1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અંબાજીમાં ચૈત્રી નવરાત્રિની આઠમે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં, ચાચર ચોકમાં હવન કરાયો

અંબાજીઃ ચૈત્રી નવરાત્રિ એ શક્તિની ઉપાસનાનું પર્વ ગણાય છે. ત્યારે શક્તિપીઠ ગણાતા અંબાજીમાં દર્શન માટે  ચૈત્રી નવરાત્રિથી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં ભાવિકો  જય જય અંબેના નાદ સાથે માતાજીની ભક્તિરસમાં તરબોળ બન્યા હતા. ચૈત્રી નવરાત્રિની આઠમ દિવસે હોમહવનનું વિશેષ મહાત્મ્ય છે. ત્યારે  મંદિરના ચાચર ચોકમાં હવનનું પણ આયોજન કરાયું હતું. […]

ગાંધીનગરના માધવગઢ ગામના તલાટી-મંત્રીને 50,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ પકડ્યો

ગાંધીનગરઃ જિલ્લાના માધવગઢ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીને છાલા ગામ ઝાખોરા બ્રીજની નીચે એસીબીએ છટકુ ગોઠવીને 50 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધો હતો. માધવગઢના તલાટી-મંત્રીએ વડીલો પાર્જિત જમીનના વારસાઈ હક્ક પત્રકમાં ફરિયાદીની પત્નીનું નામ દાખલ કરવાની અવેજીમાં બે લાખની લાંચ માંગી હતી. ત્યારબાદ રકઝકના અંતે રૂપિયા 50 હજાર નક્કી કરાયા હતા. અસીબીના સૂત્રોના જણાવ્યા […]

અમદાવાદના સિંન્ધુભવન રોડ પર રાત્રે પુરફાટ ઝડપે આવેલી કારે બે પોલીસ જવાનોને ઉડાવ્યા

અમદાવાદઃ શહેરમાં અકસ્માતોના બનાવો બનતા જાય છે. જેમાં સિન્ધુભવન રોડ પર મોડી રાત્રે પૂરફાટ ઝડપે વાહનો દોડતા હોય છે. પૂર ઝડપે વાહનો ચલાવવા માટે બદનામ થયેલા સિંધુભવન રોડ પર આ વખતે એક કારચાલકે બે પોલીસ કર્મચારીને ઉડાવ્યા હતા. આ સમગ્ર ઘટના રાતે 2:00 વાગ્યાની આસપાસ બની હતી. જે સંદર્ભે પોલીસે હાલ ગુનો નોંધીને આરોપીની ધરપકડ […]

માવઠાની આફત ટળી, હવે આજથી ગરમીમાં ક્રમશઃ વધારો થશે, તાપમાનનો પારો 40 ડિગ્રી વટાવશે

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગે ત્રણ દિવસ માવઠાની આગાહી કરી હતી. અને માવઠાની આફત ટળી જતાં હવે આજથી ગરમીમાં ક્રમશઃ વધારો થશે. અને અમદાવાદ સહિત મહાનગરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી જશે. રાજકોટ મ્યુનિ.એ યલો એલર્ટ જારી કર્યું છે. આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના ત્રણ જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે 13મીથી 16મી […]

ક્ષત્રિય સમાજની નારાજગી વચ્ચે રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું, ક્ષત્રિયોએ પાર્ટ-2ની રણનીતિ તૈયાર કરી,

અમદાવાદઃ લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચારણોને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગણી કરી રહ્યો છે. તેની સામે ભાજપ મક્કમ રહેતા રૂપાલાએ મંગળવારે વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવી છે. બીજીબાજુ ક્ષત્રિય આગેવાની બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળી હતી. પણ ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગણી […]

લાંબા સમય સુધી બેઠા બેઠા કામ કરવાથી શરીરને થાય છે આ નુકસાન, રિસર્ચમાં આવ્યું સામે

જો તમે વધારે સમય ખુરશી કે સોફા પર બેસીને પસાર કરો છો તો આ આદત ખરાબ છે, આનાથી સ્થૂળતા જ નહિ પણ બીજી ઘણી ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. આ બાબત પર ઘણી રિસર્ચ પણ થયા છે અને આ રિસર્ચમાં સામે આવ્યું કે કલાકો સુધી બેસી રહેવાની આદતથી કમર અને પીઠનો દુખાવાની સાથે મૃત્યુનું કારણ […]

કર્ણાટકઃ મહિલા વાહન ચાલકને પોલીસે 1.36 લાખનો ભારે દંડ ફટકાર્યો, સ્કૂટર પણ જપ્ત કરાયું

બેંગ્લુરુઃ શહેરમાં એક મહિલા સવારને હાલમાં ટ્રાફિકના નિયમો ભંગ કરીને મોંઘો પાઠ મળ્યો. ટ્રાફિક પોલીસે મહિલાની ઓળખ કરી હતી. તેણે કરેલા તાજા ટ્રાફિક ઉલ્લંઘનમાં, તે હેલ્મેટ પહેર્યા વગર ત્રણ મુસાફરોને સ્કૂટર પર લઈ જતો જોવા મળ્યો હતો. પોલીસે તેને 1.36 લાખ રૂપિયાનું ભારે ચલણ સોંપ્યો છે. આ રકમ તેની હોન્ડા એક્ટિવાની કિંમત કરતાં ઘણી વધારે […]

જો તમારા પેશાબનો રંગ બદલાયેલો આવે છે તો તે કેટલીક બીમારીના સંકેત હોઈ શકે છે. એકદમ સફેદ કલરનો પેશાબ પણ સારા સ્વાસ્થ્યની નિશાની નથી.

જ્યારે માણસ બીમાર પડે છે ત્યારે તેના શરીરમાં કેટલાક ફેરફારો આવે છે, તે ફેરફાર આંતરીક અને બહારના હોય છે. બીમાર પડવા પર કેટલાક સંકેતો આપણને દેખાવા લાગે છે. તેમાનો એક સંકેત છે તમારા પેશાબનો કલર. પેશાબના કલર પરથી પણ માલુમ કરી શકાય છે કે, તમારુ શરીર અંદરથી હેલ્થી છે કે બીમાર.જો પેશાબનો કલર ચોક્કસ રંગનો […]

શરીરમાં વિટામિન ‘એ’ની કમીને પૂરી કરશે આ વસ્તુઓ, આ રીતે કરો તેનું સેવન

વિટામિન એ શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેની કમીથી અનેક બીમારીઓ થાય છે. શરીરમાં વિટામિન Aની કમીને દૂર કરવા માટે કેટલીક વસ્તુઓનું સેવન કરી શકો છો. વિટામિન A આપણી સ્કિન, આંખો અને હેલ્થ માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. શરીરમાં વિટામિન A ઓછું થાય છે, તો તે આંધળા થવાનું જોખમ વધારે છે અને […]

રામ નવમીનો દિવસ આ 5 રાશિના લોકો માટે છે ખાસ, અનેક રીતે આપશે ફાયદો

શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ કર્ક રાશિ અને કર્ક લગ્નમાં થયો હતો અને આ વખતે રામ નવમીના દિવસે પણ એવો જ યોગ બની રહ્યો છે. બપોરના અભિજિત મુહૂર્તમાં પણ આવો જ સંયોગ રચાઈ રહ્યો છે. આ દિવસે ગજકેસરી યોગની પણ અસર જોવા મળશે. ભગવાન રામની કુંડળીમાં સૂર્ય દસમા ભાવમાં સ્થિત છે અને ઉચ્ચ રાશિમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code