃ શિયાળામાં શાકભાજીના ભાવ સામાન્ય હોય છે. તેના બદલે હાલ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના જથ્થાબંધ વેપારીઓ માવઠાને લીધે ઓછું ઉત્પાદન થવાના કારણે તુવેર, વાલોળ, ચપટા, ગાજર, […]

વ્યક્તિગત ધાર્મિક આસ્થા આધારે રેજિમેન્ટના ધર્મસ્થળમાં નહીં જનાર વ્યક્તિ સેનામાં રહેવા યોગ્ય નથીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટએ એક કેસમાં મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા જણાવ્યું છે કે ભારતીય સેના સંપૂર્ણપણે ધાર્મનિરપેક્ષ છે અને ત્યાં સર્વોચ્ચ મહત્વ અનુશાસનનું છે. વ્યક્તિગત ધાર્મિક આસ્થા આધારે રેજિમેન્ટના ધર્મસ્થળમાં જવાનું નકારનાર વ્યક્તિ સેનામાં રહેવા યોગ્ય નથી. આ સ્પષ્ટ અવલોકનો સાથે, મુખ્ય ન્યાયાધીશ સુર્ય કાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેંચે સેનામાંથી બરખાસ્ત કરવામાં આવેલા એક અધિકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code