1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનને એક મહિનામાં પ્રોપર્ટી ટેક્સની 3.17 કરોડની થઈ આવક

ભાવનગર, 4 ફેબ્રુઆરી 2026:  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ સામે ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં બાકીદારો માટે રિબેટ યોજના પણ અમલમાં મુકવામાં આવી હતી. આથી વેરા વસુલાતમાં લોકોનો સારોએવો પ્રતિસાદ મળ્યો છે. ગત જાન્યુઆરી મહિનામાં રૂા. ૩.૭૧ કરોડનો મિલકત વેરો કરદાતાઓ ભર્યો હતો તેથી મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના મિલકત […]

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવાયું, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

નવી દિલ્હી, 04 ફેબ્રુઆરી 2026: ગયા વર્ષના ફેબ્રુઆરીથી મણિપુરમાં લાગુ પડેલું રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે રાજ્યમાં તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ શાસનનો અંત લાવવાની જાહેરાત કરતું એક જાહેરનામું બહાર પાડ્યું છે. ગૃહ મંત્રાલયે મણિપુરમાં ગયા વર્ષે ફેબ્રુઆરીથી લાગુ રાષ્ટ્રપતિ શાસન તાત્કાલિક અસરથી હટાવી દીધું છે. આ દરમિયાન, NDA નેતા વાય. ખેમચંદ સિંહે રાજ્યપાલ […]

સુરેન્દ્રનગરમાં સરકારી ગોદામનાં છત પર પતરા નથી, અનાજ બગડી જવાની શક્યતા

સુરેન્દ્રનગર, 4 ફેબ્રુઆરી 2026:  શહેરમાં પુરવઠા વિભાગના સરકારી ગોદામથી જિલ્લાની રેશનીંગની દુકાનોને અનાજનું વિતરણ કરવામાં આવે છે. કલેક્ટર કચેરી નજીક આવેલા આ સરકારી અનાજના ગોડાઉનની હાલત અત્યંત બિસ્માર જોવા મળી રહી છે. છેલ્લા આઠ મહિનાથી આ ગોડાઉનના પતરા તૂટેલી હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. છત પર પતરા ન […]

રાજસ્થાનથી યુવતીને પ્રમેજાળમાં ફસાવી 20 દિવસ ગોંધી રાખી દૂષ્કર્મ કર્યું, બેની ધરપકડ

સુરત, 4 ફેબ્રુઆરી 2026:  સોશિયલ મીડિયાનું બાળકોથી લઈને યુવક-યુવતીઓમાં વધુ વળગણ જોવા મળી રહ્યુ છે. સોશિયલ મિડિયા થકી ફેસબુક કે ઈન્સ્ટ્રાગ્રામના માધ્યમથી યુવક-યુવતીઓ સંપર્કમાં આવીને ન કરવું કરી બેસતા હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજસ્થાનના કોટાની યુવતી સુરતના એક યુવાનના સંપર્કમાં આવી હતી. અને માત્ર 6 દિવસના પરિચયમાં યુવતી કોટાથી જન્મદિન […]

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ગેસ ટેન્કર પલટી ગયું, હજારો વાહનો 18 કલાક સુધી અટવાયા

નવી દિલ્હી, 04 ફેબ્રુઆરી 2026: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એક ગેસ ટેન્કર પલટી ગયું, જેના કારણે 18 કલાક સુધી રસ્તો બંધ રહ્યો, હજારો વાહનો ફસાયા. ટેન્કરમાંથી જ્વલનશીલ પ્રોપીલીન ગેસ લીક થવાનું ચાલુ છે. NDRF, SDRF અને BPCL ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે. મુસાફરોને ખોરાક અને પાણીની અછતનો સામનો કરવો પડ્યો. અધિકારીઓએ લોકોને વૈકલ્પિક માર્ગો અપનાવવા […]

મિલ્કતોના દસ્તાવેજના ઈ-રજિસ્ટ્રેશનમાં હવે પ્રોસેસિંગ ફી વસૂલ કરાશે

અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2026:  રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા હવે દસ્તાવેજોના ઈ-રજિસ્ટ્રેશનમાં પ્રોસેસિંગ ફી વસુલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ઇ-રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફીના માળખામાં કેટલાક ફેરફારો વિચારાધીન હતા, પરંતુ હવે મહેસૂલ વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ઇ-રજીસ્ટ્રેશન દ્વારા નોંધણી કરાવવામાં આવતા દરેક દસ્તાવેજ પર હવે પ્રોસેસિંગ ફી લાગુ થશે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ […]

સુપ્રીમ કોર્ટમાં SIRની સુનાવણીમાં મમતા બેનર્જી રહ્યાં હાજર, પોતાનો પક્ષ રજૂ કર્યો

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: દેશની સર્વોચ્ચ અદાલતમાં સ્પેશિયલ ઈન્ટેસિવ રિવીઝન (એસઆઈઆર)ને લઈને સુનાવણી ચાલી રહી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ સુપ્રીમ કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ તેમણે કોર્ટમાં પોતાનો પક્ષ રાખવાની મંજૂરી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમને ક્યાંથી ન્યાય નથી મળ્યો, અમે છ વાર ચૂંટણીપંચને સંપૂર્ણ માહિતી સાથે ચિઠ્ઠી […]

સુરેન્દ્રનગરની જેલમાં 4 મોબાઈલ ફોન સહિત પ્રતિબંધિત સામાન પકડાયો

સુરેન્દ્રનગર, 4 ફેબ્રુઆરી 2026:  જિલ્લાની સબ જેલમાં ફરી એકવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. જેલની બેરેક નંબર 3માં આવેલા ટોયલેટમાંથી ખાડો ખોદીને છુપાવેલા ચાર મોબાઈલ ફોન સહિત કુલ 1300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેલરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કેદીઓની પૂછતાછ શરૂ કરી છે. આ બનાવની વિગત એવી છે કે, સુરેન્દ્રનગર શહેરમાં […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના 3595.70 કરોડના ડ્રાફ્ટ બજેટમાં વેરા વધારવાની દરખાસ્ત

રાજકોટ, 4 ફેબ્રુઆરી 2026:  નાણાકીય વર્ષ પુરૂ થવામાં હવે બે મહિનાથી ઓછો સમય બાકી છે. ત્યારે હાલ બજેટની મોસમ ચાલી રહી છે, આજે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનનું વર્ષ 2026-27નું રૂપિયા 3595.70 કરોડનું ડ્રાફટ બજેટ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યુ છે. જેમાં મિલ્કત વેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં વધારો સૂચવાયો કરાયો છે. રહેણાંક […]

વડોદરા-ડભોઈ રોડ પર ટ્રક-બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું મોત

વડોદરા, 4 ફેબ્રુઆરી 2026:  જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ડભોઈ-વડોદરા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો હતો. ડભોઇ – વડોદરા રોડ પર ટ્રકના પાછળના ટાયર સાથે પૂર ઝડપે બાઈક અથડાતા બાઇકચાલક યુવકને ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે ડભોઇ પોલીસે વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code