1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઈડર નજીક હાઈવે પર ઈકોકાર, રિક્ષા અને બુલેટ વચ્ચે ત્રિપલ અકસ્માત, 4નાં મોત

ચાર શ્રમિક યુવાનો મજુરી કામ પૂર્ણ કરીને રિક્ષામાં ઘરે પરત ફરી રહ્યા હતા ભાઈ સમાજના ચાર યુવાનોના મોતથી ગમગીની વ્યાપી ગઈ બુલેટ બાઈકસવારને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હિંમતનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ઈડર હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, ગત રાતના સમયે ઈડર નજીક હાઈવે પર ઈકોકાર, રિક્ષા અને […]

અમદાવાદમાં કૂબેરનગરમાં કમલ તળાવ વિસ્તારમાં 150 મકાનો પર બુલડોઝર ફેરવાયું

મ્યુનિ.એ પોલીસના બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધર્યું મકાનો તોડી પડાતા ગરીબ પરિવારો નોંધારા બન્યા વર્ષોથી રહેતા પરિવારોના મકાનો તૂટતા બાળકો અને મહિલાઓ રડી પડ્યાં અમદાવાદઃ  શહેરના કૂબેરનગર વિસ્તારમાં કમલ તળાવ પાસે વર્ષોથી બંધાયેલા 150 ગેરકાયદે મકાનોને તોડી પાડવા માટે આજે સવારથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતુ. મકાનો તોડી પડાતા અનેક પરિવારો […]

મનરેગાનું નામ બદલવા બિલ રજૂ થતાં લોકસભામાં ભારે હોબાળો

નવી દિલ્હી: સરકાર દ્વારા મનરેગા (MNREGA) યોજનાનું નામ બદલવા માટે રજૂ કરાયેલા બિલને લઈને મંગળવારે લોકસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. જોકે, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સદનમાં બિલનો બચાવ કરતા જોવા મળ્યા હતા. શિવરાજસિંહ ચૌહાણે ગૃહમાં ‘વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે VB-G RAM G બિલ 2025 રજૂ કરવાની મંજૂરી માંગી […]

હવાઈ ભાડાંની મનસ્વી વૃદ્ધિ પર અંકુશ મૂકાશે: કેન્દ્રીય મંત્રી કે. રામમોહન નાયડુ

નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર હવાઈ ભાડાંમાં થઈ રહેલા વધારાના મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે અને આ પ્રકારના મનસ્વી ભાડાંને રોકવા માંગે છે. આ માટે તેઓ ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)ના ‘ભાડાં મોનિટરિંગ યુનિટ’ને વધુ મજબૂત બનાવી રહ્યા છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા […]

કેન્દ્ર સરકારે ઘઉંની સંગ્રહખોરી અટકાવવા સ્ટોક મર્યાદા અમલી બનાવી

નવી દિલ્હીઃ બજારમાં વ્યાજબી ભાવે સરળતાથી ઘઉં મળી રહે અને તેની સંગ્રહખોરી અટકે તે માટે કેન્દ્ર સરકારે આગામી તા. 31 માર્ચ 2026 સુધી સ્ટોક મર્યાદા અમલી બનાવી. ઘઉંના સંગ્રહ કરવામાં સુધારો કરી ઘઉંની સંગ્રહખોરી અટકે અને બજારમાં ઘઉં સરળતાથી અને વાજબી કિંમતે ગ્રાહકોને મળી રહે તે હેતુસર ઘઉંના વેપાર સાથે સંકળાયેલ ટ્રેડર્સ, હોલસેલર્સ, રીટેઈલર્સ, બીગ ચેન […]

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ ગાંધીને રાહત, કોર્ટનો EDની ચાર્જશીટ પર સુનાવણીનો સ્વીકારવાનો ઇનકાર

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટના આ નિર્ણયથી કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મોટી રાહત મળી છે. જોકે, કોર્ટે EDને આ મામલે તપાસ ચાલુ રાખવાની છૂટ આપી છે. EDએ તેની ચાર્જશીટમાં […]

સુપ્રીમ કોર્ટે દહેજ પ્રથા અંગે ચિંતા વ્યક્ત કરી, દહેજ પ્રતિબંધક કાયદાઓ હાલમાં અપ્રભાવી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દેશમાં દહેજના વધી રહેલા કેસો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે ટિપ્પણી કરી છે કે, દહેજ પ્રતિબંધક કાયદાઓ હાલમાં ‘અપ્રભાવી અને દુરુપયોગ બંનેથી ગ્રસ્ત’ છે અને દહેજની સામાજિક બદી હજુ પણ વ્યાપકપણે પ્રચલિત છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે દહેજના કેસોનો સામનો કરવા માટે સામુહિક […]

યુએઈના ટોચના લશ્કરી કમાન્ડર આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને મળ્યા

નવી દિલ્હી: ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા તરફના એક મહત્વપૂર્ણ પગલામાં, UAE પ્રેસિડેન્શિયલ ગાર્ડના કમાન્ડર મેજર જનરલ અલી સૈફ હુમૈદ અલકાબીએ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને મળ્યા. આ બેઠકમાં દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ વધારવા અને લશ્કર-થી-લશ્કરી સંકલનને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુએઈના […]

ભાગવતના રસપાન માટે આવેલા દરેક વ્યક્તિને જોઈને મને અપાર આનંદ થયો: ડો.પ્રીતિબેન અદાણી

શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરવા પહોંચેલા અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિબેન અદાણી બલિયાવડ આશ્રમ (જુનાગઢ)નાં આઈશ્રી દેવલમાં, વિરાયતન વિદ્યાપીઠ (માંડવી)ના શીલાપીજી સાધ્વી મહારાજસાહેબ, શ્રી રાજલધામ (નાનીખાખર-કચ્છ)ના આઇશ્રી કામઈમાં ની વિશેષ ઉપસ્થિતિ. મુંદ્રા-માંડવીના ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ, અંગદાનના પ્રણેતાશ્રી દિલીપદાદા દેશમુખ સહિતના રાજકીય-સામાજીક આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. ૮૦૦૦ કરતાં વધુ લોકો […]

ગોવા અગ્નિકાંડ: થાઇલેન્ડે લુથરા બંધુઓને ભારતને સોંપ્યા, આજે પરત લાવવામાં આવશે

નવી દિલ્હી: ગોવા નાઈટક્લબમાં થયેલી ભયાનક આગના આરોપી લુથરા બંધુઓ ટૂંક સમયમાં ભારત આવશે. થાઈલેન્ડમાં તેમના પ્રત્યાર્પણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. થાઇલેન્ડે લુથરા બંધુઓને ભારતને સોંપી દીધા છે. સીબીઆઈની એક ટીમ તેમની સાથે પરત ફરી રહી છે. 6 ડિસેમ્બરની રાત્રે, ગોવાના આર્પોરામાં એક નાઈટક્લબમાં ભીષણ આગ લાગી હતી, જેમાં પાંચ પ્રવાસીઓ સહિત 25 લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code