1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

માવઠાને લીધે ધરોઈ ડેમ છલોછલ ભરાયો, સાબરમતી નદીમાં 3450 ક્યુસેક પાણી છોડાયું

પંચમહાલનો પાનમ ડેમની સપાટી પણ રૂલ લેવલ પર પહોંચી, પાનમ ડેમમાં ઉપરવાસમાંથી 4943 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ, ખેડૂતોને હવે ઉનાળાના અંત સુધી સિચાઈ માટેનું પાણી મળી શકશે અમદાવાદઃ ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. ત્યારે સાબરમતી નદીના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ધરોઈ ડેમ છલોછલ ભરાયો છે. ડેમમાં પાણીની આવક વધતા સાબરમતી નદીમાં 3450 ક્યુસેક […]

અમદાવાદના ચાંદલોડિયા સહિત વિસ્તારોમાંથી 17 બાંગ્લાદેશી મહિલાઓ પકડાઈ

બાંગ્લાદેશી મહિલાઓ 5 હજાર રૂપિયાની લાંચ આપીને ભારત પ્રવેશી હતી, વધુ રોજગારી મળતી હોવાથી મહિલાઓ અમદાવાદ આવી હતી, પોલીસે મકાનમાલિકો સામે પણ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી અમદાવાદઃ ગુજરાતમાં રોજગારી વધુ મળતી હોવાને લીધે બાંગ્લાદેશી ઘૂસણખોરી કરીને અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં આવીને ગેરકાયદે વસવાટ કરતા હોય છે. અમદાવાદના ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓની ગેરકાયદે વસાહત દૂર કરાયા […]

અમદાવાદના ઓઢવના સ્મશાન ગૃહમાં લાકડાં ન મળતા ટાયર મુકી અગ્નિસંસ્કાર કરાયા

અગ્નિ સંસ્કાર માટે સુકા લાકડાં ન હોવાથી ના પાડવામાં આવી, એએમસીના હેલ્થ વિભાગે લાકડા પુરા પાડતી એજન્સીને નોટિસ ફટકારી, લાકડા પુરી પાડતી ખાનગી એજન્સી સામે કડક પગલાં લેવા લોકોમાં માગ ઊઠી અમદાવાદઃ  શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા મ્યુનિ. સંચાલિત સ્મશાન ગૃહમાં અંતિમવિધિ માટે લાકડા ન હોવાથી એક પરિવારને તેના મૃતક સ્વજનની વાહનના ટાયર અને ગોદડાનો ઉપયોગ […]

ભાવનગરના ધોળા-ઉમરાળા હાઈવે પર ખાનગી બસની અડફેટે બાઈકસવાર બે યુવાનોના મોત

બસે ટક્કર માર્યા બાદ રોડ પર પટકાયેલા બે બાઈકસવારોને હોસ્પિટલ ખસેડાયા હતા, સારવાર દરમિયાન બન્ને યુવાનોના મોત નિપજ્યા, ઉમરાળા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી ભાવનગરઃ ધોળા-ઉમરાળા હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે બાઈક સવાર યુવાનોને અડફેટે લેતા આ અકસ્માતમાં બાઈકસવાર યુવરાજસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ અને તેમના મિત્ર ભદ્રરાજસિંહ સુજાનસિંહ ગોહિલનું મોત નિપજ્યુ હતુ. […]

પોરબંદર-ધોરાજી હાઈવે પર જોખમી રીતે સ્ટંટ કરતા બાઈક ચાલકોની પોલીસે કરી ધરપકડ

સ્ટંટબાજ બે બાઈકસવારોએ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, પોલીસે પણ બન્ને યુવાનોને માફી માગતો વિડિયો બનાવીને વાયરલ કર્યો, હાઈવે પર બાઈકચાલકોના સ્ટંટથી અન્ય વાહનચાલકો પણ ડરી ગયા હતા, રાજકોટઃ આજકાલ યુવાનોમાં સોશિયલ મીડિયાનું વલગણ એટલું બધુ છે કે, ફેમસ થવા અને વધુ લાઇક્સ મેળવવાના ચક્કરમાં યુવાનો કાયદો હાથમાં લેતા પણ ડરતા નથી. અને કાર […]

અમદાવાદમાં સરદાર પટેલની જન્મજ્યંતિ પર મુખ્યમંત્રીએ યુનિટી માર્ચને ફ્લેગ ઓફ કરાવ્યુ

‘રાષ્ટ્રીય એકતા દિવસ‘ની ઉજવણીના ભાગરૂપે રન ફોર યુનિટીમાં શહેરીજનો જોડાયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પી, રાજકોટમાં કૂવરજી બાવળિયાએ રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવ્યુ અમદાવાદઃ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મજયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઊજવણીના ભાગરૂપે અમદાવાદ, સુરત, ગાંધીનગર અને રાજકોટ સહિત શહેરોમાં ‘યુનિટી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 63 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ, 14 જિલ્લામાં યલો એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 63 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુકાય રહ્યો છે, રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે વહેલી સવારે ધૂમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી. અને દિવસ દરમિયાન આકાશ વાદળછાંયુ રહ્યું હતું. ગુજરાતમાં 6 નવેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે હજી પહેલી નવેમ્બર […]

સરદાર પટેલ માટે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું વિઝન સર્વોપરી હતુઃ PM નરેન્દ્ર મોદી

સરદાર પટેલ ઈચ્છતા હતા કે આખુ કાશ્મીર એક હોય પણ નહેરૂએ વિભાજિત કર્યુ, એકતાનગરમાં ભવ્ય રાષ્ટ્રીય પરેડ યોજાઈ, ભારત પોતાની સુરક્ષા અને સન્માન સાથે કોઈ સમાધાન કરતું નથીઃ મોદી કેવડિયા-એકતાનગરઃ લોખંડી પુરૂષ  સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે, શુક્રવારે, 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિતિમાં રાજધાની દિલ્હીની જેમ ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, […]

દશેરાથી દિવાળી સુધીના તહેવારોમાં UPI મારફતે રૂ. 17.8 લાખ કરોડના વ્યવહાર નોંધાયાં

દશેરાથી દિવાળી સુધીના તહેવારોની સીઝનમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) મારફતે થયેલા ડિજિટલ ખર્ચમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન યુપીઆઇ મારફતે કુલ  રૂ. 17.8 લાખ કરોડના વ્યવહારો નોંધાયા હતા, જે ગયા વર્ષના રૂ. 15.1 લાખ કરોડની સરખામણીએ વધારે છે. બેંક ઑફ બરોડાના એક રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં યુપીઆઇ વ્યવહારોના મૂલ્યમાં મહિના-દર-મહિના (MoM) ધોરણે 2.6 […]

સરકારો નિયમો બનાવે છે પરંતુ યોગ્ય અમલ કરતી નથી, અને કોર્ટના આદેશોને લઈને બેદરકાર છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં રખડતા કૂતરાઓ મામલે થયેલી અરજીની સુનાવણીમાં રાજ્યોના મુખ્ય સચિવોને વર્ચ્યુઅલ રીતે હાજર રહેવાની માંગણી કરતી અરજી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કરી હતી. જો કે, આ મામલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરીને અરજી ફગાવતા ટકોર કરી હતી કે, કોર્ટના આદેશોનો યોગ્ય આદર કરવામાં આવતો જ નથી. મુખ્ય સચિવોએ 3 નવેમ્બરના રોજ કોર્ટમાં વ્યક્તિગત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code